અફઝલ હુસૈન

0
248

વભાજન બાદ જ્યારે મલીહાબાદ (લખનૌ)માં જમાઅતે ઇસ્લામી હિંદનું મર્કઝ સ્થપાયું તો જમાઅતે ત્યાં જ ‘મર્કઝી દર્સગાહ ઇસ્લામી’નો પાયો પણ નાખ્યો. જનાબ અફઝલ હુસૈન સાહેબને એ નવી દર્સગાહના નાઝિમ (વ્યવસ્થાપક) તરીકે નિયુકત કરવામાં આવ્યા. અફઝલ હુસૈન સાહેબ શિક્ષણ વિભાગમાં સરકારી કર્મચારી હતા. પ્રમોશનની શકયતાઓ ઉજ્જવળ હતી. પગાર પણ સારો હતો, પરંતુ તેહરીકના પોકાર પર લબ્બૈક કહેતાં તેમણે એશ-આરામનું જીવન ત્યજી દીધું. સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું. અને સાધારણ એવા માનદ વેતન પર મર્કઝી દર્સગાહ ઇસ્લામીના નાઝિમ તરીકેની જવાબદારી સંભાળી લીધી. ઈ.સ.૧૯૪૯માં મર્કઝ જમાઅતની સાથોસાથ મર્કઝી દર્સગાહ પણ રામપુર સ્થળાંતર થઈ ગઈ. ત્યાં પણ તેમણે વ્યવસ્થાપકની ફરજ બજાવી. જ્યારે દર્સગાહમાં ઉચ્ચ કક્ષાના પાઠય પુસ્તકો ઉપલબ્ધ નહીં હોવાની સમસ્યા સર્જાઈ તો અફઝલ હુસૈને આ ‘મુસીબત’નો પણ પૂરેપૂરી રીતે સામનો કરવાનો નિર્ણય લીધો. તેમણે ઉર્દૂ, હિંદી, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને  ઇસ્લામિયાતના વિવિધ પાસાઓ ધરાવતા વિષયો પર નર્સરીથી લઈને આઠમા ધોરણના લગભગ બધા જ પુસ્તકો પોતે જ સંપાદિત કરી લીધા. એ ઉચ્ચ સ્તરના અભ્યાસક્રમ (સિલેબસ)ના પુસ્તકો આજે પણ દુર્લભ છે. વધુ ખુશી કે આશ્ચર્યની વાત આ કે ત્યાગ અને કુર્બાનીની આ મહાન હસ્તીએ પોતાના સંપાદિત કરેલ ૬પ પુસ્તકોની કયારેય રોયલ્ટી નથી લીધી. ‘ફને તા’લીમ વ તર્બિયત’ (શિક્ષણ અને પ્રશિક્ષણની કળા)ના નામથી તેમણે જે પુસ્તક લખ્યું તે આજે પણ શિક્ષકો તથા બાળકોના શિક્ષણ-પ્રશિક્ષણ પ્રત્યે રૂચિ ધરાવનારાઓ માટે માર્ગદર્શન સમાન છે. તેઓ બાળકોના માનસ (માનસિકતા)થી સારી રીતે વાકેફ હતા, અને આ જ કારણ છે કે તેમના દ્વારા સંપાદિત કરાયેલ  ‘અખ્લાકી કહાનિયાં’, ‘મુન્ની કહાનિયાં’ ‘આસાન કહાનિયાં’, ‘મોતિયોં કા હાર’ કે સામાન્ય  અભ્યાસક્રમ (સિલેબસ), એટલે સુધી કે ગણિત જેવો અરૂચિકર કે શુષ્ક વિષય પણ વિદ્યાર્થીઓમાં દીનની સેવાની જ્યોત જગાવે છે. તે બાળકોને ધીબવા (મારવા)ના સખત વિરોધી હતા અને લાડ-પ્યાર (પ્રેમ-સ્નેહ)થી કામ કરાવવામાં નિપૂણ  હતા. તેઓ બાળકોની રમત-ગમત (ખેલકૂદ) અને શારીરિક કસરત ઉપર પણ એટલું જ ધ્યાન આપતાં  હતાં. જેટલું કે ભણતર ઉપર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here