અફઝલ હુસૈન

0
139

ઈ.સ.૧૯૬૦માં મર્કઝ જમાઅત રામપુરથી સ્થળાંતર થઈને દિલ્હી આવી ગયું. અફઝલ હુસૈન સાહેબને દર્સગાહના વ્યવસ્થાપક તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરી મર્કઝ જમાઅત બોલાવી લેવામાં આવ્યા. ‘સમેઅના-વ-અતઅ્‌ના’ (સાંભળ્યું અને આજ્ઞાપાલન કર્યું)ના એક ઈમાનવાળા તરીકેની સ્પ્રીટ (ભાવના)નું પ્રદર્શન કરતા અફઝલ હુસૈન સાહેબ એક શબ્દ પણ ઉચ્ચાર્યા અર્થાત્‌ કંઈ પણ કહ્યા વિના મર્કઝ આવી ગયા અને સેક્રેટરી તરીકે પોતાની ફરજા નિભાવવા લાગ્યા. ઈ.સ.૧૯૭રમાં મૌલાના મુહમ્મદ યૂસુફ સાહેબ અમીરે જમાઅત બન્યા તો અફઝલહુસૈનની નિયુક્તિ કૈય્યિમે જમાઅત (સેક્રેટરી જનરલ) તરીકે થઈ. માનનીય અંતિમ શ્વાસ સુધી આ જવાબદારી નિભાવતા રહ્યા. ઈ.સ.૧૯૭પની કટોકટી (ઈમરજન્સી)માં તેઓ ભટિંડા જેલમાં લગભગ ર૧ મહિના સુધી નજરકેદ પણ રહ્યા. જેલમાં પોતાના હિંદુ તથા શીખ ભાઈઓથી તેમના પ્રેમ અને સ્નેહ તેમજ સદ્‌વર્તનનનું જ પરિણામ હતું કે જ્યારે તેઓ જેલમાંથી મુકત થયા તો પુષ્પોથી લાદીને આખા શહેરમાં તેમનું સરઘસ કાઢયું હતું.

સમયના ઉપયોગ (ટાઈમ પ્લાનિંગ) વિશે પણ તેઓ ખૂબજ સચેત હતા. મોટાભાગે તેઓ ફજ્ર (ની નમાઝ)ના થોડાક સમય પછીથી લઈ રાતના ૧ર-૧ વાગ્યા સુધી કામ કરતા રહેતા હતા. માંદગીના અપવાદ સિવાય છેલ્લે સુધી આ દિનચર્યામાં કોઈ ફરક પડયો નહીં. અફઝલ હુસૈન સાહબ એક શ્રેષ્ઠ કાર્યક્રમ ઘડનાર હતા. તેમની ઇલ્મી તથા તેહરીકી સેવાઓ ઉપરાંત ભારતમાં તેમની મિલ્લી સેવાઓ પણ હંમેશ યાદ રાખવામાં આવશે. સાપ્તાહિક ‘રેડિયન્સ’નું વિમોચન હોય કે પછી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લા બોર્ડ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલિસે મુશાવરતની રચના, એવી જ રીતે યુ.પી.ના દીની તાલીમી કાઉન્સિલની  રચનામાં પણ તેમણે સક્રિયતાથી ભાગ લીધો.

નૈતિકતા અને ચારિત્ર્યઃ

અફઝલ હુસૈન સાહેબનો ત્યાગ અને તેમની સાદગી તો ઉદાહરણરૂપ હતી જ, સાથે જ તેમનું ચારિત્ર્ય પણ કંઈક એવું જ હતું કે વિવિધ જમાઅતો સાથે સંબંધ ધરાવનારાઓ કે જેઓ જમાઅતે ઇસ્લામીથી દૂર દૂર રહેતા હતા, તેઓ વ્યક્તિગત રીતે તેમને ખૂબજ ચાહતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here