અમીર જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાતે સંગઠનની નવી ઓફિસનું ઉદ્‌ઘાટન કર્યું

0
210

ગત રવિવાર અમીર જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાત જનાબ શકીલ અહમદ રાજપૂતે અહમદાબાદ શહેરન જમાઅતની નવી ઓફિસનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ઈ-વોર્ડ, જુહાપુરા, ખાતે Âસ્થત જમાઅતની આ નવી ઓફિસનું ઉદ્‌ઘાટન મેટ્રો સિટીના અનુસંધાને કરવામાં આવ્યું છે. ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં હાજરજનોને સંબોધતા ગુજરાત સંગઠનના અમીર શકીલઅહમદ રાજપૂતે જણાવ્યું હતું કે “જમાઅતે ઇસ્લામી હિંદે અહમદાબાદ સહિત દેશના ૨૩ મોટા શહેરામાં આયોજનબદ્ધ રીતે કાર્ય કરવાનું લક્ષ્ય બનાવ્યું છે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય “મોટા શહેરોમાં જમાઅતે ઇસ્લામી હિંદ, માનવબળ, સામાજિક-પ્રભાવ અને અસરની દૃષ્ટિએ ઝડપથી વિકાસ કરે અને સમાજના દરેક વર્ગમાં એક પ્રખ્યાત અને લોકપ્રિય તાકત બની જાએ.” કાર્યક્રમમાં અહમદાબાદ શહેરના નાઝિમ ડા. યાકૂબ મેમણ સહિત ચાહેરય સ્થાનિક પ્રમુખો જનાબ માસ્ટર બશીર ખાન (અહમદાબ ઈસ્ટ), જનાબ અબ્દુર્રઝ્ઝાક શેખ (અહમદાબાદ સેન્ટ્રલ), જનાબ અબ્દુલ કાદિર સાચોરા (અહમદાબાદ વેસ્ટ), જનાબ અશરફ અલી અન્સારી (સરખેજ અહમદાબાદ) સહિત સમગ્ર શહેરના જમાઅતના અરકાન, કારકૂનાન અને હમદર્દો હાજર હતા. કાર્યક્રમનું સંચાલન જનાબ ઇકબાલ બેગ મિરઝાએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here