અમેરિકા-ઈરાન વચ્ચેના તનાવ પર વિશ્વ-બિરાદરીમાં ભારે ચિંતા

0
99
US-Iran

ન્યૂયોર્ક

ઈરાનની સૈન્યના ટોચના વડા કમાન્ડર કાસિમ સુલૈમાની ઇરાકની રાજધાની બગદાદના એરપોર્ટ પર અમેરિકાના હવાઈ હુમલામાં મૃત્યુ પામ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસના અલ-કુદ્‌સ ફોર્સના ટોચના કમાન્ડર કાસિમ સુલૈમાની પર હુમલો કરવામાં આવ્યો હતો.

આમ કાસિમ સુલૈમાનીના મૃત્યુ બાદ અમેરિકા તથા ઈરાન વચ્ચે સર્જાયેલ તનાવથી વિશ્વબિરાદરીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સંદર્ભમાં યુરોપીય યુનિયન, તુર્કી, રૂસ, ફ્રાન્સ અને જર્મની સહિત કેટલાય દેશોએ અમેરિકાના આ હુમલાને આ પ્રદેશ માટે ગંભીર ખતરો ઠેરવ્યો છે. જ્યારે   સંયુકત રાષ્ટ્રસંઘના સેક્રેટરીનું કહેવું હતું કે દુનિયા એક અન્ય અખાતી યુદ્ધને સહન કરી શકે તેમ નથી. એક આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ સંયુકત રાષ્ટ્ર સંઘ, યુરોપીય યુનિયન, તુર્કી, રૂસ, ફ્રાન્સ અને જર્મની સહિત કેટલાય દેશોએ જનરલ કાસિમ સુલૈમાનીની હત્યાની કડક શબ્દોમાં વખોડણી કરતાં અમેરિકી પગલાને પ્રદેશની શાંતિ માટે ગંભીર ખતરો ઠેરવ્યો છે, જેનાથી આ પ્રદેશમાં આક્રમકતામાં વધારો થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય અગ્રણીઓએ પક્ષકારોને ધૈર્ય અને શાંતિ રાખવાની અપીલ કરી છે.

યુરોપીય યુનિયનના અધ્યક્ષ ઇરાકમાં છેલ્લા કેટલાક સપ્તાહોમાં ચાલી રહેલ ઉશ્કેરણી અને બદલાની કાર્યવાહીઓનો દોર તાત્કાલિક અટકાવવાની માગણી કરતા કહ્યું કે, અમેરિકા તથા ઈરાનની વચ્ચે તનાવ દરેક સ્થિતિમાં ઓછો થવો જાઈએ. જર્મન વિદેશ ખાતાએ ટિ્વટ કર્યું કે, વિદેશ ખાતું વર્તમાન સ્થિતિ અંગે બ્રિટન અને ફ્રાન્સ સાથે સંપર્કમાં છે, અને આ બાબતને ઉકેલવા પ્રયત્ન કરી રહેલ છે. આ જ રીતે તુર્કીના વિદેશ ખાતાએ અમેરિકી પગલાઓની સખત શબ્દોમાં વખોડણી કરતાં કહ્યું છે કે જનરલ સુલૈમાનીની હત્યાથી આ પ્રદેશમાં વર્તમાન તનાવમાં વધુ ઉમેરો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here