અલીજાહ ઇઝઝત બેગોવિચ

0
213

યે નૂર ખુદા કા હૈ બુઝાએ ન બુઝેગા

કુછ દમ હૈ અગર તુઝ મેં તો આ, તુ ભી બુઝા દેખ

હે સુન્નતે અરબાબે વફા સબ્ર-વ-તવક્કુલ

છૂટે ન કહીં હાથ સે દામને ખુદા દેખ

અલી ઇઝ્ઝતના રાજકીય કેરિયરની શરૂઆત યુગોસ્લાવિયાના સામ્યવાદી સરકારી વ્યવસ્થા (તંત્ર) પર ટીકા અને ઇસ્લામને શ્રેષ્ઠ વિકલ્પ રૂપે રજૂ કરવાથી થઈ. તેમના મોટાભાગના પુસ્તકોથી ઉચ્ચતાથી વશીભૂત થવા છતાં જ્યારે દલીલો હજમ ન થઈ તો તેમના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. ઈ.સ.૧૯૮૩માં તેમના પર આરોપ મૂકાયો કે તેઓ કેન્દ્રીય સરકારની વિરુદ્ધ ષડયંત્ર રચીને એક અલગ રાજ્યની સ્થાપના ઈચ્છે છે, અને એ વાતના પુરાવામાં તેમના પુસ્તક ‘ઇસ્લામી મન્શૂર’ને રજૂ કરવામાં આવ્યો. ૧૪ વર્ષના કારાવાસની સજા પણ તેમના ઇરાદાઓને ઠંડા ન કરી શકી, અને કારાવાસ દરમ્યાન જ વ્યાનાથી પ્રકાશિત થનાર તેમનું બીજું પુસ્તક ‘ઇસ્લામ ઔર મશ્રિક-વ મગ્રિબ કી તેહઝીબી કશ્મકશ’ (ઇસ્લામ અને પૂર્વ તથા પશ્ચિમનું સાંસ્કૃતિક સંઘર્ષ)એ પશ્ચિમમાં હંગામો મચાવી દીધો.

મેદાનોથી સંલગ્નતાઃ

અલી ઇઝ્ઝત એકી સાથે એક રાજકીય ચિંતક, યુદ્ધ કમાન્ડર અને પૂરી રીતે કોમના લીડર હતા, યુગોસ્લાવિયાના વિઘટન બાદ ર૯ ફેબ્રુઆરી ૧૯૯રના રેફરેન્ડમ (જનમત)માં બોસ્નિયાઈ પ્રજાએ બોસ્નિયાની આઝાદીનો નિર્ણય લીધો, પરંતુ સર્બોને આ નિર્ણય પસંદ ન પડયો. ત્યારબાદ એક લોહિયાળ ઇતિહાસ લખાયો, જેને વર્ણવાથી જીભ અક્ષમ  અને કલમ-લેખની અસમર્થ છે. કુલ જાતા બે લાખ સાઈંઠ હજાર લોકો માર્યા ગયા. અઢી મિલિયન લોકો ઘરબારવિહોણા થઈ ગયા, અને કેટલાય લાખ બોસ્નિયાઈ મુસલમાનો યાતનાના કેમ્પોમાં કણસતા રહ્યા. પ૦ હજારથી વધુ આબરૂઓ લૂંટવામાં આવી, પરંતુ વિશ્વ-બિરાદરીને આની કોઈ અસર ન દેખાઈ. આ નિરાશાજનક વાતાવરણમાં લીડર અલી ઇઝ્ઝતે તેમની હિંમતને ભાંગતી બચાવી. જ્યારે પશ્ચિમી પરિબળોએ હાથ ઉભા કરી લીધા તો તેમનાથી શાંતિની ભીખ માગવાના બદલે અલી ઇઝ્ઝતે આ વંશોચ્છેદની વિરુદ્ધ ખુદ બોસ્નિયાઈ અને અન્ય ઇસ્લામી દેશોથી આવનારા મુજાહિદોને સંગઠિત કર્યા, અને સર્બોને આ વંશોચ્છેદનો જડબાતોડ જવાબ આપ્યો. જ્યારે મુજાહિદોએ કેટલાય મેદાનોમાં સફળતા મેળવી લીધી ત્યારે વિશ્વ બિરદારી સફાળી જાગી અને વેટીનનો કરાર કરી લેવામાં આવ્યો. સામ્યવાદી યુગના અંત બાદ બોસ્નિયાઈ પ્રજાના ભારે સમર્થનથી તેમને આઝાદ દેશ બોસ્નિયાના પ્રમુખ બનાવવામાં આવ્યા. પરંતુ એક ઇસ્લામ ઉપર અમલ કરી રહેલ ઇસ્લામી દેશને અંતે પશ્ચિમ શાંતિપૂર્વક કેવી રીતે ચલાવી લેતો ? આથી આંતરરાષ્ટ્રીય દબાણને જાતાં અલી અલી ઇઝ્ઝતે એ કરારો ઉપર અનિચ્છાએ હસ્તાક્ષર કરી દીધા જેમની રૂએ બોસ્નિયાને ૧૦ ભાગોમાં વિભાજિત કરીને ૪ મુસલમાનોને હવાલે કરી દેવાયા, અને એક સરાજિવોને ખુલ્લો શહેર ઠેરવી દેવામાં આવ્યો. તેમ છતાં પણ સર્બોને કરારના મંચ પર લાવી બેસાડવાનું કામ પણ અલી ઇઝ્ઝતનું મહત્વનું કાર્ય છે, પરંતુ આ જુલ્મી અને એક તરફી કરાર પર હસ્તાક્ષર કરવાનો અલી ઇઝ્ઝતનો જીવનભર અફસોસ રહ્યો અને આથી જ તેમણે જૂન ર૦૦૦રમાં બોસ્નિયાના રાષ્ટ્રપ્રમુખની હૈસિયતથી રાજીનામું આપી દીધું.

અવસાનઃ એક લાંબા સમયથી હૃદયરોગમાં સપડાયેલા અલી ઇઝ્ઝતે ૧૯ ઓકટોબર ર૦૦૩ના રોજ સરાજિવોના કેન્દ્રીય હોસ્પિટલમાં શાંતિથી બે રક્‌અત નમાઝ પઢી લીધા બાદ ઇન્તેકાલ પામ્યા, અને મુસ્લિમ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું. અલ્લાહતઆલાથી દુઆ છે કે તે આ તલવાર અને કલમના ધણી લીડર અને ભારે પરિશ્રમી મુજાહિદને મહાન વળતરથી નવાઝે અને તેમની વફાતથી માત્ર બોસ્નિયા જ નહીં બલ્કે સમગ્ર મુસ્લિમ જગતમાં જે શૂન્યાવકાશ સર્જાયો છે તેને એક બહેતર વિકલ્પથી ભરી દે. આમીન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here