અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. સૂરઃ અહ્‌ઝાબ

0
7

આ ખબર થોડા જ સમયમાં મદીનાના મુસલમાનોમાં ફેલાઈ ગઈ અને તેમની અંદર આનાથી ભારે બેચેની પેદા થઈ ગઈ. કેમ કે હવે તે બંને તરફથી ઘેરાઈ ગયા હતા અને તેમના શહેરનો એ ભાગ જાેખમમાં આવી ગયો હતો જે તરફ સુરક્ષાની પણ કોઈ વ્યવસ્થા ન હતી અને કુટુંબો પણબધાના એ જ તરફ હતા. આમ થતાં દંભીઓની પ્રવૃત્તિઓ વધુ ઝડપી બની ગઈ અને તેમણે ઈમાનવાળા લોકોની હિંમતો તોડવા માટે જાતજાતના મનોવૈજ્ઞાનિક હુમલા કરવા માંડયા. કોઈએ કહ્યું કે, ‘અમારી સાથે વાયદાતો કૈસર અને કિસ્રાના દેશો જીતાઈ જવાના કરવામાં આવી રહ્યા હતા,
અને પરિસ્થિતિ આ છે કે અમે કુદરતી હાજત માટે પણ નીકળી શકતા નથી.’ કોઈએ આ કહીને ખન્દકના મોરચામાંથી રજા માગી કે હવે તો અમારા ઘરો જ જાેખમમાં મૂકાઈ ગયા છે, અમારે જઈને તેમનું રક્ષણ કરવું છે. કોઈએ એટલે સુધી ગુપ્ત પ્રચાર શરૂ કરી દીધો કે મુહમ્મદ સ.અ.વ.ને તેમને સોંપી દો. આ એવી ભારે અજમાયશનો સમય હતોજેમાં એ દરેક માણસનો ભેદ ખુલી ગયો જેના દિલમાં રજમાત્ર પણ દંભ રહેલો હતો. ફકત સત્યવાન અને નિષ્ઠાવાન ઈમાનવાળા જ હતા જે આ કઠણ સમયમાંપણ બલિદાનના નિર્ધાર ઉપર મક્કમ રહ્યા. નબી સ.અ.વ.એ આ નાજૂક પ્રસંગે બની ગતફાન સાથે સુલેહની વાટાઘાટો શરૂ કરી અને તેમને આ માટે રાજી કરવા પ્રયાસ કર્યો કે મદીનાના ફળોની પેદાશનો ૧/૩ ભાગ લઈ પાછા જતાં રહે. પરંતુ જ્યારે અનસારના સરદારો (સઅદ બિન ઉબાદહ રદિ. અને સઅદ બિન મુઆઝ રદિ.) પાસે નબી સ.અ.વ.એ એ આ શરતોએ સમાધાન કરવા વિશે અભિપ્રાય માગ્યો ત્યારે તેમણે કહ્યું ‘હે અલ્લાહના રસૂલ ! શું આ આપની ઈચ્છા છે કે અમે આવું કરીએ ? અથવા આ અલ્લાહનો હુકમ છે કે અમારા માટે કબૂલ કરવા સિવાય છૂટકો નથી ? આપ ફકત અમને બચાવવા માટે આ સૂચવી રહ્યા છો ?’ નબી સ.અ.વ.એ જવાબ આપ્યો ‘હું ફકત તમને બચાવવા માટે આ કરી રહ્યો છું, કારણ કે હું જાેઈ રહ્યો છું કે સમસ્ત અરબસ્તાન એક થઈને તમારી ઉપર તૂટી પડયું છે, હું ઈચ્છું છું કે તેમને એકબીજા વડે તોડી નાંખું.’’ આ સાંભળી બંને સરદારોએ એકમત થઈ કહ્યું કે ‘જાે આપ અમારી ખાતર આ સંધિ કરી રહ્યા છો તો આને ખતમ કરી દો. આ કબીલાઓ અમારી પાસેથી એ સમયે પણ એક રૂપિયો કરનાર રૂપમાં કયારેય લઈ શકયા ન હતા, જ્યારે અમે મુશ્રિક હતાં. અને હવે તો અલ્લાહ અને તેના પયગમ્બર ઉપર ઈમાન લાવવાનું બહુમાન અમારી પાસે છે, શું હવે આ અમારી પાસેથી ખંડણી વસૂલ કરશે ? અમારી અને તેમની વચ્ચે હવે માત્ર તલવાર છે, એટલે સુધી કે અલ્લાહ અમારો અને તેમનો ફેંસલો કરી દે.’ આટલું કહી તેમણે સંધિનો એ મુસદ્દો ફાડી નાખ્યો જેની ઉપર હજી પક્ષકારોની સહીઓ થઈ ન હતી. આ જ અરસામાં ગતફાન કબીલાની શાખા અશ્જઅના એક માણસ નઈમ બિન મસઊદ મુસલમાન થઈ નબી સ.અ.વ. સમક્ષ હાજર થયા અને અરજ ગુજારી કે હજી સુધી કોઈને મારા ઈસ્લામ સ્વીકારની ખબર નથી, આપ મારી પાસેથી અત્યારે જે કામ કરાવવા ચાહો હું કરી શકું છુ. નબી સ.અ.વએ કહ્યું, તમે જઈને દુશ્મનોમાં ફાટફૂટ નાખવાની કોઈ યુક્તિ કરો. આમ, તે પહેલા બની કુરૈઝા પાસે ગયા જેમની સાથે તેમનો ખૂબ સારો સંબંધ હતો, અને તેમને કહ્યું ‘કુરૈશ અને ગતફાન તો ઘેરો ચાલુ રાખવાથી કંટાળી પાછા પણ જઈ શકે છે. તેમનું તો કંઈ બગડશે નહીં, પરંતુ તમોર મુસલમાનોની સાથે આ જ જગ્યાએ રહેવાનું છે, એ લોકો જાે જતાં રહ્યાં તો તમારૂં શું થશે. મારી સલાહ આ છે કે તમે ત્યાં સુધી લડાઈમાં ભાગ ન લો, જ્યાં સુધી આ બહારથી આવેલા કબીલાના કેટલાક મશ્હૂર માણસો તમારી પાસે જામીન તરીકે મોકલી આપવામાં ન આવે. આ વાત બનુ કુરૈઝાના દિલમાં ઉતરી ગઈ અને તેમણે સંયુકત મોરચાના કીલાઓ પાસે જામીન (યર્ગમાલ)ની માગણી કરવાનો ફેસલો કરી લીધો. પછી તે કુરૈશ અને ગતફાનના સરદારો પાસે ગયા અને તેમને કહ્યું કે બની કુરૈઝા થોડા ઢીલા પડેલા દેખાઈ રહ્યા છે, અશકય નથી કે તમારી પાસેથી જામીન તરીકે થોડા માણસો માગે અને તેમને મુહમ્મદ સ.અ.વ.ના
હવાલે કરી પોતાનો મામલો ચોખ્ખો કરી લે. એટલા માટે તેમની સાથે જરા હોશિયારી સાથે મામલો કરજાે. આનાથી સંયુકત મોરચાના આગેવાની બની કુરૈઝા તરફથી શંકામાં પડી ગયા અને તેમણે કુરૈઝાના સરદારોને સંદેશ મોકલાગ્વ્યો કે આ લાંબા ઘેરાવથી અમે હવે કંટાળી ગયા છીએ, હવે એક નિર્ણાયક લડાઈ થઈ જવી જાેઈએ, કાલે તમે એ તરફ હુમલો કરો અને અમે આ તરફ થી અચાનક મુસલમાનો ઉપર તૂટી પડીએ છીએ. બની કુરૈઝાએ જવાબમાં કહેવડાવ્યું કે તમે લોકો જ્યાં સુધી તમારા કેટલાક મશહૂર માણસો જામીન તરીકે અમારા હવાલે નહીં કરી દો, અમે લડાઈનું જાેખમ લઈ શકતા નથી. આ જવબાથી સંયુકત મોરચાના આગેવાનોને વિશ્વાસ થઈ ગયો કે નઈમની વાત સાચી હતી. તેમણે જામીન આપવાની ના પાડી દીધી અને આનાથી બની કુરૈઝાએ માની લીધું કે નઈમે અમો સાચી સલાહ આપી હતી. આમ, આ યુદ્ધની ચાલ ખૂબજ સફળ પુરવાર થઈ અને તેણે દુશ્મનોની છાવણીમાં ફાટફૂટ પડાવી દીધી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here