અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. ર૯. સૂરઃ અન્‌કબૂત સૂરઃ રૂમ

0
145

નામઃ પહેલા જ આયત શબ્દ ‘ગુલેબતે રૂમ’ પર થી લેવામાં આવ્યું છે.

ઉતરાણકાળઃ

આરંભમાં જ જે ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના ઉપરથી ઉતરાણકાળમાં ચોકસાઈપૂર્વક નક્કી થઈ જાય છે. આમાં કહેવામાં આવ્યું છે કે ‘નજીકના પ્રદેશમાં  રોમનો પરાસ્ત થઈ ગયાં છે.’ એ જમાનામાં અરબસ્તાનને અડીને આવેલા રોમન કબજા હેઠળના જાર્ડન, સીરિયા અને ફિલિસ્તીન હતા અને આ પ્રદેશોમાં રોમનો ઉપર ઈરાનીઓનો કબજા ઈ.સ.૬૧પમાં પૂર્ણ થયો હતો. એટલા માટે ચોકસાઈપૂર્વક કહી શકાય છે કે આ સૂરઃ એ જ વર્ષે ઉતરી હતી અને આ એ જ વરસ હતું જેમાં હબશાની હિજરતની ઘટના ઘટી હતી.

ઐતિહાસિક પશ્ચાદ્‌ભૂમિ

જે આગાહી આ સૂરઃના આરંભની આયતોમાં કરવામાં આવી છે કે કુઆર્નમજીદ કલામે ઇલાહી હોવાની તથા મુહમ્મદ સ.અ.વ. સાચા પયગમ્બર હોવાની સૌથી સ્પષ્ટ ગવાહીઓમાંની એક છે. આને સમજવા માટે એ ઐતિહાસિક ઘટનાઓ ઉપર એક વિગતવાર નજર નાખી લેવાની જરૂર છે જે આ આયતો સાથે ધરાવે છે. નબી સ.અ.વ.ની નબુવ્વતના આઠ વરસ પહેલાની ઘટના છે જ્યારે રોમન કૈસર મારિસ વિરુદ્ધ બળવો થયો અને ફૌકાસ નામના માણસે રાજગાદી ઉપર કબજા કરી લીધો. આ માણસે પહેલા તો કૈસરની નજર સામે તેના પાંચ પુત્રોની હત્યા કરાવી, પછી પોતે કૈસરની હત્યા કરાવી બાપ-દીકરાઓના માથા કોન્સ્ટન્ટીપોલમાં જાહેરમાં લટકાવી દીધા, અને આના થોડા દિવસ પછી તેની પત્ની અને ત્રણ પુત્રીઓને પણ મરાવી નાખી. આ ઘટનાના લીધે ઈરાનના રાજા ખુસરી પરવેઝને રોમ ઉપર આક્રમણ કરવા માટે ઉત્તમ નૈતિક બહાનું મળી ગયું. કૈસર  મારિસનો તેની ઉપર ઉપકાર હતો. તેની મદદથી પરવેઝને ઈરાનની ગાદી મળી હતી. તેતે તે તેનો પિતા કહેતો હતો. આના કારણે તેણે ઘોષણા કરી કે હું સત્તા ઝૂંટવી લેનાર ફૌકાસથી એ જુલમનો બદલો લઈશ જે તેણે મારા માનેલા પિતા અને તેની સંતાન ઉપર ગુજાર્યો છે. ઈ.સ.૬૦૩માં તેણે રોમન સામ્રાજ્ય વિરુદ્ધ યુદ્ધનો આરંભ કર્યો અને થોડા વરસોમાં તે ફૌકાસની સેનાઓને એક પછી એક પરાજ્યો આપતો એક તરફ એશિયા માઈનોરમાં એડીસા (આજનુ ઉરફા) સુધી અને બીજી તરફ સીરિયામાં હલબ અને અનતાકિયા સુધી પહોંચી ગયો. રોમના રાજદરબારીઓએ આ જાઈને કે ફૌકાસ દેશને બચાવી શકે નેમ નથી, આફ્રિકાના ગવર્નર પાસે મદદ માગી. તેણે તેના પુત્ર હિરકલને એક શક્તિશાળી નૌકાદસ સાથે કોન્સ્ટન્ટીપોલ મોકલી દીધો. તેના પહોંચતાં જ ફૌકાસને ગાદી પરથી ઉઠાડી મૂકવામાં આવ્યો, તેની જગ્યાએ હિરકલને કૈસર બનાવવામાં આવ્યો, અને તેણે સત્તા ઉપર આવી ફૌકાસ સાથે એ જ બધું કર્યું જે તેણે મારિસ સાથે કર્યું હતું. આ ઘટના ઈ.સ.૬૧૦ની છે, અને આ એ જ વર્ષ છે જેમાં નબી સ.અ.વ. અલ્લાહતઆલા તરફથી નબુવ્વતના પદ ઉપર નિમાયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here