અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

0
212

ર૯. સૂરઃ અન્‌કબૂત

ખુસરી પરવેઝે જે નૈતિક બહાનાને આધાર બનાવી લડાઈ શરૂ કરી હતી, ફૌકાસને ગાદી પર ઉઠાડી મૂકવા અને હત્યા કરી નાખ્યા પછી બાકી રહ્યું ન હતું. જા ખરેખર તેની લડાઈનો હેતુ સત્તા પડાવી લેનાર ફૌકાસથી તેના જુલમનો બદલો લેવાનો હોત તો તેના માર્યા ગયા પછી તેણે નવા કૈસર સાથે સમાધાન કરી લેવું જાઈતું હતું. પરંતુ તેણે ત્યાર પછી પણ લડાઈ ચાલુ રાખી, અને હવે આ લડાઈને મજૂસીમત (અગ્રિપૂજા) અને ખ્રિસ્તીમતના ધાર્મિક યુદ્ધનું રૂપ આપી દીધું. ખ્રિસ્તીઓના જે પંથોને રોમન સામ્રાજ્યના સરકારી ચર્ચે નાસ્તિક જાહેર કરી વરસો સુધી જારજુલમના લક્ષ્ય બનાવી રાખ્યા હતા (એટલે કે નિસ્તુરી અને યાકૂબી વગેરે) તેમની તમામ સહાનુભૂતિઓ પણ અગ્રિપૂજક આક્રમણખોરો સાથે થઈ ગઈ, અને યહૂદીઓએ પણ અગ્રિપૂજકોનો સાથ આપ્યો, એટલે સુધી કે ખુસરૌ પરવેઝની સેનામાં ભરતી થનારા યહૂદીઓની સંખ્યા ર૬ હજાર સુધી પહોંચી ગઈ.

 હિરકલ આવીને આ ઘોડાપૂરને રોકી ન શકયો. ગાદી સંભાળતા જ પહેલી જ ખબર જે તેને પૂર્વમાંથી મળી તે અનતાકિયા ઉપર ઈરાની કબજાની હતી. આ પછી ઈ.સ.૬૧૩માં દમાસ્કસ જીતી લેવાયું. પછી ઈ.સ.૬૧૪માં બયતલ મકાદિસ ઉપર કબજા કરી ઈરાનીઓએ ખ્રિસ્તી જગત ઉપર ભયંકર આફત ઉતારી દીધી. ૯૦ હજાર ખ્રિસ્તીઓને આ શહેરમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. તેમનું સૌથી વધારે પવિત્ર ચર્ચને કેનિસ્તા અલ કિયામહનો નાશ કરી દેવામાં આવ્યો. અસલ ક્રોસ જેના વિશે ખ્રિસ્તીઓની માન્યતા હતી કે તેની જ ઉપર મસીહે પ્રાણ આપ્યા હતા, અગ્રિપૂજકોએ ઝૂંટવી લીધું અને મદાઈન પહોંચાડી દીધું. મુખ્ય પાદરી ઝકરિયહને પણ કડી ગયા અને શહેરના બધા જ મોટા મોટા ચર્ચોને તેમણે તોડી પાડયા. આ વિજયનો નશો ખુસરૌ પરવેઝ ઉપર જે રીતે સવાર થઈ ગયો હતો તેનો ખ્યાલ એ પત્ર ઉપર આવે છે કે જે તેણે બયતલમકદિસથી હિરકલને લખ્યો હતો. તેમ તે કહે છેઃ

‘તમામ ખુદાઓ કરતા મોટો ખુદા, સમગ્ર ધરતીપટના માલિક ખુસરૌ તરફથી તેના નીચ અને મૂર્ખ બંદા હિરકલના નામે

તું કહે છે કે તને તારા માલિક ઉપર ભરોસો છે, શા માટે તારા માલિકે જેરૂસલેમને મારાથી બચાવી ન લીધો ?’

આ વિજય પછી એક વરસના ગાળામાં ઈરાની સેનાઓ જાર્ડન, ફિલિસ્તીન અને સીનાના દ્વિપકલ્પના સમગ્ર વિસ્તાર ઉપર કબજા કરી મિસ્રના સીમાડાઓ સુધી પહોંચી ગઈ. આ એ જમાનો હતો જ્યારે મક્કામાં એક બીજી તેના કરતાં અનેકગણી વધારે ઐતિહાસિક મહત્વ ધરાવતી લડાઈ ચાલી રહી હતી, અહીં તૌહીદના ધ્વજધારી સૈયદના મુહમ્મદ સ.અ.વ.ના નેતૃત્વ હેઠળ, અને શિર્કના અનુયાયી કુરૈશના સરદારોની આગેવાની હેઠળ એકબીજા સામે યુદ્ધે ચઢેલા હતા, અને આ વાત હદ સુધી પહોંચી ગઈ હતી કે ઈ.સ.૬૧પમાં મુસલમાનોની એક મોટી સંખ્યાને તેમના ઘરબાર છોડી હબશના ખ્રિસ્તી રાજ્યમાં (જેની રોમનો સાથે સંધિ હતી) શરણ લેવું પડયું. એ વખતે રોમન સામ્રાજ્ય ઉપર ઈરાનના કબજાની ચર્ચા લોકોમાં ચાલી રહી હતી. મક્કાના મુશ્રિકો આના માટે ખૂબ હરખાઈ રહ્યા હતા અને મુસલમાનોને કહેતા હતા કે જુઓ ઈરાનના અગ્રિપૂજકો વિજય મેળવી રહ્યા છે અને વહી તથા પયગમ્બરીના માનનારા ખ્રિસ્તીઓ પરાજય ઉપર પરાજય ખાતા જઈ રહ્યા છે, આવી જ રીતે અમે અરબસ્તાનના મૂર્તિપૂજકો પણ તમને અને તમારા દીનને ખતમ કરી દઈશું.

આ પરિસ્થિતિમાં કુઆર્નેમજીદની આ સૂરઃ ઉતરી અને તેમાં આ આગાહી કરવામાં આવી કે ‘નજીકના પ્રદેશમાં રોમનો પરાજિત થઈ ગયા છે, પરંતુ આ પરાજય પછી થોડા વરસોમાં જ તે વિજયી થઈ જશે, અને તે દિવસ એ હશે જ્યારે અલ્લાહે આપેલા વિજયથી ઈમાનવાળા લોકો ખુશ થઈ રહ્યા હશે.’ આમાં એકના બદલે બે આગાહીઓ હતી. એક આ કે રોમનોને વિજય પ્રાપ્ત થશે. બીજી આ કે મુસલમાનોને પણ એ જમાનામાં વિજય મળશે. બાહ્ય રીતે તો દૂર દૂર સુધી આના ચિહનો હતા નહીં કે આમાંથી કોઈ એક આગાહી પણ થોડા વરસમાં સાચી પડી જશે. એક તરફ જૂજ મુસલમાનો હતા જે મક્કામાં માર ખાઈ રહ્યા હતા અને હડસેલવામાં આવી રહ્યા હતા અને આ આગાહી પછી પણ આઠ વરસ સુધી તેમના માટે વિજયની કોઈ સંભાવના કોઈને દેખાતી ન હતી. બીજી તરફ રોમના પરાજયો દિવસે દિવસે વધતા ગયા. ઈ.સ.૬૧૯ સુધી સમસ્ત મિસ્ર ઈરાનના કબજામાં જતું રહ્યું અને અગ્નિપૂજક સેનાઓએ તરાબિલસ નજીક પહોંચી તેમના વિજય ધ્વજ લહેરાવી દીધા. એશિયા માઈનારોમાં ઈરાની સેનાઓ રોમનોને મારતી કચડતી બોસ્ફોરસના કાંઠા સુધી પહોંચી ગઈ અને ઈ.સ.૬૧૭ તેમણે કોન્સ્ટન્ટીપોલ સામે ખિલકદૂન (આજનું કાઝીકોઈ) ઉપર કબજા કરી લીધો. કૈસરે ખુસરૌ પાસે એલચી મોકલી ખૂબજ આજીજીપૂર્વક પ્રાર્થના કરી કે હું કોઈપણ ભોગે સંધિ કરવા માટે તૈયાર છું. પરંતુ તેણે જવાબ આપ્યો કે ‘હવે હું કૈસરને ત્યાં સલામતી નહીં આપું જ્યાં સુધી તે પગમાં બેડીઓ સાથે મારી સામે હાજર ન થાય અને તેના શૂળીવાળા ખુદાને છોડી અગ્નિદેવતાની બંદગી અપનાવી ન લે.’ છેવટે કૈસર એટલી હદે પરાજિત થઈ ગયો કે તેણે કોન્સ્ટન્ટીપોલ છોડી કર્તાજિના (આજનું ટયૂનિસ) સ્થળાંતર કરી જવાનો ઈરાદો કરી લીધો, આમ અંગ્રેજ ઇતિહાસકાર ગિબનના શબ્દોમાં, કુઆર્નમજીદની આગાહી પછી સાત-આઠ વરસ સુધી પરિસ્થિતિ આવી હતી કે કોઈ માણસ આ કલ્પના સુદ્ધાં કરી શકે તેમ ન હતો કે રોમન સામ્રાજ્ય ઈરાન ઉપર વિજય મેળવી લેશે, બલકે વિજયની વાત તો દૂર રહી એ વખતે તો કોઈને આ આશા પણ ન હતી કે હવે આ સામ્રાજ્ય ટકશે કે કેમ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here