અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. ર૯. સૂરઃ અન્‌કબૂત

0
197

કુઆર્નની આ આયતો જ્યારે ઉતરી ત્યારે મક્કાના કાફિરોએ તેમની ઘણી મજાક ઉડાવી અને ઉબ્બે બિન ખલફે હઝરત અબૂબક્ર રદિ. સાથે શરત લગાવી કે જા ત્રણ વરસની અંદર રોમનો વિજય થઈ જાય તો દસ ઊંટ હુ આપીશ નહીં તો દસ ઊંટ તમારે આપવા પડશે. નબી સ.અ.વ.ને આ શરતની જાણ થઈ ત્યાં આપે કહ્યું કે કુઆર્નમાં ‘ફી બિદઈ સિનીના’ શબ્દો છે, અમે અરબી ભાષામાં ‘બિદઈ’ શબ્દ દસથી ઓછા માટે લાગુ પડે છે. એટલા માટે દસ વરસની અંદરની શરત કરો અને ઊંટોની સંખ્યા વધારીને ૧૦૦ કરી દો. આમ અબૂબક્ર રદિ.એ ઉબ્બે સાથે ફરી વાત કરી અને નવેસરથી આ શરત નક્કી થઈ કે દસ વરસની અંદર બંને પક્ષમાંથી જેની વાત ખોટી પુરવાર થશે તે ૧૦૦ ઊંટ આપશે.

ઈ.સ.૬રરમાં આ તરફ નબી સ.અ.વ. હિજરત કરી મદીના તૈયિબહ આવી ગયા, અને બીજી તરફ કૈસર હિરકલ ચૂપચાપ કોન્સટન્ટીપોલથી કાળા સમુદ્રના રસ્તે તરાબઝૂન તરફ રવાના થયો.  જ્યાં તેણે ઈરાન ઉપર પાછળથી હુમલો કરવાની તૈયારી શરૂ કરી. આ જવાબી હુમલાની તૈયારી માટે કૈસરે ચર્ચ પાસેથી પૈસા માંગ્યા અને ખ્રિસ્તી ચર્ચના મુખ્ય બિશપ સર્જિયસે ખ્રિસ્તીમતને અગ્નિપૂજકમતથી બચાવવા માટે ચર્ચમાં મળેલી ભેટોની રકમો વ્યાજે ઉધાર આપી. હિરકલે પોતાની ચઢાઈ ઈ.સ.૬ર૩માં આર્મેનિયાથી શરૂ કરી અને બીજા વરસે ઈ.સ.૬ર૪માં તેણે આઝરબૈજાનમાં ઘૂસીને જરથુષ્ટના જન્મસ્થળ અરમિયહ (કલોરૂમિયા)નો નાશ કરી દીધો અને ઈરાનીઓના સૌથી મોટા અગ્નિમથકને ધ્વસ્ત કરી નાખ્યો. ખુદાની કુદરતનો ચમત્કાર જુઓ કે આ જ વરસ હતું જેમાં મુસલમાનોને બદ્ર મુકામે પહેલી વખત મુશ્રિકો સામે નિર્ણાયક વિજય પ્રાપ્ત થયો. આમ એ બંને આગાહીઓ જે સૂરઃ રૂમમાં કરવામાં આવી હતી, દસ વરસની મુદ્દત પૂરી થતા પહેલાં એક જ સમયે પૂરી થઈ ગઈ.

પછી રોમન લશ્કરો ઈરાનીઓને સતત હડસેલતા ગયા. નૈનવાના નિર્ણાયક યુદ્ધ (ઈ.સ.૬ર૭)મ્‌ તેમણે ઈરાની સલતનતની કેડ ભાંગી નાખી. આ પછી ઈરાનના રાજાઓના મથક દસ્તગર્દ (દસ્કરતુલમલિક)નો નાશ કરી નાખ્યો અને આગળ વધી હિરકલ સેના બરબાર ‘તૈસફૂન’ સામે પહોંચી ગઈ જે તે વખતે ઈરાનનું પાટનગર હતું. ઈ.સ.૬ર૮માં ખુસરૌ પરવેઝ વિરુદ્ધ ઘરની અંદર બળવો થયો અને તેને કેદ કરવામાં આવ્યો, તેની આંખો સામે તેના ૧૮ દીકરાઓની હત્યા કરી નાખવામાં આવી અને થોડા દિવસ પછી તે પોતે કેદખાનાની સખ્તાઈઓથી મરી ગયો. આ જ વરસ હતું જેમાં હૂદૈબિયહની સંધિની ઘટના ઘટી જેને કુઆર્ન ‘મહાન વિજય’ (ફત્હે અઝીમ) ગણાવે છે, અને આ જ વરસ હતું જેમાં ખુસરૌના પુત્ર કબાદ બીજાએ તમામ રોમન કબજા હેઠળના વિસ્તારોને છોડાવી અસલ ક્રોસ પાછું આપી રોમ સાથે સંધિ કરી લીધી. ઈ.સ.૬ર૯મા કૈસર ‘પવિત્ર ક્રોસ’ને તેની જગ્યાએ સ્થાપિત કરવા માટે જાતે બયતલમકાદિસ ગયો અને એ જ વરસે નબી સ.અ.વ. ઉમરતુલકઝા અદા કરવા માટે હિજરત કરી પછી પહેલી વખત મક્કા મુઅઝઝમામાં દાખલ થયા.

આ પછી કોઈના માટે પણ આ વાતમાં શંકાની કોઈ ગુંજાયશ ન રહી કે કુઆર્નની આગાહી તદ્દન સાચી હતી. અરબસ્તાનના સંખ્યાબંધ લોકો આની ઉપર ઈમાન લઈ આવ્યા. ઉબૈય બિન ખલફના વારસદારોએ હાર કબૂલી શરતના ઊંટ અબૂબક્ર સિદ્દીક રદિ.ને સોંપવા પડયા. તે તેમને લઈને નબી સ.અ.વ. પાસે હાજર થયા. નબી સ.અ.વ.એ હુકમ આપ્યો કે તેમને સદકામાં આપી દેવામાં આવે કારણ કે શરત એ સમયે થઈ હતી જ્યારે શરીઅતમાં જુગારની મનાઈનો હુકમ આવ્યો ન હતો, પરંતુ હવે મનાઈનો હુકમ આવી ગયેલો હતો એટલા માટે યુદ્ધ ચઢેલા કાફિરો પાસેથી શરતનો માલ તો લઈ લેવાની પરવાનગી આપી દેવામાં આવી પરંતુ હુકમ આપવામાં આવ્યો કે તેનો પોતે ઉપયોગ કરવાને બદલે સદકો કરી દેવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here