અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. ૩૦. સૂરઃ રૂમ

0
179

તે સજીવમાંથી નિર્જીવને કાઢે છે અને નિર્જીવમાંથી સજીવને કાઢી લે છે અને ધરતી તેના મૃત્યુ પછી જીવન બક્ષે છે.રપ એવી જ રીતે તમે લોકો પણ (મૃત અવસ્થામાંથી) કાઢી લેવામાં આવશો. (રુકૂઅ-ર)

તેનીર૬ નિશાનીઓમાંથી આ છે કે તેણે તમને માટીમાંથી પેદા કર્યા. પછી તમે એકાએક તમે મનુષ્ય છો કે (ધરતી)માં ફેલાતા જઈ રહ્યા છો.ર૭

(રપ) એટલે કે ખુદા જે ખુદા હરપળે તમારી આંખો સામે આ કામ કરી રહ્યો છે તે આખરે માનવીને મરી ગયા પછી બીજી વખત જીવનમાં આપવા માટે લાચાર કેવી રીતે હોઈ શકે છે ? તે પળેપળ જીવતાં મનુષ્યો અને પ્રાણીઓમાંથી મળ (વેસ્ટ મેટર) બહાર કાઢી રહ્યો છે જેમની અંદર જીવનનો અણસાર સુદ્ધા હોતો નથી. તે પળેપળ નિર્જીવ પદાર્થોમાં (ડ્ઢીટ્ઠઙ્ઘ સ્ટ્ઠંંિ) જીવનનો આત્મા ફૂંકી અસંખ્ય જીવતા પશુઓ, વનસ્પતિઓ અને મનુષ્યો અસ્તિત્વમાં લાવી રહ્યો છે, જા કે એ પદાર્થોમાં પોતાની રીતે, જેમાંથી આ જીવતા અસ્તિત્વોના શરીર સંયોજિત થાય છે, સહેજ પણ જીવન હોતું નથી. તે હરપળે આ દૃશ્ય તમને દેખાડી રહ્યા છે કે બિનખેતીલાયક અફળદ્રુપ જમીનને જેવું પાણી મળે છે કે તરત જ તે પ્રાણી જીવન અને વનસ્પતિજીવનના ખજાના ઓકવા માંડે છે. આ બધું જાઈને પણ જા કોઈ માણસ આ માનતો હોય કે આ જીવ જગતના કારખાનાને ચલાવનાર ખુદા મનુષ્યના મરી ગયા પછી અને બીજી વખત જીવતો કરવા માટે અસમર્થ છે તો હકીકતમાં તે અક્કલનો આંધળો છે. તેની સગી આંખો જે બાહ્ય દૃશ્યો જુએ છે, તેની અક્કલની આંખો તેમની અંદર દેખાતા સ્પષ્ટ સત્યોને જાતી નથી.

(ર૬) ધ્યાનમાં રહેવું જાઈએ કે અહીંથી રુકૂઅના સમાપન સુધી અલ્લાહતઆલાની જે નિશાનીઓ વર્ણવવામાં આવી રહી છે તે એક તરફ તો ઉપરની આયતોના અનુસંધાનમાં આખિરતના જીવનની સંભાવના અને તેના ઘટવા માટે દીલ કરે છે, અને બીજી તરફ આ જ નિશાનીઓ આ વાત માટે પણ દલીલ કરે છે કે આખું જગત ન તો ખુદા વિનાનું છે અને ન તો આમાં અનેક ખુદાઓ છે, બલકે ફકત એક ખુદા આનો એકલો સર્જક, સંચાલક, માલિક અને હાકેમ છે જેના સિવાય મનુષ્યોનો કોઈ ખુદા ન હોવો જાઈએ. આવી રીતે આ રુકૂઅ તેના વિષયની દૃષ્ટિ આગળના પ્રવચન અને હવે પછીના પ્રવચન, બંને સાથે જાડાયેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here