“અલ બરકાહ ઇન્ટરેસ્ટ ફ્રી કો-ઓપરેટીવ સોસાયટી”ની વાર્ષિક સભા યોજાઈ

0
219

૨૧-૭-૨૦૧૯, રવિવારના રોજ, અલ-ફલાહ ઇસ્લામિક સ્કૂલ, અહમદાબાદ ખાતે  “અલ બરકાહ ઇન્ટરેસ્ટ ફ્રી કો-ઓપરેટીવ સોસાયટી”ની વાર્ષિક સભા યોજાઈ ગઈ. આ સભામાં અલ-બરકાહ સોસાયટીના ૭૦ જેટલા સભ્યો હાજર રહ્યા હતા. સભામાં વાર્ષિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા અને નવી એક્ઝીક્યુટી બોડીની નિમણૂંક કરવામાં આવી હતી. આ સમગ્ર સભા દરમ્યાન સંસ્થાના જે સંસ્થાના સભ્યોને સોસાયટીના વિશે પોતાના પ્રશ્નો, નીતિ-નિયમો જણાવી દેવામાં આવ્યા હતા.

સંસ્થાના અત્યારે ૨૯૦ જેટલા સભ્યો છે. આ તમામ સભ્યોને સારૂ ડીવીડન્ટ પણ ચૂકવવામાં આવ્યું છે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મહેરુન્નિસા દેસાઈ ચીફ-ગેસ્ટ તરીફે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના અનુભવો જે તે પોતાની સંસ્થા ‘અમવા’માં મેળવ્યા છે તે સોસાયટીના સભ્યો સાથે શેર કર્યા હતા.

આ કાર્યક્રમમાં સંસ્થાના અધ્યક્ષ માસ્ટર બશીર ખાન, સંસ્થાના સેક્રેટરી કલીમ અન્સારી, સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી શેહઝાદ શેખ, સંસ્થાના ખજાનચી તનવીર આલમ કુરૈશી અને કારોબારીના સભ્યો સૈયુમ ખાને પોતપોતાના વકતવ્યમાં સોસાયટીના જુદા જુદા વિષયો ઉપર વાત મુકી હતી. આ કાર્યક્રમનો સફળ સંચાલન નુરૂલહુદા શેખ અને ખાલિદ રાજપૂતે કર્યું હતું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here