આખિરત ઉપર ઈમાન

0
322

(૩) અનુવાદ ઃ હઝરત જાબિર રદિ.થી રિવાયત છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, જ્યારે મૈયતને કબ્રમાં દાખલ કરવામાં આવે છે  તો તેનીસામે સૂર્યના સૂર્યાસ્તની સમીપનું  દ્રશ્ય રજુ કરવામા આવે છે તે પોતાની આંખો મસળતો ઊઠઈ જાય છે, અને કહે છેકે મને નમાઝ અદા કરી લેવા દો. (ઇન્બે માજહ)

સમજૂતી ઃ કબ્ર અથવા આલમે બરઝકમાં ઊઠવાઅને વાતચીત કરવાનો મૂળ સંબંધ શરીરથી નથી, બલ્કે માનવીના રૂહાની(આધ્યાÂત્મક) અÂસ્તત્વથી છે.આ હદીસમાં એક મોમિન વ્યÂક્તનો ઉલ્લેખ છે, જેને દુનિયામાં નમાઝની ચિંતા લાગેલી રહેતી હતી. આવી વ્યÂક્ત પાસે જ્યારે ફરિશ્તા આવશે તો તેને એવુ અનુંભવાશે કે જાણે સાંજ થઈ રહી છે, અને તેણે હજી અસ્રની નમાઝ અદા નથી કરી, તેને સૌથી પહેલા પોતાની નમાઝની ચિંતા હશે.

(૪) અનુવાદઃ   હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફરમાવ્યું,  જ્યારે મોમિનના મૃત્યુનો સમય આવી જાય છે તો રહેમતના ફરિશ્તા સફેદ રેશમ રેશમનું કાપડ લઈને આવે છે અને કહે છે કે નીકળી આવો, આ Âસ્થતિમાં કે તમે તેનાથી(અલ્લાહથી) રાજી હોવ અને હવે તમારાથી રાજી હોય અલ્લાહની રહેમત અને ફુલ -છોડવા તરફ જે પ્રકોપિત નથી. તો એ નીકળે છે ખૂબ જ ઉમદા મુશ્કની ખુશ્બૂની જેમ, તે એટલે સુધી કે હાથો-હાથ તેને એકબીજાથી લઇ લે છે એટલે સુધી કે આકાશના દરવાજાઓ પર લઈને પહોંચે છે. (આકાશવાળા ફરિશ્તા) કહે છે. કેટલી સસરસ છે આ ખુશ્બૂ જે જમીન તરફથી તમારી પાસે આવી છે. પછી તેને મોમિનોની રૂહ પાસે લાવવામાં આવે છે તો તેઓ તેને મળી તેનાથી ઘણાં વધારે ખુશ થાય છે, જેટલી ખુશી કે તમારામાંથી કોઇને ગાયબ (અનુપÂસ્થત) વ્યÂક્તથી મળીને થાય છે જે તેની પાસે આવી  જાય. પછી તે તેનાથી પૂછે છે કે ફલાણી વ્યÂક્તના હાલ શું છે । તો (તેમનામાંથી કેટલાક લોકો )કહે છે કે તેમને છોડો કે આ લોકો દુનિયાના રંજ-ગમ ।દુઃખ અને વ્યથામાં સપડાયેલા હતા.(તેમને કંઈક આરામ કરવા દો) પછી જ્યારે કહે છે કે ફલાણી વ્યÂક્ત મૃત્યુ પામી , શું તમારી પાસે નથી આવી ।તેઓ કહે છે તેને તેના ઠેકાણા હાલિમા (દોઝખ,નર્ક) તરફ લઇ ગયા.

અને જ્યારે કાફિરના મૃત્યુનો સમય આવે છે તો અઝાબ (પ્રકોપ)ના ફરિશ્તા કંતાન લઇને આવે છે પછી કહે છે કે નીકળો આ Âસ્થતિમાં કે તમે તેનાથી (અલ્લાહથી) નારાજ અને એ તમારાથી નારાજ છે. અલ્લાહ અઝાબની તરફ તો એ મુર્દારની અત્યંત ખરાબ દુર્ગંધની જેમ નીકળે છે તે એટલે સુધી કે તેને ધરતી જમીનના ધરવાજા પર લાવે છે તો તેઓ કહે છે કે આ કેવી (સડેલી )દુર્ગંધ છે. તે એટલે સુધી કે તેને કાફિરોની રૂહોમા દાખલ  કરી દે છે.(મસાઇ)સમજુતી ઃ આ હદીસથી જણાય છે કે બરઝખની દુનિયા એક અલગ જ દુનિયા છે.જેની વ્યવસ્થા અને કાયદાઓનો આ જીવનમાં ખરી રીતે અંદાજા નથી લગાવી શકાતો. હદીસોમાએ જગત વિષે જે વાતો બતાવામાં આવી છે તેમનાથી અંદાજા થાય છે કે આલમે-બરઝખ, એક વિશાળ-વિસ્તૃત જગત છેકે જ્યાં પહોંચનારી રૂહની એ રૂહો સાથે મુલાકાત પણ થાય છે કે જે તેનાથી પહેલાં ત્યાં પહોંચેલી  હોય છે તે દુનિયાનો હાલ પણ પુછે છે. આનાથી જણાયુ કે દુનિયા સાથે તેમનો એખ રીતે સંબંધ બાકી રહે છે.  આ  રિવાયતથી આ વાસ્તવિકતા ઉપર પણ પ્રકાશ પડે છે કે આલમે બરઝખમા નેક લોકોનો દરજ્જા અને ઠેકાણું બૂરા લોકોથી અલગ હોય  છે. નેક લોકોને ઉચ્ચ દરજ્જા એનાયત કરવામાં આવે છે.બૂરા લોકોને પતનની ગર્તામાં નાંખી દેવામાંં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here