આત્મવિશ્વાસ અને ભરોસોઃ વર્તમાન સંજાગોમાં તાતી જરૂર

0
153

હાલમાં ભારતીય મુસ્લિમો જે પરિસ્થિતિનો ભોગ બની રહ્યા છે, તેમાં તેમને સૌથી વધારે જો કોઈ વસ્તુની જરૂર છે તો તે ફક્ત એટલી જ છે કે તેમની અંદર ઈમાનની શક્તિ વધે અને તેના દ્વારા ઉમ્મીદ, આત્મવિશ્વાસ, સંઘર્ષ અને પોતાની તાકાત ઉપર અને સંજોગોને બદલવાનો સંકલ્પ પેદા થાય. પરંતુ આ સમયે એવું લાગે છે કે જાણે બૌદ્ધિકો અને લેખકોના એક વર્ગે ભય, બીક, આત્મનિંદા અને નિરાશા-હતાશા ફેલાવવી તેમનું લક્ષ્ય બની ગયું છે. અકસ્માતો અને ઘટનાઓની અતિશ્યોક્તિભર્યા અને કેટલીકવાર પાયાવિહોણા અર્થઘટન, ભવિષ્ય વિશે અત્યંત તીવ્ર પ્રકારનો ભય અને ચિંતાને પ્રોત્સાહન, દરેક કિસ્સામાં ઉમ્મતે મુસ્લિમા પર નિંદા  અને આખી દુનિયાને ખાતરી આપવાનો પ્રયત્ન કે બધા દુશ્મન છે.. આવી વિચારસરણી ધરાવનાર વર્ગોના કેટલાક લક્ષણો છે. સોશ્યલ મીડિયા જેવા ઝડપી અને અસંગઠિત માધ્યમોએ આ વિચારો અને તેમની અસરને ફેલાવવાનું ખૂબ જ સરળ બનાવ્યું છે. થોડા દિવસો પહેલાં અચાનક એવા સમાચાર સામે આવ્યા હતા કે સરકારે દ્ગઇઝ્રને આખા દેશમાં લાગુ કરવાની ઘોષણા કરી હતી, અને તે જ વ્યક્તિની નાગરિકતા સ્વીકારવામાં આવશે જે દસ્તાવેજો દ્વારા પોતાના અને પોતાના પૂર્વજોના ઇ.સ. ૧૯૫૧માં ભારતીય નાગરિક હોવાની સાબિતી રજૂ કરી શકશે. આ સમાચારથી દેશભરમાં ભયનું વાતાવરણ પ્રસરી ગયું. અર્ધ-બૌદ્ધિકોનું સમગ્ર લશ્કર મેદાનમાં ઊતરી આવ્યું. કોઈને પોપ્યુલેશન રજિસ્ટર ગેઝેટ નોટિફિકેશન મળ્યું તો જાણે આ દાવાના દસ્તાવેજી સબૂત મળી ગયા. દ્ગઇઝ્ર આસામના જરૂરી દસ્તાવેજોની કોપી હાથ લાગી તો કોપી-પેસ્ટ કરીને સમગ્ર દેશમાં એનઆરસીનો જરૂરી દસ્તાવેજ જાહેર કરાયો. થોડા જ કલાકોમાં, આ બધી અપૂર્ણ, ખામીયુક્ત અને વિકૃત માહિતી સમગ્ર દેશમાં સામાન્ય બની ગઈ. લિંચિંગની ઘટનાઓની રિપોર્ટીંગ એવી રીતે થવા લાગ્યો કે હવે દેશમાં મુસ્લિમો સલામત જ નથી. એક શ્રીમાને લખ્યું કે દિલ્હી રોડ પર વાહન ચલાવતા સમયે તેમને લિંચિંગ થવાનો ભય હોય છે. કોઈએ ટ્રેનમાં ટોણા માર્યા તો બીજા દિવસે સોશ્યલ મીડિયા ઉપર લખી દેવામાં આવ્યું કે મારી લિંચિંગ કરવાની કોશિશ કરવામાં આવી, હું બચી ગયો. એવું ઘણીવાર કહેવામાં આવે છે કે દેશનો મોટો ભાગ હવે સંપૂર્ણપણે સાંપ્રદાયિક અને ઇસ્લામ વિરોધી બની ગયો છે. જેઓ બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ કરે છે તેઓ અંદરથી પોતે પણ સાંપ્રદાયિક બની ગયા છે. હવે દેશમાં મુસ્લિમોનો કોઈ હમદર્દ નથી રહ્યો. તેમના લીડરો અને જમાઅતો તેમની હમદર્દ નથી, બલ્કે તેઓ પોતે પોતાના હમદર્દ નથી. દેશની પરિસ્થિતિ અંગે વિરોધ અને આક્રોશનું એક સ્વરૂપ આ પણ હોઈ શકે છે, પરંતુ તેમનું પ્રકાશન ફકત ઉર્દૂ સમાચારપત્રોમાં અને સોશયલ્‌ નેટવર્કમાં જ હોય છે, તેથી તેમનું પરિણામ ફકત ભય અને નિરાશા સિવાય કશું જ નથી.

સવાલ એ છે કે આવો ડર અને હતાશા ફેલાવીને આપણે શું પ્રાપ્ત કરવા માગીએ છીએ? જે દળો ઇસ્લામ અને મુસ્લિમોના દુશ્મન છે, તેમનું મુખ્ય ધ્યેય મુસ્લિમોને નિરાશ અને હતાશ બનાવવાનું છે. કોઈ કોમ માટે સૌથી મોટી આપત્તિ નિરાશા અને હતાશા છે. કઠિન પરિસ્થિતિઓની ઉંમર ટુંકી હોય છે, પરંતુ જો ઉત્સાહ-હીનતા અને ભયની માનસિકતા સામાન્ય બની જાય તો તેની અસરો લાંબા સમય સુધી રહે છે. આ માનસિકતા જીવનની ઉમંગ છીનવી લે છે. આત્મવિશ્વાસને ઠેસ પહોંચાડે છે. આગળ વધવા અને પ્રગતિ કરવાના ઉત્સાહને સમાપ્ત કરે છે. ભય અને હતાશા સામાન્ય બની જાય તો રાજકીય અને સામાજિક સંઘર્ષ તો દૂરની વાત છે, આર્થિક અને શૈક્ષણિક પ્રગતિની ઉત્તેજના પણ કમજોર પડી જાય છે. વ્યક્તિની જેમ સામૂહિક જૂથો માટે પણ આશા અને ભરોસો એક મહત્વપૂર્ણ બળ અને ઉત્તેજનાનો સામાન હોય છે. જો ઉમ્મીદની આશા હંમેશા ઉજ્જવળ રહે તો મોટી નિષ્ફળતા અને ભયંકરથી ભયંકર કરૂણાંતિકા પણ કોમોની કરોડરજ્જુને તોડી શકતી નથી. તેઓ આશાના તણખાઓને પણ તેમના સીનામાં રાખે છે, અને યોગ્ય સમયે હકારાત્મક પરિવર્તનની થોડી હલચલ પણ આ તણખાઓને સળગાવી દે છે. આનાથી ઊલ્ટું જો આશા અને ભરોસો ખોવાઈ જાય તો પડછાયો અને આભાસ પણ આતંક મચાવવાનું શરૂ કરી દે છે. પવનના ઝાપટાથી પણ વિનાશક વાવાઝોડાનો અહેસાસ થાય છે. આવી કોમોને મારવા માટે કોઈ દુશ્મનની જરૂર નથી પડતી. ચિંતાઓ અને ભ્રમણાઓથી પીડાઈને તે મૃત્ય પામી જાય છે.

ઇસ્લામી અકીદાઓ અને કપરી પરિસ્થિતિ

ઇસ્લામ અને ઇસ્લામી અકીદો, નિરાશા અને ભયની માનસિકતાનો સખત દુશ્મન છે. અલ્લાહ ઉપર ઈમાન અને તેના લક્ષણોની પ્રસ્તુતી, ઈમાનવાળાઓને ક્યારેય નિરાશ અને હતાશ થતા જોઈ શકતી નથી. “અલ્લાહની કૃપાથી નિરાશ ન થાઓ, તેની કૃપાથી તો માત્ર કાફિરો (અધર્મીઓ) જ નિરાશ થતા હોય છે.” (સૂરઃ યૂસુફ – ૮૭). નિરાશા અને હતાશા અલ્લાહ તઆલાને કેટલી નાપંસદ છે એનો અંદાજો કુઆર્નની આ આયતથી થાય છેઃ “જે માણસ એમ સમજતો હોય કે અલ્લાહ દુનિયા અને આખિરતમાં તેની કોઈ મદદ નહીં કરે, તે એક રસ્સા વડે આકાશ સુધી પહોંચીને કાણું પાડે, પછી જોઈ લે કે

આભાર – નિહારીકા રવિયા  શું તેની યુક્તિ કોઈ એવી વસ્તુને રદ કરી શકે છે જે તેને અપ્રિય છે ?” (સૂરઃહજ્જ – ૧૫).

આની સમજૂતીમાં મૌલાના અબુલકલામ આઝાદ રહ. લખે છેઃ

“જે વ્યક્તિએ આશા અને વિશ્વાસના બદલે શંકા અને નિરાશાનો માર્ગ અપનાવ્યો, ચાહે દુનિયાના જીવન માટે હોય કે આખિરત (પરલોક) માટે, તેને સમજી લેવું જાઈએ કે હવે તેને જીવવાનો કોઈ અધિકાર નથી. આવી વ્યક્તિ માટે એક માત્ર વિકલ્પ બાકી રહે છે કે ગળામાં ફંદો નાંખી જીવન ટૂંકાવી લે! સુબ્હાનલ્લાહ, આ એક આયત માનવ જીવનની બધી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. જીવન આશા અને સંઘર્ષનું નામ છે. મોત નિરાશા અને સંઘર્ષ ત્યજી દેવાનું નામ છે. તેથી જા કોઈ કમનસીબ વ્યક્તિ નિર્ણય કરી લે કે ખુદાની પાસે તેમના માટે કંઈ જ નથી, દુનિયામાં પણ અને આખેરતમાં પણ, તો પછી તેમના માટે બાકી શું રહ્યું? શું છે જેનો આશરો લઈ તે ટકી શકે છે? અને શા માટે તે જીવિત રહે?

પરંતુ ના, ઈમાન એ આશાનું નામ છે. અને મો’મિન તે છે જે નિરાશાથી કદાપિત પરિચિત થઈ શકતો નથી. તેની માનસિક પરિસ્થિતિ કોઈનાથી એટલી અજાણી નથી જેટલી નિરાશાથી. જીવનની મુશ્કેલીઓ તેને કેટલી પણ અસફળ બનાવે પરંતુ તે ફરી સંઘર્ષ કરશે. ભૂલો અને પાપોની ભીડ તેને કેટલી ઘેરી લે, પરંતુ તે ફરી ક્ષમા-યાચના કરશે. તે ન તો દુનિયાની

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here