આર્થિક રીતે પછાત વર્ગો માટે અનામત ન્યાયિક કસોટીમાં પાસ થઈ શકશે?

0
832

નરેન્દ્ર મોદી સરકારે ૨૦૧૪માં બંધારણીય સુધારા સાથે પોતાના કાર્યકાળની શરૂઆત કરી હતી અને ન્યાયધીશોની નિમણૂંકમાં સરકારનો હસ્તક્ષેપ રહેશે એવો ઇશારો આપી દીધો હતો પરંતુ સર્વોચ્ચ અદાલતે ૨૦૧૬માં આ સુધારાને ગેરબંધારણીય ઠેરવ્યું હતું.   કેમકે આ સુધારાથી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિના અભિપ્રાયનું પ્રાધાન્ય ઓછું થઈ જતું હતું, જે બંધારણના મૂળભૂત માળખાનો ભાગ છે. હવે સરકાર પોતાની મુદ્દત વધુ એક બંધારણીય સુધારા સાથે સમાપ્ત કરવા જઈ રહી છે, જે કદાચ સુપ્રિમ કોર્ટમાં અટવાઈ જશે. આશ્ચર્યજનક રીતે ન્યાયિક નિમણૂંકમાં ‘મેરીટ’ (યોગ્યતા) ઉપર ભાર મૂકનારી સરકાર હવે આર્થિક રીતે પછાત વર્ગોને અનામત આપી દેશની આર્થિક પછાત ૯૫% વસ્તીને ૫૯% આરક્ષણમાં સમાવી લેવા માગે છે. આ ઉપરાંત, ખાનગી ક્ષેત્રની પ્રિય સરકારે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ આરક્ષિત કવોટા રાખવાનું જણાવી દીધું છે, જા કે અશોક ઠાકુર (૨૦૦૮)ના કેસમાં સુપ્રિમે આ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો.

આર્થિક રીતે પછાત વર્ગને ૧૦% અનામત આપવાનો મોદી સરકારનો આ પ્રસ્તાવ, બીજી ઘણી બધી યોજનાઓની જેમ, નવીન કે મૌલિક નથી. પી.વી. નરસિંહ રાવની કોંગ્રેસ સરકારે આવી જ અનામત આપવાની નીતિ બનાવી હતી પરંતુ ઇન્દ્રસાહની (૧૯૯૨)ના કેસમાં નવ-ન્યાયમૂર્તિઓની ખંડપીઠે નકારી દીધી હતી. રાજ્યોમાં પણ આ પ્રકારની અનામતના પ્રયાસ કરવામાં આવ્યો હતો. – કેરળની સામ્યવાદી સરકારે (૨૦૦૮માં) કેટલાક શૈક્ષણિક અભ્યાસક્રમોમાં, રાજસ્થાનની કોંગ્રેસ સરકારે (૨૦૦૮માં) અને ગુજરાતમાં ભાજપના શાસનમાં (૨૦૧૬માં). માયાવતીએ પણ આની તરફેણ કરી છે અને સરકારની પહેલનો ટેકો આપેલ છે. અનામત એ ઐતિહાસિક ભેદભાવ અને એની અયોગ્ય અસરોને નાબૂદ કરવાનો ઇલાજ છે, તેવો દૃષ્ટિકોણ અલબત્ત ભાજપનો નથી રહ્યો.  કોર્ટે એમ પણ કહ્યું હતું કે અનામતનો હેતુ આર્થિક ઉન્નતિ કે ગરીબી નિવારણ નથી. આર્થિક પછાતપણું સામાજિક પછાતપણાને લીધે હોઈ શકે છે.

કલમ ૧૬ (૧)માં દર્શાવેલ પછાતપણું આ તબક્કાનું હોવું આવશ્યક છે જે રાજ્ય વહીવટમાં અપ્રતિનિધિત્વનું કારણ અને પરિણામ હોય. તે સંપૂર્ણ વર્ગની પછાતપણું હોવું જાઈએ. કેટલીક વ્યÂક્તઓની નહીં. આમ આર્થિક માપદંડ બંધારણની કલમ ૧૬ (૪)ને દેખીતી રીતે કાઢી નાખવા તરફ દોરી જશે.

આથી, કલમ ૧૬ (૪) હેઠળ આર્થિક પછાતપણું સામાજિક પછાતપણા હેઠળ જવાબદાર હોવુ જાઈએ.

આ ઉપરાંત આ પગલું સુપ્રિમ કોર્ટે નક્કી કરેલ ૫૦% અનામતની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. ઇન્દ્રસાહનીના કેસમાં ન્યાયમૂર્તિ થોમ્મેને જણાવ્યું હતું કે “કોઈ પણ પગલું કે જે આ ‘લઘુમતિપદો’ વધારેના આરક્ષણનો પ્રયત્ન કરશે તો એ અતિરેક અને આક્રમક ભેદભાવ કરવા બરાબર થશે.” બી.આર.આંબેડકરે ૩૦ નવેમ્બર ૧૯૪૮ના દિવસે બંધારણીય સભામાં તેમના ભાષણમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે “તકોની સમાનતા અનામત લઘુત્તમ બેઠકો માટે હોય અને ફકત પછાત જાતિઓ સારૂ જ હોય જેમનું રાજ્યમાં પ્રતિનિધિત્વ નથી.”

કલમ ૪૬માં જણાવેલ પછાત જાતિ છે જે કલમ ૧૬(૪)માં ઉલ્લેખિત પછાત વર્ગોના નાગરિકોમાં સમાવેશ થાય છે. તેથી માત્ર પછાત વર્ગો અને નહીં કે બધા જ નબળા સમૂહો અનામત માટે લાયક છે. જાતિ અને વર્ગ સમાનાર્થિ નથી. વર્ગ જાતિનો વિરોધી નથી. પરંતુ જાતિ એક બંધિયાર વર્ગ છે. આંબેડકર અનુચ્છેદ ૧૫ની આવી અનાતમની તરફદારી કરે છે અને સરકારના આ પગલાંને આવકારે છે.

એક પક્ષ તરીકે ભાજપ અનામત દ્વારા સામાજિક ન્યાયનો મતદાર ક્યારેય નથી રહ્યો. હકીકતમાં ૨૦૧૫માં સંઘના વડા મોહન ભાગવતને આરક્ષણ નીતિની સમીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં રાજકીય પછડાટની ધારણાથી ભાજપે ભાગવતની ટીપ્પણીઓને નકારી કાઢી હતી. એવી જ રીતે સરકારે ઉચ્ચ ન્યાયાલયના આદેશ પ્રમાણે આરક્ષણના એકમ તરીકે યુનિવર્સિટીને બદલે વિભાગમાં લેવાનો આદેશ આપ્યો હતો, જેનાથી યુનિવર્સિટીઓમાં અનુસુચિત જાતિ/ જનજાતિ માટે અનામત બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. એ જ રીતે સરકારી વકીલે સુપ્રીમ કોર્ટમાં એસસી/એસટી કાયદાનો અસરકારક બચાવ ન કરતાં કાયદાના લગભગ દુરૂપ્યોગને સ્વીકાર્યો હતો જેનાથી કાયદો બની શક્યો ન હતો.

ઐતિહાસિક રીતે, મોટાભાગની આરક્ષણ યોજનાઓની જાહેરાત સામાન્ય અથવા વિધાનસભાની ચૂંટણીઓ ટાણે જ કરવામાં આવે છે. રાજકીય નેતાઓ ભારતીય મતદારોને મૂર્ખ ગણે છે .. અને ભૂલી જાય છે કે ભૂતકાળમાં આવી પ્રખ્યાત ચાલોએ

આભાર – નિહારીકા રવિયા  ચૂંટણીઓમાં કોઈ ફાયદો કરાવ્યો ન હતો. રાજીવ ગાંધી ૧૯૮૯માં શાહબાનો કેસના ચુકાદાને ઉથલાવી અને બાબરી મÂસ્જદના તાળા ખોલ્યાં છતાં જીતી શક્યા ન હતા. સમાજવાદી નેતા કરપૂરી ઠાકુર અને વી.પી. સિંહ પણ તેમની આરક્ષણ નીતિઓ માટે લોકો પાસેથી અપેક્ષિત સમર્થકે મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.

મોદી સરકારની આ ચાલની કાયદેસરતા કોઈ પણ સંજાગોમાં શંકાસ્પદ છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે જણાવી જ દીધું છે કે કોઈપણ જાતના ઐતિહાસિક ભેદભાવના પુરાવા વિના માત્ર આર્થિક પછાતપણાના આધારે આરક્ષણને બંધારણમાં કોઈ ન્યાયિક જગ્યા મળતી નથી. ઇન્દ્ર સાહનીના કેસમાં નવ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે જણાવ્યું હતું કે કલમ ૪ના સુધારા સમયે સંસદમાં કહ્યું હતું કે “પછાત વર્ગો એ જાતિઓનો સંગ્રહ સિવાય બીજું કશું નથી.” અહીં વર્ગથી આશય સામાજિક વર્ગ છે. આમ, આર્થિક પછાતપણું સામાજિક પછાતપણાના ધોરણે હોવી આવશ્યક છે.

આ બાબતમાં બંધારણીય સુધારો મૂળભૂત માળખાના સિદ્ધાંતને આધીન હોવો જાઈએ. મૂળભૂત માળખાની કોઈ વ્યાખ્યા નથી અને પ્રત્યેક કિસ્સામાં અદાલત નક્કી કરે છે કે બંધારણની કઈ સુવિધાઓ મૂળભૂત માળખું બનાવે છે. મોદી સરકારને અવશ્ય આશા હશે કે મૂળભૂત માળખાના ભાગરૂપે સમાનતાના હક વિશે કેટલાક વિવાદો છે, તેથી તે ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થઈ જશે. ન્યાયમૂર્તિ કે.કે. મેથ્યુએ ઇન્દીરા ગાંધી (૧૯૮૫)ના કેસમાં કલમ ૧૪ને મૂળભૂત માળખાના ભાગરૂપે સ્વીકારી ન હોતી કેમ કે સમાનતા એ બહુરંગીન ખ્યાલ છે, એક વ્યાખ્યામાં સમાવી શકાય નહીં. તદુપરાંત, સરકાર એવી દલીલ કરી શકે છે કે સમાનતાના આદર્શોને વિસ્તૃત કરી આર્થિક રીતે પછાતો માટે પણ આરક્ષણ આપવામાં આવશે. પરંતુ એક સિદ્ધાંત તરીકે સમાનતા મૂળભૂત માળખાનું એક અંગ છે અને આમુખમાં હોદ્દા અને તકની સમાનતા પણ મૂળભૂત માળખાના અંગો સમાન છે, તેથી કોર્ટ અનામત માટેના આર્થિક માપદંડથી સંમત થઈ શકે છે.

કોઈપણ સંજાગોમાં ૧૧-સભ્યોની ખંડપીઠ ઇન્દ્રસાહનીના કેસના નિર્ણયને ઉથલાવી શકે છે પરંતુ છ મહિનામાં નિર્ણય આપી દેવો અશક્ય લાગે છે. સૌથી સંભવિત બાબત તો આ છે કે મોદી સરકારના આ પગલાને સર્વોચ્ચ ન્યાયલય ત્યાં સુધી અટકાવી દે જ્યાં સુધી બિલની બંધારણીય સ્તુત્યતાનો અંતિમ નિર્ણય ન આવી જાય. સામાજિક પછાતપણાની ગેરહાજરીમાં – આર્થિક પછાતપણાના આધારે અનામતની માન્યતા એ બાબત ઉપર નિર્ભર છે કે ઇન્દ્ર સાહનીના કેસમાં ઓબીસી અનામત માટે પછાતપણાના કયા ૧૧ માપદંડો દ્વારા આપવામાં આવી હતી – જે આ બિલ માટે સંતોષકારક બને છે કે નહીં.  (સાભાર – ઇÂન્ડયન એક્સપ્રેસ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here