આ છે ભારતની વાસ્તવિકતા

0
235

આપને યાદ હશે કે ચૂંટણી પહેલા ભાજપે રામમંદિર બનાવવાની વાત કરી હતી, રામશિલા ભેગી કરી હતી, સરદાર પટેલ અને શિવાજીની પ્રતિમાઓ બનાવવાની વાતો કરી હતી.

આ જ સુધી એક પણ કામ શરૂ થયું નથી. હા દિલ્હીમાં માત્ર ૧૬ મહિનામાં આલીશાન ભાજપ કાર્યાલય બની ગયું અને ગાંધીનગરમાં ભવ્ય કમલમ પણ બની ગયું. પરંતુ રામ મંદિર બન્યું નથી. હવે ફરી એકવાર ભાજપ નેતાઓ સમાજને છેતરવા માટે મેદાનમાં આવી ગયા છે અને આ વખતે તેઓ અમદાવાદ શહેરનું નામ બદલીને  કર્ણાવતી રાખવા સક્રિય થયા છે. કેન્દ્રમાં વાજપેયી સરકાર હતી ત્યારે શહેરનું નામ ના બદલી શકી, રર વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં છેલ્લા ૧ર વર્ષથી ભાજપનું જ શાસન છે છતાં તેઓ કર્ણાવતી નામ રાખી શકયા નથી અને હવે ફરી હિન્દુ મતદારોને છેતરવા આવી ગયા છે.

આમ હવે જ્યારે આખા ભારતમાં તેમનું જ શાસન છે ત્યારે નામ બદલવા માટે કોણ તેમને રોકે છે. કરી શકે છે, પરંતુ નહીં કરે. કારણ કે જા એમ કરવા જાય તો તેમની હિંદુત્વના નામે મતબેંક ઊભી કરવા માટે કોઈ મુદ્દો જ નહીં બને. લોકો હવે તેમની દાનત પર શંકા કરવા લાગ્યા છે. સમગ્ર દેશમાં ભાજપની લોકપ્રિયતા ઘટતી જાય છે, ત્યારે તેઓ લોકોની ધાર્મિક લાગણીઓ સાથે રમવા ફરી મેદાને આવ્યા છે. પરંતુ લોકો તેમની દાનતને ઓળખી ગયા છે. એટલા માટે જ તેઓ હવે ફરીથી કર્ણાવતીના નામની માળા જપવા લાગ્યા છે. ગુજરાતમાં ખેડૂતો બેહાલ છે, શાળાઓ બેફામ ફી ઉઘરાવે છે, યુવાનોને રોજી મળતી નથી, અને વેપારીઓ પણ હેરાન-પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ નવું ગતકડું લઈને ભાજપવાળા આવ્યા  ત્યારે લોકોએ તેમને ઓળખી લેવાની જરૂર છે. નોટબંધીના કારણે ઉદ્યોગોમાંથી કામદારોની છટણી થઈ છે. બેંકોના નાણાં ડૂબી રહ્યા છે, અને વડાપ્રધાન વિદેશોમાં આંટા-ફેરા કરે છે. ગુજરાતમાં દરરોજ હત્યાની ત્રણ ઘટના બને છે, દરરોજ આપણી બેન-દીકરીઓની આબરૂ લૂંટાય છે, લૂંટ, ચોરી, છેતરપીંડી અને ઉત્પીડનની ઘટનાઓ બનતી જાય છે. છતાં શાસકો કયારેય પણ આ સળગતી સમસ્યાઓ પર બોલતાં નથી. દલિતો પરના અત્યાચારોમાં દિન-પ્રતિદિન  વધારો થતો જાય છે. દલિતોને આજે ઘોડી પર બેસવા દેવામાં આવતા નથી, તેમને મંદિર અપાતો નથી અને સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે છતાં ભાજપના નેતાઓ કંઈ જ બોલવા તૈયાર નથી. આમ દરેક મોરચે નિષ્ફળ રહેલી સરકાર હવે નવું ગતકડું લઈને આવી છે, પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા માટે તેઓ મોટીમોટી જાહેરાતો કરે છે. ખોટા વચનો આપે છે. શાસનમાં આવતાં પહેલાં ગૌ-માંસની નિકાસ અંગે આંદોલનો કરતા હતા, આજે વિશ્વમાં ગૌ-માંસની નિકાસની બાબતમાં ભારત ચોથા ક્રમે છે, મોટામોટા કતલખાના તમામ બિનમુસ્લિમોના છે. આ કહેવાતા ગૌ-રક્ષકો એ કતલખાના સામે આંદોલન કરતાં નથી. કેમ કે પિંક રિવોલ્યુશનની વાતો કરનારાઓની કોમના નેતાઓ જ ગાયની કતલના કારખાના ચલાવતા પકડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here