ઇસ્લામનું શિક્ષણ રોશન અને દરેક યુગ માટે લાભકારી એ કોઈ જૂનવાણી કૃત્ય નથી જેની ટીકા કરી ઉતારી પાડવામાં આવે અને ઇતિહાસની કચરાપેટીમાં ફેંકવાની વાત કહેવામાં આવે

0
507
Waleed Eseily

ત્રણ તલાક બિલ” Muslim Women(Protection of Rights on Marriage ” રાજ્યસભામાં પસાર થઈ ગયા પછી વડાપ્રધાને પોતાના ટિ્વટર એકાઉન્ટ“Narendra Modi” માં આ બિલના પસાર થવા અંગે પોતાનો આનંદ અને પ્રસન્નતા વ્યક્ત કર્યાં છે.તેમણે એને ઐતિહાસિક અને ઘણું મોટું પગલું ગણાવ્યું છે. આને તેમણે મુસ્લિમ મહિલાઓનો વિજય ગણાવ્યો છે. સંસદ સભ્યોને વડાપ્રધાને આ બિલ પસાર થવા માટે અભિનંદન પણ આપ્યાં છે. આ ઉપરાંત પણ તેમણે ઘણી વાતો કહી છે. આમાં એક વાત એ પણ છે કે “પ્રાચીન અને મધ્ય યુગનો એક રિવાજ અંતે ઇતિહાસની કચરા ટોપલી સુધી મર્યાદિત થઈ ગયો છે.” ( “An archaic and mediaeval practice has finally been consigned to the dustbin of histroy.”) આ જ ટિ્વટમાં તેમણે એમ પણ જણાવ્યું છે કે આજે ભારત આનંદ માણી રહ્યું છે(India rejoices today.) વડાપ્રધાનના આ ટિ્વટમાં મધ્ય યુગની વાત થઈ છે. મધ્ય યુગ ત્રણ વિભાગોમાં વહેંચાયેલ યુરોપના પ્રણાલિકગત ઇતિહાસનો મધ્ય ભાગ છે. યુરોપનો ઇતિહાસ સામાન્ય રીતે પ્રાચીન યુગ, મધ્ય યુગ અને આધુનિક યુગમાં વહેંચવામાં આવ્યો છે. લગભગ એક હજાર વર્ષના યુગને મધ્ય યુગ- Middle Ages મધ્ય ભાગ સુધી ઇસ્લામી રાજ્યની સરહદો ઉત્તરમાં કાળા સમુદ્ર, દક્ષિણમાં મુલ્તાન , પૂર્વમાં સમરકંદ અને પશ્ચિમમાં ફ્રાન્સ અને ઔકિયાનૂસના કાંઠા સુધી વિસ્તરેલી હતી. એ યુગમાં બગદાદ, ઈરાન, ઇજિપ્ત, સ્પેન અને સિસિલીથી ઇસ્લામી વિદ્યા અને કળાઓ,અને સંસ્કૃતિ તથા સભ્યતાના નૂરાની મોજાં ઊઠી રહ્યા હતાં.અને એક દુનિયાને પ્રકાશિત કરી રહ્યા હતા. મુસલમાનો જ્યાં પણ ગયાં તેમણે ત્યાં સુંદર ઈમારતો, રંગબેરંગી પાર્ક, રસ્તા, નહેરો, બાગબગીચા, પુલ, તળાવો, મદ્રેસા, લાયબ્રેરીઓનું નેટવર્ક સ્થાપ્યું હતું. તેમણે સમગ્ર વિશ્વમાંથી masterpieces- સર્વોત્તમ કૃતિઓ- એકઠી કરી. આપણા દેશને પણ આ યુગમાં ઇસ્લામી શિક્ષણનો લાભ મળ્યો છે.
આપણા દેશમાં સન્માનીય પયગંબર સાહેબના યુગમાં જ ઇસ્લામના કિરણો પહોંચી ગયા હતા, દક્ષિણના સમુદ્રી માર્ગોથી આવેલા આરબ વેપારીઓ દ્વારા ઇસ્લામનો સંદેશ પહોંચવા લાગ્યો હતો. એક સહાબી માલિક બિન દીનાર રદિ. દક્ષિણના કેરાળાના કાંઠા પ્રદેશમાં પધાર્યા અને ત્યાંના પ્રદેશના બાદશાહની મુલાકાત લીધી .એ બાદશાહે પછી ઇસ્લામ ધર્મ અંગી કાર કરી લીધો.
ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે હિંદ ઉપખંડ અને અરબસ્તાન વચ્ચે વેપારી સંબંધો ઘણાં જૂના છે.ઇસ્લામના આગમન અગાઉ પણ આરબો દક્ષિણ ભારતના માલાબાર પ્રદેશમાં આવતા હતા. ઈસુની સાતમી સદીની આસપાસ મુસ્લિમ આરબોના આગમનની શરૂઆત થઈ. ઈ. સ.૬૨૯ માં બંધાયેલી ચેરામન મસ્જિદ હિન્દુસ્તાનની પ્રથમ જામેઅ મસ્જિદ છે. માલાબારની મોપલા કોમે સૌ પ્રથમ ઇસ્લામ અંગીકાર કર્યો. આરબો અને મોપલાઓ વચ્ચે ઉત્તમ સંબંધો હતા. મધ્ય યુગમાં ઇસ્લામે લોકોને સભ્યતા અને સંસ્કૃતિથી પરિચિત કરાવ્યા. માનવોના સર્જનહારનો સંદેશ એમના સુધી પહોંચાડ્‌યો.આ જ એ યુગ છે જેમાં મહિલાઓને સૌ પ્રથમ વાર માનવી તરીકેની કલ્પના કરવામાં આવી. એમના હક્કો નો સ્વીકાર કરવામાં આવ્યો.આ અગાઉ મહિલાઓની જે પરિસ્થિતિ હતી એ સૌની સમક્ષ છે.તેમને સૌ તુચ્છ ગણતા હતા અને તેમને દરેક પ્રકારના હક્કોથી વંચિત રાખવામાં આવતી. ધન-સંપત્તિમાં એમનો કોઈ અધિકાર ન હતો. તેમને પુરુષોની મિલ્કત માનવામાં આવતી. પુરુષોનો તેની ઉપર સંપૂર્ણ અંકુશ હતો.તેનાથી અલગ થઈ એના જીવનની કલ્પના કરવામાં આવતી જ ન હતી.પતિના મૃત્યુ પછી તો મહિલાને જીવતા રહેવાના મૂળભૂત અધિકારથી પણ વંચિત કરી દેવામાં આવતી હતી.
મધ્ય યુગમાં ઇસ્લામના ઉજ્જવળ આગમનથી મહિલાને તેનું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું .અનેક પ્રસંગોએ તે પુરુષો ઉપર સરસાઈ ધરાવતી. આમ મહિલાઓની દૃષ્ટિએ પણ ઇસ્લામનો આ યુગ સૌથી ઉજ્જવળ યુગ છે.આ યુગમાં જ મહિલાના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર થયો. તેને દરેક પ્રકારના હક્કો આપવામાં આવ્યાં. આ હક્કોમાં તલાકના હકનો પણ સમાવેશ થાય છે. જો પતિ-પત્ની વચ્ચે લગ્ન સંબંધો સુમેળપૂર્વક ચાલુ રહેવાની શક્યતા બાકી ન રહી હોય તો બન્ને એક વ્યવસ્થાના ભાગરૂપે એકબીજાથી શાંતિપૂર્ણ રીતે જુદા થઈ શકે છે. કોઈ કોઈના પ્રાણ નહીં લે. ઇસ્લામે આપેલ તલાકનો ખ્યાલ સમગ્ર વિશ્વે અપનાવ્યો છે.જે લોકો એમાં વાંધા કાઢે છે એમણે પોતે પણ આનો લાભ લીધો છે. આ બાબત દ્રષ્ટિ સમક્ષ રાખી વિચારવું જોઈએ કે ઇસ્લામની ઉજ્જવળ અને દરેક સ્થળ અને યુગ માટેની તાલીમને શું મધ્ય યુગનો એક રિવાજ ઠેરવી શકાય છે ? અને શું એને ઇતિહાસની કચરાટોપલીમાં ફેંકી શકાય છે?એ બાબત પણ સમજવાની જરૂર છે કે આ કુપ્રથા નથી બલ્કે માનવો અને સવિશેષ મહિલાઓ માટે કૃપારૂપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here