ઇસ્લામી સમાજ વિભાગ દ્વારા વિવિધ મદ્રસાઓની મુલાકાત

0
299

અગાઉથી નક્કી થયેલ કાર્યક્રમ મુજબ જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ શકીલઅહમદ રાજપૂત, સંસ્થાના ઇસ્લામી સમાજ વિભાગના સેક્રેટરી ઇલ્યાસ કુરૈશી અને મૌલાના કાશિફ કાસિમીએ દક્ષિણ ગુજરાતનો પ્રવાસ ખેડ્યો હતો, જેમાં અહમદઆબાદથી નીકળી વાપી પહોંચ્યા હતા, જે દરમ્યાન વિવિધ મદ્રસાઓ અને શહેરના અગ્રણીઓની મુલાકાત લીધી હતી.

મદ્રસા હિદાયતુલ ઇસ્લામના મોહતમીમ અને મદ્રસાના ઉસ્તાદો સાથે મુલાકાત થઈ. ત્યાં આ પ્રતિનિધિમંડળનો પરિચય કરાવવામાં આવ્યો. સાથે જ મુલાકાતનો હેતુ પણ દર્શાવાયો. જ. ઇલ્યાસ કુરૈશીએ આ મુલાકાતનો હેતુ રજૂ કર્યા બાદ દેશની વર્તમાન પરિÂસ્થતિ અંગે ટુંકમાં પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ અમીરે હલ્કા જ. શકીલઅહમદે આવા સંજાગોમાં જમાઅતે ઇસ્લામી હિંદ શું કામ કરે છે તેનો સ્પષ્ટતાપૂર્વક પરિચય રજૂ કર્યો હતો. તેમણે જમાઅતે ઇસ્લામી હિંદના તમામ શોબાઓ (વિભાગો)નો પણ પરિચય આપ્યો હતો.

ત્યારબાદ દારુલ કુઆર્ન કફલેતામાં મૌલાના કારી ઇસ્માઇલ  સાહેબ અને મદ્રસાના ઉસ્તાદોથી મુલાકાત થઈ. ત્યાંથી જામિયા ઇસ્લામિયા તાલીમુદ્દીન, ડાભેલ પહોંચ્યા. ત્યાં પણ મદ્રસાના મોહતમીમ મૌલાના અહમદ નાના ઉર્ફે બુઝુર્ગ અને ઉસ્તાદો સાથે ખૂબ જ સારી મુલાકાત રહી. રાત્રી રોકાણ અબ્દુલ કાદિર ઝાઝને ત્યાં કરી બીજા દિવસે સવારે દારુલ ઉલૂમ ફલાહે દારૈન, તડકેશ્વર ખાતે ત્યાંના મોહતમીમ મૌલાના ખલીલ સાહેબ સાથે અને ત્યાંના ઉસ્તાદો સાથે મુલાકાત થઈ. ત્યાર બાદ કાસિમીયા અરબિયા દારુલ ઉલૂમ ખરોડમાં મોહતરમ શેખ હનીફ સાહેબ અને ઉસ્તાદો સાથે મુલાકાત થઈ હતી. આવી જ રીતે દારુલ ઉલૂમ મર્કઝે ઇસ્લામી ખાતે મૌલાના મૂસા માકરોડની પૃચ્છા કરી. તેમના એક પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. ત્યાંથી નીકળી દારુલ ઉલૂમ મઝ્હરે સઆદત, હાંસોટ ગયા. ત્યાં મોહતરમ મૌલાના અબ્દુર્રહમાન સાહેબ સાથે મુલાકાત કરી ત્યાંના ઉસ્તાદો સાથે વાતચીત થઈ. દારુલ અંગેની પરિÂસ્થતિથી વાકેફ થયા. દેશ તથા સમાજની સમસ્યાઓ વિષે અમીરે હલ્કાએ ચર્ચા કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here