ઇસ્લામ અને મુસલમાનો

0
208

વિશે ગેરસમજા:

દેશમાં આજે જે કંઈ નફરતનો માહોલ જાવા મળી રહ્યો છે, અને તેને લઈને દેશની ધર્મિનરપેક્ષ પરિકલ્પના સામે જાખમ ઊભું થઈ ગયું છે તેના કારણો-પરિબળો ઘણા હોઈ શકે છે. તેમાં એક કારણ સાંપ્રદાયિક અને ફાસીવાદી બળો દ્વારા ઇસ્લામ અને મુસલમાનો વિશે બિનમુસ્લિમોમાં વિવિધ પ્રકારની ભ્રમણાઓ અને ગેરસમજા ફેલાવવામાં આવી છે તેનો મોટો હિસ્સો છે. આની આટલી હાનિકારક અસરો ઊભી એટલા માટે થઈ છે કે ઇસ્લામનો સાચો પરિચય દેશબાંધવો સુધી પહોંચી શક્યો નથી. બહુમતી લોકોએ પણ પ્રમાણિકતાથી, પ્રમાણિત સ્ત્રીતોથી ઇસ્લામને સાચી રીતે જાણવા-સમજવાનો પ્રયત્ન પણ કર્યો નથી. તેમણે મોટાભાગે એ જ માહિતીને સાચી માની લીધી, જે કોઈપણ મુદ્દાને સિફતથી ‘હિંદુ- મુસ્લિમ’ મુદ્દો બનાવીને તેનાથી રાજકીય લાભ પ્રાપ્ત કરવા માગતા લોકો તરફથી અને ભ્રષ્ટ માધ્યમોમાં પ્રસિદ્ધ થતી રહે છે, કે પછી અપ્રત્યક્ષ સાધનોથી તેમને ઉપલબ્ધ થાય છે. તેથી નફરતની આગને હવા આપવાનું કોમવાદી-ફાસીવાદી બળો માટે ખૂબ સરળ થઈ ગયું છે.

ઇતિહાસ બતાવે છે કે અહીં રાજાઓ-સુલતાનો-બાદશાહો એક-બીજાથી લડતા રહ્યા, તેમના વચ્ચે હાર-જીતનો ક્રમ ચાલતો રહ્યો. પરંતુ યુદ્ધોનું સ્વરૂપ અને ઉદ્દેશ્ય બંને રાજકીય હતા, ધર્મથી તેનો કોઈ સંબંધ અને સંદર્ભ નહોતો. પણ દેશના ઇતિહાસને તોડી-મરોડીને લોકો સામે પ્રસ્તુત કરવામાં આવ્યો. કોઈપણ બે જૂથો વચ્ચેનું યુદ્ધના પરિણામે સારી-નરસી બંને પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે. પણ ઇરાદાપૂર્વક તેના ખરાબ પાસાનો બહોળો પ્રચાર કરવામાં આવ્યો, અને સારા પાસાને કાં તો દબાવી દેવામાં આવ્યું અથવા તેને એટલું મહત્વ આપવામાં ન આવ્યું. યુદ્ધોના પરિણામે વિજેતા પક્ષ પ્રત્યે પરાજિત પક્ષમાં કડવાશ સ્વાભાવિક જ કડવાશ ઉત્પન્ન થતી હોય છે. જે ઇતિહાસ આજે સાર્વજનિક રૂપે ઉપલબ્ધ છે તેને નિહિત હેતુઓ રાખતા ઇતિહાસકારોએ તેને ઇસ્લામ વિરુદ્ધ બનાવી દીધો છ.ે ઇતિહાસ-લેખન, તેની પ્રસ્તુતિ અને તેના દુષ્પ્રચારે આ કડવાશને હવા આપવામાં મોટો ભાગ ભજવ્યો. નિહિત સ્વાર્થ ધરાવતા લોકોએ સદીઓના ઐતિહાસિક ઘટનાક્રમોને વિકૃતરૂપે રજૂ કરીને જાર-શોરથી દુષ્પ્રચાર કર્યો. આઝાદી પછી સમયાંતરે થતાં કે કરવામાં આવતા કોમી રમખાણો અને અન્ય વિવિધ પ્રકારના બનાવોને ઇસ્લામ અને આખા મુસ્લિમ સમુદાય સાથે ખોટી રીતે જાડવામાં આવ્યા. આ બધામાં દેશના પીળા પત્રકારત્વએ તેમને ભરપૂર સાથ આપ્યો. ધર્મિનરપેક્ષ અને ન્યાયપ્રિય લોકોએ આનું પણ અને તે પછી અત્યાર સુધી થવું જાઈતું હતું, પણ દુર્ભાગ્યે એવું મોટાભાગે થયું નહીં. મુસલમાનોના વાણી અને વર્તનમાં જાવા મળતી અકર્મણ્યતાએ દેશબંધુઓના મનો-મસ્તિષ્કમાં ગેરસમજા અને ભ્રમણાઓને ઘર કરવાનું સરળ બનાવી દીધું. જ્યારે પરિસ્થિતિ જ આવી હોય, તો પછી બીજી બાબતોનું કંઈ વિશેષ મૂલ્ય રહી જતું નથી. મૂલ્ય તો એ જ વાતોનું હોય છે, જેની પુષ્ટિ વ્યવહાર અને કર્મથી થઈ રહી હોય.

આને લઈને, દેશમાં એક હજાર વર્ષો ઉપરાંતથી મુસલમાનો અને બિનમુસ્લિમો સાથે રહેતા હોવા છતાં, ઉપરાંત વેપાર, ધંધાકીય લેણદેણ અને અન્ય મામલાઓમાં ડગલે-ને-પગલે તેઓ એકબીજાથી સંપર્કમાં આવતા રહેતા હોવા છતાં, હકીકત છે કે તેમના વચ્ચે એક મજબૂત દીવાલ ઊભી છે. ન તો મુસલમાનોને પોતાના દેશબંધુઓના રીત-રિવાજા, આસ્થાઓ, ઇતિહાસ અને પરંપરાઓ તેમજ અન્ય ધાર્મિક બાબતોનું જ્ઞાન છે અને ન બિનમુસ્લિમોને મુસલમાનોની આસ્થાઓ અને માન્યતાઓ, બંદગી અને ઉપાસનાની પદ્ધતિઓ, ધાર્મિક મહત્વ ધરાવતી ઓળખો અને ઇસ્લામના પાયાના શિક્ષણની સાચી માહિતી છે. સાથે રહેતા હોવા છતાં મોટાભાગે તેઓ એક-બીજાના સુખ-દુઃખના પ્રસંગોમાં ભાગ્યે જ સામેલ થતા હોય છે. આ અપરિચિતતા અને અજનબીપણું અંતરને નોંતરે છે અને અંતરને નફરતમાં બદલવું ખૂબ સરળ થઈ પડે છે.

અંગ્રેજાની ભૂમિકા :

જા કે આ અંતર અને ગેરસમજાની સ્થિતિ વધુ પુરાણી નથી. તેનો આરંભ બ્રિટિશ સામ્રાજ્યથી જ થયો છે. તેનાથી પૂર્વે સ્થિતિ ખૂબ સારી હતી. બધા ધર્મોને માનવાવાળાઓ પોતાની આસ્થા અને સંસ્કૃતિ પર કાયમ રહીને મેળ-મેળાપ અને પરસ્પર પ્રેમથી શાંતિપૂર્વક જીવન વીતાવતા હતા. કોઈને કોઈથી ફરિયાદ નહોતી. ઝધડો ક્યારેક થતો, પણ તેનું નિરાકરણ તરત જ સમજદારીથી કરી દેવામાં આવતું. ઇતિહાસનો પૂર્વગ્રહરહિત અભ્યાસ આ જ હકીકત દર્શાવે છે. મુસલમાનો અને બિનમુસ્લિમો વચ્ચે ધર્ષણ અને સંધર્ષના બીજ અંગ્રેજાએ વાવ્યા, જે વાસ્તવમાં તેમની દેશ પર શાસન કરવા માટેની જરૂરત અને મજબૂરી બંને હતા, જેને અહીંના કેટલાક સ્વાર્થી અને વિઘટનકારી જૂથોએ સાથ આપ્યો. નફરતની આ માનસિકતા ફૂલતી-ફાલતી રહી, અને પછી છેલ્લા ત્રણ-ચાર દસકાઓમાં આને ઇરાદાપૂર્વક હવા આપવામાં આવી. દેશમાં એક વિશેષ જૂથની ચોક્કસ વિચારસરણીના પાયા પર શાસન અને સત્તાની લાલસા ખૂબ પુરાણી છે, અને તેના માટે મુસ્લિમ-દુશ્મનીની આગને ફેલાવવામાં આવી. આમાં સંચાર માધ્યમોએ ખૂબ મોટી અને સક્રિય ભૂમિકા નિભાવી છે. સત્તા માટે મહદ્‌અંશે ચૂંટણી ટાણે કે ચૂંટણી કોઈપણ મુદ્દાને કે કોઈપણ સમસ્યાને ‘હિંદુ-મુસ્લિમ’ મુદ્દો બનાવી નાખવામાં આવે છે. આની હવે રાજકીય પક્ષોને ફાવટ આવી ગઈ છે. રાજકીય પક્ષ અને સંચાર માધ્યમોની જુગલબંધીની એ રીત રહી છે કે જૂઠને એટલી બધી વાર દોહરાવવું કે લોકો તેને સાચું માનવા લાગે. આવી કોશિશોથી મુસ્લિમ સમુદાયને તો નુકસાન પહોંચ્યું જ છે, સાથે દેશના વિકાસની ગતિ પણ અવરોધાઈ છે. જીડીપી અને બેરોજગારીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વધુમાં, ભારત જેવા બહુલ-ધર્મી અને ધર્મિનરપેક્ષ-પ્રજાતાંત્રિક દેશની છબી અને તેની પ્રતિષ્ઠાને વૈશ્વિક સ્તરે મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિનું વિશ્લેષણ જરૂર થવું જાઈએ.

જે કંઈ પરિસ્થિતિ આજે રાજકીય દાવપેચ અને નિહિત સ્વાર્થને લઈને દેશમાં ઊભી કરવામાં આવી છે અને જેનું વરવું સ્વરૂપ આજે આપણે એ જાઈ રહ્યા છીએ કે દેશના બંધારણ અને દેશની ધર્મિનરપેક્ષ પરિકલ્પના સામે જાખમ ઊભું થઈ ગયું છે, તેનું નિવારણ બધા ધર્માનુયાયીઓના સમજદાર-દેશપ્રેમી લોકોના સહિયારા પ્રયાસથી જ સંભવ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here