
ઇસ્લામ ધર્મ અમન, શાંતિ અને સુલેહ-સલામતીને પસંદ કરે છે. વાસ્તવિક અને સાચી અમન-શાંતિ તે છે જેની ઈમારત અદલ-ઈન્સાફના મજબૂત પાયાઓ પર ઉઠાવવામાં આવી હોય, અને જા એક જમાઅતના જુલ્મો-અત્યાચાર, અન્યાય હોય અને બીજી જમાઅત મજબૂર અને લાચાર હોય ત્યારે તેને પોતાના બચાવ માટેનો પૂરેપૂરો અધિકાર પ્રાપ્ત રહે છે, પરંતુ શરત આ છે કે તેમાં પણ જુલ્મ અને અત્યાચારનો રસ્તો અપનાવવાથી બચાવામાં આવે. કેમ કે આજ અમલમાં અને આ જ ઉપાયમાં માનવતાની રક્ષા અને બચાવ છે, માટે સમાજના સારા અને સંજીદા લોકો આવા માનવતાના દુશ્મન લોકોની ગરદન તોડવા અને કમર ભાંગવા માટે ઊભા થાય અને જે લોકો ઉપર જુલ્મ કરવામાં આવી રહ્યો હોય તેમને સાથે લઈને સામનો કરવા માટે તૈયાર થાય, અને આવું કરવું શરીઅતની નજરમાં જરૂરી અને ફર્ઝ છે. આ જ કારણે મોહસિને ઈન્સાનિયત અર્થાત્ માનવતાના ઉપકારક સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું કે જે માણસ પોતાના માલની રક્ષામાં મૃત્યુ પામે તે શહીદ છે. જે માણસ પોતાની જાનની રક્ષા કાજે મૃત્યુ ૫ામે તે શહીદ છે અને જે માણસ પોતાના દીનની રક્ષા કરવામાં મૃત્યુ પામે તે પણ શહીદ છે. (તિર્મિઝી શરીફ)
-તહમ્મુલ/બરદાશ્ત કરવું અને બુર્દબારી બંને અલગ વસ્તુ છે અને બુઝદીલી અથવા પોતાની જાતને શરણ કરી દેવું, સોંપી દેવું એ અલગ વસ્તુ છે. શૂરવીરતા અને બહાદુરી તથા આત્મવિશ્વાસ અને મજબૂત ઈરાદાએ ઝિંદા દિલવાળાઓના જીવનનું એક જરૂરી પાસું છે.
પોતાની સુરક્ષા તથા
બચાવના જરૂરી કારણો
• પોતાના અંદર આ ખૂબી પેદા કરે કે અચાનક આવવાવાળી મુસબતોનો મુકાબલો કરી શકે અને કાનૂનના અંદર રહીને પોતાના બચાવનો સામનો કરવો. માટે જ રહમતે આલમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે એવી રમતોની પ્રશંસા કરી કે જેનાથી માણસમાં તાકાત પેદ થાય, તંદુરસ્તી વધે, રહમતુલલિલ આલમીન સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું કે તમે કુશ્તી, દોડ, ઘોડે સવારી વગેરે શીખ્યા કરો અને કહ્યું કે તાકતવર મુસલમાન કમજાર મુસલમાનથી સારો અને શ્રેષ્ઠ છે. આપણા આકા સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ આટલે સુધી સાવચેતી રાખતા હતા કે ઈસ્તિન્જા માટે જતી વખતે લાકડી કે ધારદાર વસ્તુ સાથે રાખતા હતા કે કીડા, મકોડા અને તકલીફ આપવાવાળી અન્ય વસ્તુઓથી બચાવ થઈ શકે, માટે આપણા માટે જરૂરી છે કે આપણી હિફાઝત માટે અને આપણા બચાવ માટે કાનૂનના દાયરામાં રહીને બચાવનો પ્રયત્ન કરીએ.
• પોતાના બચાવમાં આ પણ સામેલ છે કે પોતપોતાના મહોલ્લામાં-એરિયામાં બધા ભેગા મળીને સુરક્ષાનું વાતાવરણ ઊભું કરે. કોઈપણ નિર્દોષ માણસ પર હુમલો થાય અથવા કોઈપણ કાર્યવાહી થાય તો દરેક માણસ તેને પોતાના ઉપર હુમલો થયો હોય એવું જાણે અને સામનો કરવા માટે ઊભો થઈ જાય. ઈજતિમાઈ તાકાત અને સામૂહિકપણે કે ઐકય બહુ તાકાત ધરાવે છે. તેને જ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું કે અલ્લાહની મદદ જમાઅતની સાથે સમૂહની સાથે હોય છે, પરંતુ જરૂરી છે કે આવી જમાઅતના લીડર નેક, સંજીદા અને ભવિષ્ય પર નજર રાખવાવાળા હોય.
• પોતાના બચાવમાં આ પણ સામેલ છે કે જે જગ્યાએ ધાર્મિકતા અને ધર્માત્માનો વાતાવરણ વધુ ગરમ હોય, અને બદમાશ માણસો અમન, શાંતિને ખતમ કરવાના ઉપર મક્કમ હોય, લાગેલા હોય તેવી જગ્યાએથી મુસલમાનોએ પોતાના ભાઈઓ સાથે અને મુÂસ્લમ આબાદીઓમાં રહેવાની કોશિશ કરવી જાઈએ કે જેનાથી તે પોતાની જાન, માલ, કારોબાર અને ઈજ્જત-આબરૂની હિફાઝત કરી શકે.
• પોતાના બચાવમાં કાયદા-કાનૂન અને બંધારણની જાણકારી પણ જરૂરી છે. મુસલમાનોની જમાઅતની આ બદકિસ્મતી છે કે દિવસે-દિવસે કાનૂનની જાણકારી ઘટતી જઈ રહી છે. માટે જરૂરી છે કે પોતાના અંદર કાયદા-કાનૂન અને બંધારણની જાણકારીને મહત્વનું સ્થાન આપે કે કયા ગુના પર કઈ કલમ લાગુ પડે છે અને સાક્ષીઓ કઈ રીતે ખરીદવામાં આવે છે. માટે આવી વાતોની જાણકારી ઘણી જ જરૂરી છે.
જા આપણે આવું નહીં કરીએ તો જુલ્મીઓ અને ગુનેગાર માણસોની હિંમત અને તાકાત વધશે અને નિરાધાર મજલૂમ માણસોની લાચારી તથા આહોમાં વધારો થશે.
• પોતાના બચાવમાં કિયાદત (આગેવાની) અને સરદારીનો પણ એક મહત્વનો ભાગ છે. આની કમજારી અને દુર્ભાગ્ય પર જેટલો અફસોસ કરીએ તેટલો ઓછો છે કે મુસલમાન હદથી વધારે તકલીફમાં દિવસો પસાર કરી રહ્યાં છે તેમ છતાં પોતાની સમસ્યાઓ માટે એક પ્લેટફોર્મ પર ભેગા થવાનું નથી જાણતા. જા કે સામૂહિકતા અને પોતાની સમસ્યા તથા અધિકારો