‘ઈન્ટરનેશનલ જસ્ટીસ ડે’ નિમિત્તે

0
246

૧૭ જુલાઈનો દિવસ વિશ્વભરમાં ‘ઈન્ટરનેશનલ  જસ્ટીસ ડે’ તરીકે ઉજવાય છે. જેથી ન્યાયનું જીવનમાં શું મહત્વ છે એના વિશે લોકોમાં જાગૃતિ લાવવામાં આવે છે. ન્યાયનો વિરોધી શબ્દ જુલ્મ અને અત્યાચાર થાય છે એટલે  કે જ્યાં ન્યાય નથી ત્યાં શાંતિ અને સલામતી પ્રસ્થાપિત થઈ શકતી નથી. આજે વિશ્વમાં લોકોના હક્કો મારવા અને તેમના પર જુલ્મ કરી પોતાની તાકાતનો પરિચય આપવો એ સામાન્ય બાબત બની ગઈ છે. આપણે આપણા દેશ ભારતમાં જાઈએ તો જ્યાં લોકતંત્રના નારાઓ લગાવવામાં આવે છે ત્યાં જ એક જૂથના લોકો દ્વારા બીજા જૂથના લોકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે.

ન્યાયતંત્ર, સુરક્ષાતંત્ર અને ભારતના બંધારણના બધા જ  હક્કો અને કાયદાઓ લોકો પોતાના હાથમાં લઈને ધર્મ, જાતિ, ભાષાના આધારે વિભાજિત થયા છે અને છેલ્લા બે-ત્રણ વર્ષમાં થઈ રહેલી મોબલિન્ચિંની ઘટનાઓએ સમાજના શાંતિ વિરોધી તત્વોની વિચારધારાનું પ્રમાણપત્ર આપે છે.

પછી તે ન્યાયના નામ કે નારાઓ લાગવાની બાબતે, એક માણસને બીજા જૂથના લોકો ટોળા મળીને મારી નાંખવું અને તેના પર રસ્તાં રહેલા લોકો અને ન્યાતતંત્રનું મૂંગા અને બહેરા બનીને જતાં રહેવું એ લોકતંત્ર પર વિશ્વાસ રાખનાર માટે આઘાતજનક છે.

સંસ્કૃતિ અને સભ્યતાના રક્ષણના નામે માનવતાની  હત્યા કયાં સુધી સ્વીકાર્ય  છે ?  ઈ.સ.ર૦૧૦થી લઈને ર૦૧૯ સુધી કુલ ર૮ લોકોનું મોબલિન્ચિંગ કરવામાં આવ્યું છે. તેમાથી ર૪ મુસ્લિમ છે.કોઈપણ દેશની પ્રગતિ અને વિકાસ માટે ત્યાં શાંતિ અને સલામતી હોવી જાઈએ તેની શીખ હંમેશાથી ઇસ્લામ આપતો રહ્યો છે. સૂરઃ નહ્‌લ (આયત ર૯૦)

અલ્લાહ ન્યાય અને ઉપકાર કરવા અને સગાઓ સાથે સદ્‌વર્તનનો હુકમ આપે છે અને બૂરાઈ તથા અશ્લીલતા અને અત્યાચાર અને અતિરેકની મનાઈ કરે છે તે તેમને શિખામણ આપે છે કે તમે બોધ ગ્રહણ કરો.

લોકોના હક્કો સચવાઈ રહે અને લોકો નિર્ભય જીવન જીવે એ માટે ન્યાયને પસંદ કરતા લોકો અને ભારતના દરેક નાગરિકનું કર્તવ્ય છે. આજે દેશમાં થઈ રહેલી ઘટનાઓ પર પ્રશ્ન ઉઠાવવા અને તેના સત્તાધારી પાસેથી એના જવાબ માંગવા અને દેશમાં થઈ રહેલી અશાંતિ દૂર કરવાના પ્રયત્નો કરવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here