ઉજ્જૈન અને ઇન્દૌર બાદ હવે મંદસૌરમાં કોમવાદી હિંસા

0
214

ગામની તસવીર જાેશો તો અહીં તૂટેલી બારીઓ, તૂટેલા કાંચ દેખાશે, દીવાલો પર ‘જય શ્રી રામ’ લખેલું વંચાય છે. આ ગામમાં રહેતા લોકો હવે અહીં પાછા ફરવા તૈયાર નથી. મધ્યપ્રદેશમાં મંદસૌર જિલ્લાનું આ દોરાના ગામ છે. આ ગામમાં વિશ્વ
હિંદુ પરિષદે એક રેલી યોજી હતી જેમાં અંદાજે પ હજાર લોકો જાેડાયા હતા. તંત્રે પણ આટલા લોકોને એકઠા થતાં અટકાવ્યા હતા, ગામના લોકોએ એસ.પી. પાસે સુરક્ષાની માગ કરી છે. લોકો કહે છે કે એક મેસેજ વાયરલ થઈ રહંયો છે કે જેમાં
ઔરંગઝેબના વંશજાેને પાઠ ભણાવવાની વાત કહેવાઈ રહી છે. તા.રપ ડિસેમ્બર ર૦ર૦ના રોજ પણ અહીં મોટી રેલી યોજવામાં આવી હતી. જેમાં જાેર-જાેરથી ગીતો
વગાડવામાં આવી રહ્યા હતા. લોકો ખૂબજ મોડે સુધી મસ્જિદની બહાર ઉભા રહ્યા હતા. ત્યારબાદ તા.ર૯મી ડિસેમ્બર-ર૦ના રોજ આવી જ એક રેલીમાં સામેલ લોકો મસ્જિદ પર ચઢી ગયા હતા અને ત્યાં ભગવો ઝંડો ફરકાવી દીધો હતો. ત્યાર પછી
પોલીસવાળાઓએ આ ઝંડો નીચે ઉતાર્યો હતો. માલવા-નીમચ ક્ષેત્રનું આ ગામ અત્યંત સંવેદનશીલ છે. અહીં હિંદુત્વવાદીઓની સારી એક પકડ છે. આ ગામમાં લગભગ પ૦૦ જેટલા ઘર છે, જેમાં ૮ર ઘર મુસ્લિમોના છે. રામમંદિર નિર્માણ માટે દાન આપવાની વાત જણાવવા માટે અહીં તા.ર૯ ડિસેમ્બર ર૦ર૦, મંગળવારના રોજ એક મોટી રેલી યોજવામાં આવી હતી. આ રેલીના અનેક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કે જેમાં એક વીડિયોમાં લોકો મસ્જિદ પર ચઢતા
દેખાઈ રહ્યા હતા. ગયા અઠવાડિયે ઉજ્જૈન અને ઇન્દૌરમાં પણ હિંસા થઈ હતી. ત્યાં પણ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાંથી જમણેરી પાંખની રેલી યોજવામાં
આવી હતી. એ રેલી દરમ્યાન પથ્થરમારો થઈ હતો, જે પછી એ વિસ્તારમાં ખૂબજ તનાવ ફેલાઈ ગયો હતો. તંત્રે એ મામલે ત્યાંના સ્થાનિકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી,
શિવરાજસિંહ ચૌહાણે પણ પથ્થરમારો કરનારાઓને ચેતવણી આપી હતી.
હાલ તો આ બાબત અટકી ગઈ હોય એવું લાગી રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં આવું ન બને તેની ખાસ કાળજી લેવી પડશે. ‘લવ-જિહાદ’ના નામે ખોટી હેરાનગતિ અને ત્યારબાદ પણ એ અંગે કડક કાયદાની વાતો કરનારાઓએ ઉપરોકત કોમી હિંસા
અંગે પણ ગંભીરતાથી વિચારવાની જરૂરત છે. જાે સમયસર આવી ઘટનાઓની નોંધ લઈ એ અંગે કોઈપણ પક્ષપાત કે ભેદભાવ વિના ન્યાયી રીતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો હાલની કટોકટીભરી પરિસ્થિતિમાં વધુ મુશ્કેલીઓ ઉમેરાશે. આ વાત દેશ તથા સમાજ હિતમાં નહીં હોય. આથી વહીવટીતંત્રે આની નોંધ લઈ યોગ્ય
અને સમયસરની કાર્યવાહી અત્યંત આવશ્યક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here