ઉદ્યોગપતિઓ માટે લોનની માફી પરંતુ સામાન્ય માણસના હિતોના રક્ષણ માટે કોઈ નીતિ નહીં

0
168

નવી દિલ્હી,

આપણા દેશ ભારતનું અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે અને તેનું પરિણામ શું આવશે એ વાત સૌને ભારે ચિંતિત કરનારી છે. આર્થિક મંદી, બેરોજગારી અને મોંઘવારી જેવી બાબતો તો છેલ્લા કેટલાક સમયથી દરેકેદરેક નાગરિકને મૂંઝવતી હતી જ અને હવે એ બધું ઓછું હોય તેમ બેન્કિંગ વ્યવસ્થાએ તેમાં મોટો વધારો કર્યો છે.

આ કેટલી ગંભીર અને ચિંતિત કરનારી બાબત છે કે એક તરફ મોટા મોટા ઉદ્યોગપતિઓ લાખો નહીં બલ્કે કરોડો રૂપિયાની લોન લઈ વિદેશ ચાલ્યા જાય છે અને બીજી બાજુ પોતાના જ પૈસા બદલાવવ અને ઉપાડવા માટે નાના વેપારીઓ તથા સામાન્ય નાગરિકોને લાઈનોમાં ઉભા રહી હેરાન થવાની નોબત આવે. સાથે જ બેંકોથી નાની-નાની રકમો લોન તરીકે લઈને ભરી ન શકનારાઓ સામે કડક ઉઘરાણી તથા કાનૂની કાર્યવાહીની વાતો કરતાં કેટલાય લોકોને આત્મહત્યા કરવી પડે છે અને કેટલાય લોકોને ભારે યાતનાઓ સહન કરવી પડી રહી છે. આ અંગે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતાઓ વ્યકત કરવામાં આવી રહી છે.

આ અંગે હાલમાં જ એચડીએફસીના ભૂતપૂર્વ ચેરમેને પણ ચિંતા વ્યકત કરી છે.

એચડીએફસી બેંકના ચેરમેન દીપક પારેખે દેશની બેન્કિંગ સિસ્ટમ અંગે ટીકા કરતા કહ્યું હં કે, આપણી બેંકો નિયમિત ધોરણે કરોડોની લોન માફી અને દેવા માફી કરે છે કંપનીઓની કરોડોની લોન માંડવાળ કરવામાં આવે છે પણ આમઆદમીની બચતોનું રક્ષણ કરવા માટે કોઈ યોગ્ય સિસ્ટમ જ નથી. આ આમઆદમીની ક્રૂર મજાક સમાન છે અને તેમને ઘોર અન્યાય થઈ રહ્યો છે. પીએમસી બેંકના કૌભાંડને કારણે કરોડો થાપણદારોના કરોડો રૂપિયા બેંકમા ફસાઈ ગયા છે. મારા મતને આમઆદમીની પરસેવાની કમાણી અને બચતનો દુરૂપયોગ થયાનું આનાથી ખરાબ કોઈ ઉદાહરણ નથી. આપણે છાશવારે કરોડોની લોન માફ કરવાની અને માંડવાળ કરવાની ખરાબ અને ખોટી સિસ્ટમ ઉભી કરી છે. પણ પ્રમાણિક લોકોની બચતના રક્ષણ માટે કોઈ વ્યવસ્થા જ નથી. વિશ્વાસ એ કોઈપણ નાણાકીય સિસ્ટમની કરોડરજ્જુ છે. કોઈએ નૈતિક મૂલ્યોની શક્તિ ઓછી આંકવી જાઈએ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here