દેશથી “રાજદ્રોહ”નો આ મામલો
૯, ફેબ્રુઆરી ૨૦૧૬ના દિવસે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (ત્નદ્ગેં)માં વિદ્યાર્થીઓનો એક કાર્યક્રમ થયો હતો. કહેવામાં આવે છે કે આ કાર્યક્રમ એક વિરોધનો કાર્યક્રમ હતો અને તેમાં અફઝલ ગુરૂ નામક એક યુવાનની મૃત્ય દંડની સજા સામે વિરોધ કરતાં દેશ વિરોધી સૂત્રો પોકારવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓ કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાલ ભટ્ટાચાર્યાની ધરપકડ કરવામાં આવી. પરંતુ અમુક દિવસો બાદ જામીન ઉપર છોડી મૂકવામાં આવ્યા. હવે ત્રણ વર્ષો પછી દિલ્હી પોલીસના સ્પેશિયલ સૅલે દેશદ્રોહ (જીર્ઙ્ઘૈંહ)ની ચાર્જશીટ દાખલ કરી છે, અને કહ્યું છે કે ૯ ફેબ્રુઆરીનો કાર્યક્રમ દેશ વિરુદ્ધ એક આયોજનબદ્ધ કાવતરૂં હતું. આ ચાર્જશીટ આ ત્રણેય સિવાય સાત કાશ્મીરી વિદ્યાર્થીઓ વિરુદ્ધ પણ દાખલ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓનો સંબંધ જે.એન.યુ., જામિઆ મિÂલ્લયા ઇસ્લામિયા અને અલીગઢ મુÂસ્લમ યુનિવર્સિટીથી છે. સામાન્ય વિચાર આ જ છે કે આની પાછળ દિલ્હી પોલીસનો આશય કેન્દ્રીય સરકારની ચૂંટણીની વ્યૂહરચનાથી છે. તેથી, આ પગલું લોકસભાની આવનારી ચૂંટણીમાં રાજકીય લાભ ઉઠાવવા માટેના ઇરાદાથી કરવામાં આવ્યું છે. કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટચાર્યાએ પણ આ જ કહ્યું છે. આ લોકોએ દિલ્હી પોલીસ અને વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી છે કે તેમણે ચાર્જશીટ દાખલ કરીને પોતાની જાતને પોતે ખુલ્લી પાડી દીધી છે.
અને આ “મજબૂત” લોકશાહી
દિલ્હી પોલીસની આ ચાર્જશીટમાં ટિપ્પણી કરતાં અંગ્રેજી દૈનિક ‘હિંદુસ્તાન ટાઇમ્સ’એ સંપાદક લખ્યું છે “મજબૂત અને સ્વતંત્ર લોકશાહીને આ છાજતું નથી કે પોતાના નાગરિકો વિરુદ્ધ યુદ્ધ છેડી દે… આઈપીસીની કલમ ૧૨૪-એ એક દમનકારી કલમ છે જેને અંગ્રેજાની સરકાર પોતાના વિરોધીઓ એટલે એ નાગરિકો વિરુદ્ધ ઉપયોગ કરતી હતી જે સ્વતંત્રતાની વાત કરતા હતા. હવે આ જ કાર્ય સ્વતંત્ર સરકારો પણ કરી રહી છે… આ કલમને તરત જ રદ કરી દેવી જાઈએ…” પ્રતિષ્ઠિત કાયદાશા†ી અને દેશના ભૂતપૂર્ત એટર્ની જનરલ સોલી જે. સોરાબએ ૧૭ જાન્યુઆરીના ‘ઇÂન્ડયન એક્સપ્રેસ’માં લખ્યું છે કે “વિદ્યાર્થીઓના સૂત્રો દેશ દુશ્મન જેવા ન હતા. સરકાર ઉપર ટીકા કરવું અથવા તેના કોઈ પગલાં સામે બોલવું દેશથી રાજદ્રોહ હેઠળ નથી આવતું…” ઘણાં નિરીક્ષકો અને નિષ્ણાંતોએ પણ દિલ્હી પોલીસની ચાર્જશીટનો વિરોધ કર્યો છે. રાજદ્રોહ (Sedition) આઈ.પી.સી.ના મૂળ વિભાગ ૧૨૪નો ભાગ નથી જેને અંગ્રેજ સરકારે ઈ.સ. ૧૮૬૦માં મૂક્યો હતો. તેને બાદમાં ઈ.સ. ૧૮૭૦માં ૧૨૪-એ બનાવવામાં આવ્યો અને સ્વતંત્રતા સૈનાનીઓ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવ્યો.
પરંતુ અહીં લોકશાહી શું છે
યોગ્ય લાગે છે કે અહીં અમુક વાતચીત ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ની આ પ્રતિક્રિયા ઉપર પણ કરવામાં આવે કે “એક મજબૂત (સ્ટ્ઠેંિી) અને સ્વતંત્ર લોકશાહી (ન્ૈહ્વીટ્ઠિઙ્મ ડ્ઢીર્દ્બષ્ઠટ્ઠિષ્ઠઅ)ને આ છાજતું નથી કે પોતાના નાગરિકો વિરુદ્ધ યુદ્ધ છેડી દે” એટલે ભારતીય લોકશાહી હવે સંપૂર્ણ રીતે મજબૂત કાર્યશીલ, સભાનતાપૂર્ણ અને તટસ્થ લોકશાહી બની ચૂકી છે, જેથી તેને આ જ સ્થાનથી અમલ કરવું જાઈએ. પરંતુ સત્ય આ છે કે ભારતીય લોકશાહી હજી પણ એટલી હદે જવાબદાર થઈ નથી. અહીં બહુમતને જ બધું જ સમજવામાં આવે છે. દરેક મામલામાં તેના મતનો પ્રભુત્વ હોય છે. ચાલાક અને કપટી રાજકારણીઓ જરૂર પ્રમાણે આ બહુમતને લોકશાહીના નામે બર્બર બનાવી દે છે. જાણે કે અહીં બહુમતની સરમુખત્યારશાહીને લોકશાહીનું નામ આપવામાં આવ્યું છે. જે લોકો સત્તાધારી હોય છે, તે લોકશાહીનો પોતાના હેતુઓ માટે કે હિતો માટે પોતાની રીતે ઉપયોગ કરે છે. ટાઈમ્સના સંપાદકીયમાં અમેરિકી સુપ્રિમ કોર્ટના એક કેસનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં જÂસ્ટસ એન્થોની કેનેડીએ કહ્યું હતું ઃ “આ જા કે પીડાદાયક છે, પરંતુ આધારભૂત વસ્તુ છે કે ઝંડો તો એ લોકોને પણ સુરક્ષા પ્રદાન કરે છે જે તેનું અપમાન કરે છે.” અને લખ્યું છેઃ “સમય આવી ગયો છે કે ભારતીય પોલીસ, ન્યાયપ્રણાલી અને કાયદો જÂસ્ટસ કેનેડીથી શીખે.” પરંતુ શું આ દેશનું રાજકારણ તે વિભાગોને કંઈક શિખામણ આપશે?