એક સમાચાર……. એક દૃષ્ટિબિંદુ

0
423

સામ્યવાદી આંદોલનનું પુનરુત્થાન

સમગ્ર વિશ્વની જેમ ભારતમાં પણ સામ્યવાદી ચળવળ પણ એક વિચારધારા છે અને તેનો બુનિયાદી દૃષ્ટિકોણ આર્થિક સમાનતા છે. આ પહેલાં તે અહીં એક યુનાઇટેડ અને મજબૂત આંદોલન હતો, પરંતુ સાઠના દાયકાની શરૂઆતમાં આ વિભાજિત થઈ ગઈ. એક ભાગે સામ્યવાદી ચીનની સાથે વફાદારી વ્યક્ત કરી, બીજાએ સોવિયત યુનિયનની સાથે મિત્રતા કરી લીધી. શરૂઆતમાં બંને વચ્ચે કડવાશ હતી, પરંતુ પછી બંને પક્ષો માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM) અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI) પોતપોતાના કાર્યોમાં એકાગ્રતા સાથે લાગી ગયા. અહીં સુધી કે તેમનો નિયમિત લેફ્‌ટ ફ્રંટ બની ગયો જેમાં ફોરવર્ડ બ્લોક, ઇન્કિલાબી કોમ્યુનિસ્ટ પાર્ટી વિ. પણ સામેલ થઈ ગયા. આ ફ્રંટ પશ્ચિમી બંગાળ અને કેરળમાં ઘણી સફળતા સાથે રહ્યું અને હજી સુધી કાયમ છે. કોમ્યુનિસ્ટ પાર્ટીઓ એક કેમ નથી થઈ શકી, બુનિયાદી મતભેદ શું છે, આ નથી ખબર પડી શકી. હાલમાં જ કોમ્યુનિટ પાર્ટી ઓફ ઇન્ડિયાની નેતાગીરીમાં પરિવર્તન થયો છે અને ડી.રાજાને તેના રાષ્ટ્રીય સચિવ (પ્રમુખ) બનાવવામાં આવ્યા છે, જે તમિલનાડુના એક ગરીબ દલિત પરિવારથી સંબંધ ધરાવે છે. મીડિયામાં તેમના ઘણાં ઇન્ટરવ્યુ આવ્યા છે, જેમાં તેમણે પોતાની નીતિ અને પ્રાધાન્યતાઓની સ્પષ્ટતા કરી છે. ડી.રાજા પ્રથમ દલિત છે જે પાર્ટીના આટલા મોટા હોદ્દા સુધી પહોંચ્યા છે.

આજની યોજનાઓ (ઇરાદાઓ)

ડી.રાજાએ પોતાના નિવેદનોમાં આર્થિક રમખાણો અને નાણાંકીય સંસાધનોની સમાન વહેંચણી ઉપર ભાર મૂકવાની સાથે કહ્યું છે કે આ સમયે કોમ્યુનિસ્ટ પાર્ટીને જ નથી બલ્કે સમગ્ર દેશ અને અહીંના બધા જ નાગરિકોને સૌથી મોટો પડકાર આ છે કે “અહીં જમણેરી પરિબળોએ રાજકીય સત્તા ઉપર કબ્જો જમાવી લીધો છે. ભાજપ ફકત આર.એસ.એસ.ની રાજકીય પાંખ છે, જે કંઈ છે, અસલમાં આર.એસ.એસ. છે.” સંઘ વિશે ડી.રાજા કહે છે કે “વૈચારિક રીતે તેઓ પરસ્પર મતભેદ સર્જનાર, અરાજકતા ફેલાવનાર, કોમવાદી અને જાતિવાદીમાં વિશ્વાસ ધરાવનાર ફાસીવાદી સંગઠન છે. કોમવાદી શક્તિઓ પોતાની નીતિઓ અત્યંત આક્રમક શૈલીમાં દેશમાં થોપવાની કોશિશ કરી રહી છે. તેઓએ ભારતીય બંધારણ અને દેશના લોકશાહી રાજકારણ માટે પણ ગંભીર ખતરાઓ પેદા કર્યા છે.” (હિન્દુ દૈનિક, ૨૯ જુલાઈ-૧૯). ડી.રાજાનું કહેવું છે કે વર્તમાન સરકાર કોર્પોરેટ સેક્ટર અને મોટા વ્યવસાયિક સંગઠનો માટે તેમના હિતોની સુરક્ષા માટે સંપૂર્ણ સમર્પણ સાથે લાગેલી છે. આ શક્તિઓને પરાસ્ત કર્યા વગર આપણે આર્થિક ન્યાયના ઉદ્દેશ્યમાં સફળ થઈ શકીશું નહીં.

એક મોટી ભૂલ

આ ખૂબ સારી વાત છે કે એક વૈચારિક સંગઠન સાંઈઠ-સિત્તેર વર્ષો પહેલા સતત કથળેલી પરિસ્થિતિમાં અમુક સમસ્યાઓને લઈને પોતાનું કાર્ય આરંભ કર્યું હતું, અને આજે તેઓ પહેલાંથી પણ વધારે કપરી પરિસ્થિતિમાં પોતાનું કાર્ય જારી રાખવા માંગે છે, સાંપ્રદાયિક અને મૂડીવાદી વર્ગો વિરુદ્ધ તેમના ઇરાદાઓ બુલંદ છે. આજે સ્થિતિ આ છે કે કોમ્યુનિસ્ટ ચળવળ મરી પરવારી છે. તેમના કેડર અને સહાનુભૂતિ ધરાવનારા લોકોને આજની મૂડીવાદી સરકારે દરેક ભોગે અને દરેક રીતે (વૈધ અને અવૈધ) પૈસા કમાવવાની ધુનમાં એ રીતે લગાવી દીધા છે કે હવે તેઓ સમાનતાની વાતો નથી કરતા. એક મોટી ભૂલ કોમ્યુનિસ્ટ ચળવળથી આ થઈ છે કે તેઓ ખુદા અને ધર્મને પોતાની ફિલસૂફીથી સંપૂર્ણપણે અલગ પાડી દીધા છે. આ નથી જોયું કે ધર્મોમાં ઓછામાં ઓછો એક ધર્મ એવો પણ છે કે જે ગરીબો, નિરાધારો, જરૂરિયાતમંદો, કમજોરો, બીમારો અને મહિલાઓથી અત્યંત હમદર્દી ધરાવે છે. જે દુનિયામાં વાસ્તવિક અને ઠોસ આધારો ઉપર આર્થિક ન્યાય સ્થાપવા માંગે છે. કામદાર, બુદ્ધિશાળી અને બૌદ્ધિકોને તેમની કાબેલિયતના આધારે ધન કમાવવાની પરવાનગી અને પ્રોત્સાહન પૂરૂં પાડે છે. તે દીને ઇસ્લામ છે.. જેની ઝકાત-વ્યવસ્થા જ એવી ફિલસૂફી છે કે જો લોકો પૂરી ઈમાનદારી સાથે સમજી લે અને અપનાવી લે તો દુનિયામાં અમુક વર્ષોમાં જ માલો-દોલત અને નાણાંકીય સંસાધનોની ન્યાયપૂર્ણ વિતરણ થવા લાગશે. કોમ્યુનિસ્ટ પાર્ટીઓને ઓછામાં ઓછું આજની દુનિયામાં આ અનુભવ તો કરવો જ જોઈએ.

(પરવાઝ રેહમાની… સાભારઃ સહરોઝા દાવત)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here