એક સમાચાર……. એક દૃષ્ટિબિંદુ મુસ્લિમ યુનિવર્સિટી

0
6

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના ૧૦૦ વર્ષ પૂરા થવાથી રર ડિસેમ્બર ર૦ર૦ના રોજ એક શાનદાર સાદો અને ગૌરવવંતા શતાબ્દી સમારંભનું આયોજન કરવામાં આવ્યું. સમારંભની અત્યંત ખાસ વાત એ રહી કે આ સમારંભને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરસ દ્વારા સંબોધન કર્યું. સંબોધનની વિશેષતા એ હતી કે તેમાં વડાપ્રધાન મુસ્લિમ યુનિવર્સિટીના સંબંધે એ વાસ્તવિકતા આધારિત વાતો કરી જેને દેશનો એક ખાસ વર્ગ સાંભળવી પસંદ નથી કરતો. બલ્કે તેના વિરુદ્ધ પ્રથમ દિવસથી જ બોલી રહ્યો છે અને મજાની વાત એ છે કે આ વર્ગ સ્વયં વડાપ્રધાનના રાજકીય પરિવારથી સંબંધ ધરાવે છે. વડાપ્રધાને કહ્યું કે આ યુનિવર્સિટી પોતાના વિદ્યાર્થીઓ, શિક્ષણગણ, વ્યવસ્થાપકો અને પોતાની ઈમારત તેમજ વિવિધ વિભાગોના કારણે ઈન્ડિયામાં એક મીની ઈન્ડિયાની હૈસિયત ધરાવે છે. પોતાના અભ્યાસક્રમના કારણે આ સંસ્થાએ ભારતને ગૌરવ પ્રદાન કર્યું છે. આમાંથી નીકળનારા વિદ્યાર્થીઓ દેશ અને વિદેશમાં મહત્ત્વની માનવસેવાઓ આપી રહ્યા છે. સંસ્થાની આ હૈસિયત ન માત્ર યુનિવર્સિટી બલ્કે સમગ્ર રાષ્ટ્રની તાકત છે અને સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. વિદ્યાર્થીઓ ઉર્દૂ, અરબીના સાથે હિંદી અને સંસ્કૃતમાં પણ યોગ્યતા-દક્ષતા ધરાવે છે. મુસ્લિમ યુનિવર્સિટીએ વિવિધ વિષયો પર અત્યંત વિસ્તૃત સંશોધનો દ્વારા સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે અને દેશની પ્રતિષ્ઠા કાયમ કરી છે. બે બીજી વાતો વડાપ્રધાનની બે બીજી વાતો ઐતિહાસિક હતી, (૧) સંસ્થાના સ્થાપક સર સૈયદ અહમદખાનના શબ્દોનો ઉલ્લેખ કે, ‘જ્યારે તમે યુનિવર્સટીમાં તાલીમ પ્રાપ્ત કરો છો અને પછી અમલના ક્ષેત્રોમાં જાવ છો તો તમો ધર્મ, સમાજ, આસ્થા અને જાતજાતના ભેદભાવ વગર સમગ્ર દેશ અને તમામ માનવોની સેવા કરવી જાેઈએ.’ (ર) યુનિવર્સિટીએ અરબી અને ફારસી ભાષાઓમાં ઇસ્લામી ઈતિહાસ અને સભ્યતા પર જે શોધ-સંશોધનો કર્યા છે તેનાથી વિશ્વમાં ભારતનું સ્થાન બુલંદ થયું છે.’ સંઘ પરિવારની છ-સાત વર્ષની સરકારમાં આ બીજાે પ્રસંગ છે કે તેમાં તેઓએ ઉચ્ચ સ્તરે મુસલમાનો અને ઇસ્લામ વિશે અત્યંત સકારાત્મક વિચારો રજૂ કર્યા છે અને તેમને સાથે લઈને ચાલવાની વાત કરી છે. આજથી બે વર્ષ પહેલા નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ત્રણ દિવસના પ્રવચનોમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે મુસલમાન નાગરિકો સાથે પોતાનાપણાનો ઈઝહાર કરતા તેમને બીજાઓના સમકક્ષ નાગરિકો ગણીને સાથે રાખવાની વાત કરી હતી. જાે કે આ બીજી વાત છે કે તે પછી તેમણે આ પ્રકારની વાતો કયારેય નથી કરી. બલ્કે સરકારને શાનદાર રામમંદિર બનાવવાની સલાહ આપી અને સરકારે મુસ્લિમ નાગરિકોની તરફેણમાં કોઈ વિશેષ કામ કરવાને બદલે સીએએ એટલે નાગરિકતા સંબંધિત કાયદામાં તદ્દન મુસ્લિમ વિરોધી વલણ ધરાવતો કાયદો બનાવી દીધો. આ દરમ્યાન ભાજપ, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળની મુસ્લિમ વિરુદ્ધ પ્રવૃત્તિઓ પણ ચાલુ જ રહી.
પરિવર્તન પર નજર રાખીએ આરએસએસના સરસંઘ ચાલકની વિજ્ઞાન ભવનવાળા નિવેદનની હકીકત તો તરત જ ખૂલીને બહાર આવી ગઈ. આ એક સમય પૂરતી લાગણીમાં આવીને કહેવામાં આવેલી વાતો હતી. જેના ઉપર સંઘના લોકોએ ફેરવિચારણા કરીને આ નીતિને રદ કરી નાંખી. હવે જાેવાનું એ છે કે વડાપ્રધાનનું મુસ્લિમ યુનિવર્સિટી સંબંધિત નિવેદન શું રંગ લાવે છે ? આના ઉપર કોઈ અમલ પણ થાય છે કે પછી આ પણ એક સમય પૂરતું લાગણી દર્શાવતું નિવેદન સાબિત થશે. પાછલા નિવેદનો અને ઘોષણાઓની જે હાલત થઈ જેનાથી તો એ જ સમજાય છે કે આ સકારાત્ક વિચારો પણ માત્ર શાબ્દિક જમા ખર્ચ સાબિત થશે. તેના અમલી પ્રદર્શન કયારેય સામે નહીં આવે. અમલી પ્રદર્શન એ છે કે સૌથી પહેલા યુનિવર્સિટીનું લઘુમતી સ્વરૂપ માન્ય રાખવામાં આવે, તેના લોકોની માન્યતા બદલવામાં આવે, જેઓ યુનિવર્સિટીના મેમ્બરો હોવા છતાં પણ તેના વિરુદ્ધ નિવેદનો આપે છે અને તેની બરબાદી ઈચ્છે છે. વડાપ્રધાને અલીગઢ યુનિવર્સિટીના મોભા અને સેવા કારકિર્દીનો જે ઉલ્લેખ કર્યો છે તે પણ દેશના સામે સરકારી સ્તરે આવવો જાેઈએ. વડાપ્રધાનના આ નિવેદનથી કોઈ આશા તો રાખી ન શકાય તેમ છતાં પણ આપણે શકયતાઓની ઉમ્મીદ તો રાખવી જાેઈએ કે વડાપ્રધાન ઓછામાં ઓછું તે લોકોને કાબૂમાં રાખવા પ્રયત્નો કરશે, જેઓ યુનિવર્સિટી વિરુદ્ધ ખુલ્લેઆમ પ્રવૃત્ત રહે છે. યુનિવર્સિટીના શતાબ્દી સમારંભમાં તેના ચાન્સેલર સૈયદના મફદલ સૈફુદ્દીન અને વાઈસ ચાન્સેલર પ્રોફેસર તારીક મન્સૂરે પણ પોતાના વિચારો રજૂ કર્યા અને આશાસ્પદ વાતો કહી. આપણે આશા રાખવી જાેઈએ કે તેઓ પણ પરિસ્થિતિ પર સતત નજર રાખશે અને વડાપ્રધાનને પણ સમયાંતરે ધ્યાન અપાવતા રહેશે. (મુ.અ.શે., દા’વત સાપ્તાહિક)

લોકહિતથી દૂર થતું લોકતંત્ર
દિલ્હીની સાકેત અદાલતે ગત્‌ દિવસો દરમ્યાન તબ્લીગી જમાઅતથી જાેડાયેલા બાકીના ૩૬ વિદેશીઓને પણ કોરોના વાયરસ ગાઈડલાઈન્સના ઉલ્લંઘનના આરોપોમાંથી મુકત કરી દીધા છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અરૂણકુમાર ગર્ગે દિલ્હી પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ ચાર્જશીટ અને પુરાવાઓને અપૂરતા કે અભાવના આધારે તેમને ફગાવી દીધા હતા. પોલીસે જે કહેવાતા પુરાવાઓ રજૂ કર્યા હતા તેમનાથી એ લોકોની તબ્લીગી જમાઅતના મર્કઝમાં ઉપસ્થિતિ પુરવાર થતી ન હતી. એસ.ડી.એમ. દ્વારા એ લોકોની યાદી પણ આપી શકાઈ ન હતી કે જેમને મર્કઝથી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને તેમનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો. એટલે કે એ દાવા પણ જૂઠા પુરવાર થયા. એવી જ રીતે પોલીસે જે દાવો કર્યો હતો કે તેણે મર્કઝથી એક રજિસ્ટર પણ કબજે કરી લીધો હતો કે જેમાં ઘણી બધી માહિતી નોંધાયેલી છે, એ રજિસ્ટર પણ કોર્ટમાં રજૂ કરી શકાયો નહીં; કેમ કે એવો કોઈ રજિસ્ટર જપ્ત કરાયો છે કબજે લેવાયો જ ન હતો. પોલીસે એક તરફી પક્ષપાતપૂર્ણ કાર્યવાહી કરતા ૯૯પ વિદેશી તબ્લીગી જમાઅતના લોકો વિરુદ્ધ વીઝા કાનૂનનું ઉલ્લંઘન કરવા તથા કોરોના ગાઈડલાઈન્સ તોડવાનો આરોપ મૂકી ચાર્જશીટ દાખલ કરી હતી, ૪૪ લોકોએ આ આરોપોને ખોટા ઠેરવતાં ટ્રાયલનો સામનો કરવાનો નિર્ણય લઈ કોર્ટના
દ્વાર ખટખટાવ્યા હતા, તેમાંથી ૮ લોકો પહેલાં જ છૂટી ચૂકયા છે, અને હવે બાકીના ૩૬ લોકોને કોર્ટ દ્વારા મુકત કરવામાં આવ્યા છે. લોકોને કોરોના કાળના પ્રારંભિક દિવસોમાં મીડિયા દ્વારા તબલીગી જમાઅતને લઈને ઉભો કરવામાં આવેલ ‘આતંક’ સારી રીતે યાદ હશે. આ એ સમય હતો કે જ્યારે અચાનક અને અવ્યવસ્થિત લોકડાઉનથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયોહતો. લાખોની સંખ્યામાં મજૂરો-શ્રમિકો મોટા શહેરોમાં નીકળીને રિક્ષા, સાયકલ અને પગપાળા જ પોતપોતાના ગામ માટે નીકળી પડયા હતા, જેનાથી સરકાર માટે સંકટની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. સરકાર કોઈપણ રીતે પોતાની નિષ્ફળતા છુપાવી શકતી ન હતી. આવી સ્થિતિમાં તબલીગી જમાઅતને ‘બલિનો બકરો’ બનાવવામાં આવ્યો. પોલીસે ઉંધા-સીધા આરોપ લગાવી તબલીગી જમાઅતની વિરુદ્ધ કાર્યવાહી કરવા લાગી. મીડિયાએ તબલીગી જમાઅત અને આના બહાને
સમગ્ર દેશના મુસલમાનોને ખલનાયક બનાવીને રજૂ કરવા શરૂ કરી દીધા. સરકાર પોતાની જવાબદારીથી બચી ગઈ. લાખોની સંખ્યામાં મજૂરો સડકો પર આવવાથી જે સંકટ સર્જાયોહતો તે એકદમ જ ખતમ થઈ ગયો અને તબલીગી જમાઅતના રૂપમાં એક કૃત્રિમ સંકટને પ્રજા સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યો. મીડિયાએ સરકારને તેની જવાબદારી કે ઉત્તરદાયિત્વથી સ્પષ્ટરૂપે બચાવી લીધી, અને દેશને સાંપ્રદાયિકતાની આગમાં ઝોંકી દીધો. લોકશાહી કે જે જનતાની, જનતા માટે અને જનતા દ્વારા એક શાસન બનીને આવી હતી તેણે પણ સમયની સાથે-સાથે જનહિતને કોરાણે મૂકી દીધો. વિકાસ અને જન-કલ્યાણ કે જનસેવાની વાતો હવે ફકત નારાઓ
સુધી જ સીમિત થઈને રહી ગઈ છે. સરકારો માટે સ્વહિત જ સર્વોપરી થઈ ગયો છે. કોઈપણ પક્ષની સરકાર હોય તેની પૂરી તાકાત આ વાત ઉપર જ લાગેલ હોય છે કે તેસત્તામાં બન્યા રહે. આના માટે સરકારો કોઈ પણ હદ સુધી જવા તૈયાર રહે છે. વિકાસ અને ઉન્નતિની વાતો ફકત
ચૂંટણી ઢંઢેરામાં જ કહેવામાં આવે છે. પોતાના સમગ્ર શાસનકાળ દરમ્યાન તેને લાગુ કરવા માટે કોઈ ઉલ્લેખનીય કાર્ય નથી કરતી. આગામી ચૂંટણી સમયે ફરીથી એ જ વાયદાઓ યાદ દેવડાવી જનતાને છેતરવામાં આવે છે. આનાથીપણ વધુ ચિંતાની વાત આ છે કે સમગ્ર દેશ ઉપર મૂડીવાદીઓનું વર્ચસ્વ રોજેરોજ વધતું જઈ રહ્યું છે. સરકારની નીતિઓ તેમના હિતોને સામે રાખીને ઘડવામાં આવી રહી છે. શાસક વર્ગોને પોતાની શક્તિઓનો દુરૂપયોગ કરીને વધુમાં વધુ અધિકારો પોતાના હાથોમાં લઈ લીધા છે અને જનતા-પ્રજાના અધિકારોઓછામાં ઓછા કરી દીધા છે. તે એટલે સુધી કે પ્રજા-વિરોધી નીતિઓનો વિરોધ કરવાનો અધિકાર પણ પ્રજાથી ઝૂંટવામાં આવી રહ્યો છે. બુદ્ધિજીવી વર્ગને આ સ્થિતિ ઉપર વિચાર કરવો જાેઈએ અને લોકતંત્ર કે લોકશાહીને લોકહિતો પ્રત્યે પાછા લાવવા જાેઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here