એક સમાચાર……. એક દૃષ્ટિબિંદ

0
6

ટૂકડે-ટૂકડે ગેંગ

થોડાક મહિલના પહેલાં નવા કૃષિ-કાયદાઓ વિરુદ્ધ જ્યારે ખેડૂતોએ વિરોધ કર્યો તો લાગતું હતું કે અમુક દિવસોમાં જ સરકાર આ વિરોધને દબાવી દેશે, કેમ કે તેના પાસે આવા અવાજાેને દબાવી દેવાના સેંકડો પ્રપંચો છે, પરંતુ આ અવાજ તો બુલંદ ને બુલંદ જ થતો ગયો. ત્યાં સુધી કે હવે તો તેણે કાયદેસર એક ચળવળ અને સજ્જડ વિરોધનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, ન માત્ર દેશભરના નાના-મોટા ખેડૂતો તેમાં સામેલ થતા ગયા. બલ્કે લોકોના વિવિધ વર્ગોમાંથી પણ તેને સમર્થન મળતું ગયું. ખેડૂત આગેવાનોએ જાે કે રાજકીય પક્ષો અને લીડરોને આનાથી દૂર રાખ્યા છે, પરંતુ આ લોકો પોતાની રીતે આને સમર્થન આપી રહ્યા છે. વિરોધ પ્રદર્શનનું સમર્થન કરતા પંજાબના શિરોમણી અકાલી દળે કહ્યું છે કે દેશમાં ખરી ‘ટૂકડે ટૂકડે ગેંગ’ ભારતીય જનતા પાર્ટી છે અને તે જ દેશના વિવિધ વર્ગોને એકબીજાથી લડાવવા મથી રહી છે. ૧પ ડિસેમ્બરે પંજાબમાં બોલતાં શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીરસિંઘ બાદલે કહ્યું ‘આ પાર્ટીએ પહેલાં હિંદુઓને મુસલમાનો વિરુદ્ધ ભડકાવ્યા, એ પંજાબના હિંદુઓને શીખો વિરુદ્ધ ઉશ્કેરી રહી છે. આમે તે દુશના ટૂકડા-ટૂકડા કરવા ચાહે છે.’ ટૂકડા ટૂકડા કરવાના આ શબ્દો થોડા વર્ષ પૂર્વે સહારનપુરના એક નેતાએ કહ્યા હતા કે, ‘જાે કોઈ નફરત અને દ્વેષની વાત કરશે તો અમે તેના ટૂકડે-ટૂકડા કરી દઈશું.

વિધ્વંશની આવડત

ભાજપને આવા શબ્દો બોલવા અને તેને પકડવાની આવડત ખૂબ સારી છે. તે પછી તરત જ પાર્ટીના લીડરોએ પોતાના વિરોધીઓના એક ખાસ વર્ગ  વિરુદ્ધ ‘ટૂકડે-ટૂકડે ગેંગ’ની રટ લગાવી દીધી. સુખબીરસિંઘ બાદલે હવે આનો જ જવાબ આપ્યો છે. અકાલી દળ ખૂબ લાંબા સમયથી ભાજપના સાથે હતો, તેની સરકારમાં સામેલ હતો, પરંતુ હવે ખેડૂતોના પ્રશ્ને તેના વિરુદ્ધ થઈ ગયો છે. નવા કૃષિ કાયદાનો વિરોધ સૌથી વધારે પંજાબ અને હરિયાણામાં છે. આ વિરોધ પ્રદર્શન સરકાર અને સત્તાધીશ પક્ષ માટે માથાનો દુખાવો બની ગયા છે. શરૂઆતમાં સરકારે તેને હંસી-મજાક અને હળવા નિવેદનો દ્વારા નજરઅંદાજ કરતી રહી. જે રીતે ‘સીએએ’ વિરુદ્ધ શાહીનબાગ આંદોલન સામે કર્યું હતું. પરંતુ અત્યારે વિરોધ મજબૂત થતો ગયો અને સરકાર થોડી ગંભીર થઈ, પરંતુ પ્રદર્શનકારીઓની માંગણી સંબંધે તો હજુ પણ ગંભીર નથી. કહે છે કે વિરોધ પક્ષો ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે. પહેલાં કહ્યંુ કે વિરોધ પ્રદર્શનોને અમુક પાડોશી દેશો હવા આપી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ જાેગીન્દરસિંઘએ ૧પ ડિસેમ્બરના રોજ કહ્યું કે, સરકારે અમારા ઉપર ઘણા બધા આરોપો મૂકયા છે, પહેલાં કહ્યું કે, આ પ્રદર્શન કોંગ્રેસ ચલાવી રહી છે- પછી કહ્યું કે, આ ચળવળનો સંબંધ પાકિસ્તાનીઓથી છે- અને હવે કહી રહી છે, આના પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ છે.

આ પદ્ધતિ ઘણી જૂની છે

અને જ્યાં સુધી વિવિધ સંપ્રદાયો અને વર્ગોમાં વિખવાદ અને ભેદભાવ ઉભા કરવાનો સંબંધ છે તો ભાજપનો બુનિયાદી તરીકો આ જ છે. મુસલમાનોને તો આ વર્ગોએ ઘણા સમયથી શત્રુ નંબર એક ગણાવી જ દીધા છે. જેમ કે આરએસએસના પુસ્તકોમાં લખેલું છે અને અમલી રીતે આ સિલસિલો ચાલુ જ છે. નાગરિકતા સંબંધે નવો કાયદો ‘સીએએ’માંથી માત્ર મુસલમાનોને તદ્દન કાઢી નાંખવા આ જ પોલીસીનો ભાગ છે. શીખો પણ આરએસએસનો પ્રિયપાત્ર વર્ગ નથી. ૮૦ના દાયકામાં જ્યારે અલગતાવાદી શીખોએ વિદ્રોહ કર્યો હતો અને અનેક ખાલિસ્તાની ગ્રુપો સક્રિય હતા. હિંસા અને ઉપદ્રવના બનાવો પણ બની રહ્યા હતા તો પંજાબના બહાર સમગ્ર દેશમાં શીખો વિરુદ્ધ વાતાવરણ આ જ પાર્ટીએ ઉભું કર્યું હતું. જ્યારે કે કેન્દ્ર સરકાર કોંગ્રેસની હતી. હવે જ્યારે સુખબીરસિંઘ બાદલ જે આ કહી રહ્યા છે કે ભાજપ પંજાબના હિંદુઓને શીખો વિરુદ્ધ ઉશ્કેરી રહી છે તો કંઈ ખોટું નથી. સમાચારથી તો આ જ વાત જાહેર થાય છે. આ જ મામલો જાટ બિરાદરી સાથે પણ છે. બિરાદરીઓની અનુમતીના આધારે પાર્ટી ટિકિટ આપવામાં આવે. આ તમાશો બિહારના તાજેતરના ઈલેકશનમાં ખૂબ જાેવા મળ્યો. અર્થાત્‌ સંપ્રદાયને સંપ્રદાય વિરુદ્ધ, જાતિઓને જાતિઓ વિરુદ્ધ અને બિરાદરીઓને બિરાદરીઓ વિરુદ્ધ ઉભી કરી દેવી એ તો ભાજપની ખાસ અને જૂની કાર્યપદ્ધતિ છે. પંજાબમાં કોઈ નવું નથી થઈ રહ્યું આ તો પાછળથી જ ચાલ્યું આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here