એક ઉદ્યોગપતિની વેદના
આદી ગોદરેજ ભારતના મોટા ઉદ્યોગકારોમાંથી એક છે. ગોદરેજ ગ્રુપ ઓફ કંપનીઝના માલિક છે. આ ગ્રુપ સંપૂર્ણપણે ભારતીય છે અને તેની કંપનીઓ પણ મોટાભાગે દેશી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આદી ગોદરેજ ધાર્મિક રીતે પારસી છે. દેશની રાજકીય હાલતથી ખૂબજ વ્યથિ છે. તેમનું કહેવું છેક દેશમાં સહિષ્ણુતા અને સહનશક્તિનો માહૌલ ઝડપથી ખતમ થતો જઈ રહયો છે અને તેની જગ્યાએ વિવિધ પ્રકારની હિંસા જન્મ લઈ રહી છે. ધર્મ, જાતપાત, બિરાદરી અને જન્મના ભેદભાવ, ઉંચનીચ વગેરેના નામે હિંસાના બનાવો વધતા જઈ રહ્યા છે. લોકો ઉપર સામાન્ય વાતમાં હુમલાઓ થઈ રહ્યા છે. તેમની માત્ર શંકા અને વહેમના કારણે હત્યા કરી દેવામાં આવે છે. ગોદરેજ કહે છે કે આ માહૌલ દેશની આર્થિક પ્રગતિમાં સૌથી મોટો અવરોધ છે. આદી ગોદરેજ કહે છે કે, વર્તમાન વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ ચોક્કસ આર્થિક પ્રગતિના માર્ગે જઈ રહ્યો છે. અને પાંચ ખરબથી વધારેની પ્રગતિ તરફ લઈ જવાનો વડાપ્રધાનનો નિર્ધાર પણ દાદ આપવાપાત્ર છે, પરંતુ દેશની સામાજિક સમસ્યાઓ આપણી આર્થિક સ્થિતિને બર્બાદ કરી દેશે. ગોદરેજે કહ્યું કે દેશમાં બેરોજગારીની ટકાવારી પણ ગત ચાલીસ વર્ષોમાં સૌથી વધારે છે. પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝના કારણે પાણીની સમસ્યાઓ ઉભી થઈ રહી છે. આ તમામ સમસ્યાઓ અને પ્રશ્નો પર સરકારે તરત જ ધ્યાન આપવું જાઈએ.
સરકારના નિયંત્રક
આજે દરેક દેશમાં ઉદ્યોગપતિઓ અને પૂંજીપતિઓ જ પડદા પાછળ દેશની વ્યવસ્થા ચલાવે છે. તેઓ જ સરકારો બનાવે છે, તેઓ જ સરકારોને પાડી દે છે. આપણા દેશમાં પણ આ જ પરિસ્થિતિ છે. ૫ાર્ટી કોઈપણ હોય, કોર્પોરેટ સેકટરની મદદ વગર કોઈ સરકાર ચાલતી નથી. એક ડઝન જેટલા ઉદ્યોગપતિઓ છે જેમના હાથમાં દેશના આર્થિક મામલો છે. રાજકીય પક્ષો પર જેટલો પૈસો તે લોકો ખર્ચ કરે છે સરકાર બન્યા પછી તેનું સો ગણું વસૂલ કરી લે છે. રાજકીય અને કોમવાદલક્ષી પોલીસીઓમાં સામાન્ય રીતેતેઓ બિનપક્ષપાતી રહે છે, પરંતુ આજે દેશનું આ દુર્ભાગ્ય છે કે સરકાર એક ખાસ ધર્મ અને સંસ્કૃતિની સમર્થક છે અને મોટામોટા ઉદ્યોગપતિઓ તેનું સમર્થન કરે છે. આ દૃષ્ટિએ આદિ ગોદરેજ દેશના પ્રથમ મોટા ઉદ્યોગપતિ છે જેમણે ધર્મ અને જાતીવાદના વિરુદ્ધ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમની ચીંતા માત્ર દેશની આર્થિક સ્થિતિ છે, તેમનો એહસાસ છે કે એક તરફ દેશ તો દેશની આર્થિક સ્થિતિને સાચી બનાવવાની અને તેને ખૂબ ઝડપી પ્રગતિ આપવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે પરંતુ બીજી તરફ દેશમાં એવી પ્રવૃત્તિઓને પરવાનગી છે જે આર્થિક સ્થિતિને બર્બાદ કરી છે. આ બેમૂખી વર્તન દૂર થવું જાઈએ. આદિ ગોદરેજ ૧ર જુલાઈના રોજ મુંબઈમાં દોઢસો વર્ષ જૂની કોલેજ સેન્ટ એકઝીયર કોલેજના એક પ્રોગ્રામમાં બોલી રહ્યા હતા.
ગોદરેજ દેશના હિતમાં આગળ આવે….
કોર્પોરેટ સેકટરમાં તો આદિ ગોદરેજની જેમ ઘણા ઓછા લોકો સરકારના વલણ પર ટીકા કરી રહ્યા છે. તેના કારણો પણ સ્પષ્ટ છે. પરંતુ સિવિલ સોસાયટીના ઘણા જૂથો વર્તમાન પરિસ્થિતિથી વ્યથિત અને પરેશાન છે. નેવીના અમુક રિટાયર્ડ જવાબદારો સરકારનું આ બાબતે ધ્યાન દોરી ચૂકયા છે. આર્ટીસ્ટો અને કલાકારોના જૂથે પણ પોતાની ચિંતા વ્યકત કરી છે. સિનેમા જગતથી પણ અવાજ ઉઠી રહ્યો છે. એટલે બિનરાજકીય નાગરિકોની મોટી સંખ્યા દેશની પરિસ્થિતિથી ચિંતાતૂર છે. સરકારનું કામ એ છે કે પોતાની પોલીસીના મુજબ એ કાયદો બનાવે છે અને કોઈ તેની ટીકા કરે છે તો પછી તેને ગાળો દેવામાં આવે છે. નેશનલ ઈન્વેસ્ટીગેશાન એજન્સી (એનઆઈએ) એક કેન્દ્રીય કાનૂની એજન્સી છે. તેની કારકિર્દીની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવે તો જે મામલો સામે આવે છે તે એ છે કે તેણે માત્ર આરોપીઓને છોડી દેવાનું અને નિર્દોષોને પકડવાનું જ કામ કર્યું છે. તાજેતરમાં આ એજન્સીને થોડા વધુ અધિકારો આપવામાં આવ્યા છે. જે બાબતે સિવિલ સોસાયટીના ઘણા વર્તુળોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સાંસદ અસદુદ્દીન ઔવેસીએ આની ટીકા કરી તો ગૃહપ્રધાન અમિત શાહે તેમને કટુવચનો સંભળાવીને ચૂપ કરી દીધા. જ્યારે ખુલ્લેઆમ દેખાય છે કે આ એજન્સીનો ઉપયોગ સરકાર માત્ર પોતાના જ હેતુ અને હિત માટે કરે છે અને કરતી રહેશે. કેટલું સારું થાય જા આદિ ગોદરેજ જેવા ઉદ્યોગપતિ પોતાની ઔદ્યોગિક બિરાદરીના અમુક લોકોને વિશ્વાસમાં લઈને સરકારની દેશની વર્તમાન પરિસ્થિતિ બાબતે વાતચીત કરે અને તેને સુધારવા દબાણ ઉભું કરે છે