કયા છે ગૌરક્ષકો

0
188

ઉત્તરપ્રદેશ સરકાર પણ અન્ય રાજ્યોની જેમ ગૌ-રક્ષાના નામે જારશોરથી ઢંઢેરો પીટી રહી છે, પરંતુ તેનું આચરણ જાતાં તેમાં તે ગંભીર હોવાનું નથી લાગી રહ્યું. સરકાર આ પ્રકારના બનાવો કે કેસોમાં માત્ર ટોળા-હિંસાની સ્થિતિમાં કાંઈક કરતી દેખાઈ રહી છે. ગૌહત્યા કે ગૌ-સ્થળાંતરમાં માત્ર શંકાના આધારે જે ઘટનાઓ બની છે તેમાં પણ એક ખાસ રીતે લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે. ટોળાહિંસાના ભોગ બનેલા લોકો સંબંધે ગંભીરતા દાખવવામાં નથી આવી રહી. આ પ્રકારના કેસોમાં જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના દ્વારા આ બતાવવાનો હેતુ છે કે સરકાર ગૌ-રક્ષા અંગે ગંભીર છે પરંતુ તસવીરનું બીજું પાસું આ છે કે રાજ્યની ગૌશાળાઓમાં સેંકડો ગાયો મૃત્યુ પામી રહી છે. આવામાં આ પ્રશ્નો ઉદ્‌ભવે છે કે કયાં છે ગૌ-રક્ષકો ? કયાં છે સરકારની ગંભીરતા ? તાજેતરમાં ગૌ-શાળાઓમાં ગાયોના મૃત્યુથી જણાય છે કે જમીની વાસ્તવિકતા મૌખિક દાવાઓથી તદ્દન જુદી છે. ગાયના નામે ફકત રાજકારણ રમવામાં આવી રહ્યું છે, અને આનો એટલે કે ગૌ-રક્ષાનો રાજકીય સ્વાર્થ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને એવું લાગી રહ્યું છે કે ગાય માત્ર બહાનુ છે અને મુસલમાનો લક્ષ્ય પર છે. બારાબંકી, રાયબરેલી, હરદૌઈ, જાનપુર, આઝમગઢ, સુલતાનપુર, સીતાપુર, બલરામ અને પ્રયાગરાજ સહિત ઉત્તરપ્રદેશના વિવિધ વિવિધ જિલ્લાઓની ગૌ-શાળાઓમાં સેંકડો ગાયો મરણ પામી રહી છે. આ અંગે સરકાર પાસે પૂરતા આંકડા સુદ્ધાં ઉપછલબ્ધ નથી. જા કે આ માનવાલાયક વાત નથી અને જા ખરેખર આ સત્ય હોત તો તેની ગેરલાયકાત કરી શકાય. કેટલાક લોકોનું કહેવું છે કે એ ઢોરોના મોત યોગ્ય કે પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા ન થઈ હોવાથી થયેલ છે. જ્યારે કે આ હોવા છતાં યોગ્ય કે જરૂરી વ્યવસ્થા કે અવ્યવસ્થા પણ આના માટે કારણરૂપ હોવાનું કહેવાઈ રહ્યું છે. કેટલીક ગૌશાળાઓ તો તળાવના કાંઠે બનાવાઈ છે. એક એવા સમયે કે જ્યારે રાજ્યની  વિવિધ ગૌ-શાળાઓમાં ગાયો દમ તોડી કે મરી રહી હોય, તેવા સમયે ગૌ-રક્ષકોનું દૂર-દૂર સુધી દેખા ન દેવું ખૂબજ ‘આશ્ચર્ય’ની બાબત કહી શકાય  ગૌ-રક્ષાના નામે એકલ-દોકલ કે છૂટી-છવાઈ બાબતોમાં ગુપ્ત માહિતી કે બાતમી મેળવી લેનારા અને શંકાના આધારે ગુંડાગીરી આચરનારા અને ગમે તેને મારી નાખવાની હદ સુધી જનારા આપમેળે બની બેસેલા એ કહેવાતા ગૌ-રક્ષકોનું જાણીતી અને જાહેર-ગૌશાળાઓમાં મરી રહેલ ગાયોને બચાવવા આગળ ન આવવું અને અત્યંત દુઃખદ તથા આશ્ચર્યની વાત છે. ઉત્તરપ્રદેશમાં ગાયોના રક્ષણ માટે રાજ્ય સરકારે વિશિષ્ટ બજેટ નક્કી કરેલ છે. આ ઉપરાંત ભૂતકાળમાં સરકારી કર્મચારીઓને ગાયોના ઘાસચારા તથા પાણીની વ્યવસ્થા માટે એક દિવસનો પગાર ડોનેશન રૂપે આપવાની સૂચના પણ આપવામાં આવી હતી.

હવે જા સરકારની પ્રાથમીકતા પર નજર નાખવામાં આવે તો જણાશે કે બુલંદ શહેરમાં મરણ પામેલ ગાયના અવશેષો મળી આવતાં ફાટી નીકળેલ હિંસામાં એક પોલીસ ઇન્સ્પેકટર અને એક નાગરિકનું મૃત્યુ થઈ ગયું હતું. એ ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચીફ સેક્રેટરી, ડાયરેકટર જનરલ ઓફ પોલીસ, ગૃહખાનાના ચીફ સેક્રેટરી અને એડિશનલ ડાયરેકટર જનરલ ઈન્ટેલિજન્સની સાથે એક હંગામી મીટિંગ બોલાવી હતી. એ મીટિંગમાં સંપૂર્ણ ધ્યાનનું કેન્દ્ર ગૌહત્યા જ રહ્યું હતું. ઈન્સ્પેકટર અને સામાન્ય નાગરિકોના મૃત્યુ પર મુખ્યમંત્રીએ એક શબ્દ સુદ્ધાં ઉચ્ચાર્યો નહીં. અલબત્ત ગૌ-હત્યામાં તેમના મતે સંડોવાયેલ તમામ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી

આ ઘટના બાદ ૮૦ ભૂતપૂર્વ બ્યૂરોક્રેટ્‌સે મુખ્યમંત્રીને એક ખુલ્લુ પત્ર રવાના કરતાં તેમના રાજીનામાની માગણી કરી હતી. જેવો જ બ્યૂરોક્રેટસ તરફથી ખુલ્લો પત્ર રવાના કરવામાં આવ્યો કે તુરત જ યોગી આદિત્યનાથના સમરાગી કે સમર્થકો ગાયના નામે રાજકારણ રમવા મેદાનમાં આવી ગયા હતા. ભાજપના એક વિધાનસભ્ય સંજય મિશ્રાએ એક ખુલ્લો પત્ર ભૂતપૂર્વ બ્યુરોક્રેટસ હોદ્દેદારોના નામે રવાના કરતાં લખ્યું હતું કે આ નોકરશાહી (બ્યૂરોક્રેટ્‌સ)ને એક નાગરિક અને પોલીસ અધિકારીની મોત તો દેખાય છે, પરંતુ એ ગાયોના (મોબલિંચિંગના ભોગ બનનારાઓ સાથેની કહેવાતી ગાયો) મૃત્યુ દેખાતા નથી. (જા કે સંજય મિશ્રાને તેમના રાજ્યની ગૌ-શાળાઓમાં મૃત્યુ પામી રહેલ સેંકડો ગાયોના મૃત્યુ દેખાયા નથી.)

આમ, સરકારની આવી પ્રાથમિકતાઓથી આ વાત સ્પષ્ટ થઈ ખુલ્લી પડી જાય છેકે સરકાર પાસે માનવ-પ્રાણોનું મહત્વ કેટલું છે ? હાલમાં જ ટોળા-હિંસાને અટકાવવા માટે ઉત્તરપ્રદેશ લા કમિશને બીલનો મુસદ્દો સરકાર સમક્ષ રજૂ કર્યો છે તેમ છતાં તેના પર અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. જા કે લા કમિશન તરફથી ટોળાહિંસાના અપરાધીઓ માટે મૃત્યુદંડ સુદ્ધાંની ગુંજાયશ કે જાગવાઈ રાખવામાં આવેલ છે. જા આ બીલ કાયદાનું રૂપ ધારણ કરી લે છે તો તેનાથી ટોળાહિંસા આચરનારા અને આવી ટોળાહિંસાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહન કે સમર્થન આપનાર આકાઓ વિરુદ્ધ કડક કાર્યવાવાહી કરી શકાશે, પરંતુ  હાલમાં તેની કોઈ શકયતા દૂર-દૂર સુધી દેખાતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here