કાનૂન રચના અને તેના અમલીકરણ પ્રત્યેનું વલણ

0
166

વિશ્વના દેશોની સરકારો રાષ્ટ્રીય સુખાકારી, સલામતી, સુરક્ષા, સ્વાસ્થ્ય જાળવણી, ભાવ સપાટી અને પુરવઠા વ્યવસ્થાની સરળતા અને જાળવણી, શોષણ અને અત્યાચારિતાની રોકથામ વગેરે જેવી અનેક બાબતો માટે પોતપોતાના દેશોમાં જરૂરી કાયદા-કાનૂનો બનાવે છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણીની જવાબદારી પોલીસ તથા દેશના વિવિધ વહીવટીતંત્રો ઉપર મુકવામાં આવે છે. ભયંકર અપરાધો અને મોટા કૌભાંડોમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીઓને વિશેષ તપાસ પેણ ઘણીવાર સોંપવામાં આવે છે. કાયદાની આંટીઘૂંટીઓમાં અપરાધીઓ અને આરાજકતા સર્જતા ખંધા અને ખાઈબધેલા ગુનેગાર તત્વો સરકારને અને તપાસ એજન્સીઓને વર્ષોના વર્ષો સુધીં હંફાવે પણ છે. આઠ હજાર કરોડની રકમનો બેંકોને ચુનો ચોપડનાર વિજય માલ્યા મૌજથી બ્રિટનમાં જીવે છે. ૧૧પ૦૦ કરોડનો પંજાબ નેશનલ બેંકને ચુનો ચોપડનાર નિરવ મોદી અમેરિકામાં આલિશાન સ્યુઈટમાં મૌજ કરે છે અને ત્યાં બેઠોબેઠો પંજાબ નેશનલ બેંકના વહીવટદારોને ધમકીઓ પણ આપે છે. જાતિવાદી રમખાણો, એકાકી મરણતોલ હુમલાઓના અપરાધીઓ કાયદાની છુટછાટનો લાભ લઈને જામીન પર છૂટી જઈ મૌજથી ફરે છે. કાયદો અને સરકાર તેમનું કંઈ બગાડી શકતા નથી.

પણ અમાનવીય અપરાધોના આવા તમામ કિસ્સાઓમાં મોટાભાગના તો બહાર જ આવતા નથી. અંદરોઅંદર જ ભીનું સંકેલાઈ જાય છે. અને કાયદા કાનૂનોની ઐસીતૈસી થતી જ રહે છે. મોટેભાગે ‘છીંદે ચઢે તે ચોર’ એવો જ ઘાટ થઈને રહે છે અને તેમાં ય સજાઓ તો ગણ્યાગાંઠયા કેસોમાં જ મળતી જાવા મળે છે. આ પરિસ્થિતિઓ જાતાં ઘણીવાર એવો ભાસ થાય છે કે કાયદાઓ માત્ર બનાવવા ખાતર જ બન્યા હોય, તેના અમલીકરણ માટેના મજબૂત અને કડક પગલાં બહુ ઓછા કેસોમાં લેવાતા જાવા મળે છે. ગુજરાતમાં કેટલાએ દસકથી દારૂબંધીનો કાયદો બનેલો છે પણ આખા ગુજરાતમાં આજે છુટથી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ પણ ધમધમે છે અને દારૂ છુટથી વેચાય પણ છે. લઠ્ઠાકાંડમાં અનેક લોકો માર્યા ગયાના ડઝનબંધ કિસ્સાઓ બન્યા છે. અપરાધીઓની ધરપકડો પણ થઈ અને મીડિયાએ ઘટના સમયે તેના લાંબાલચક અહેવાલો પણ આપ્યા પણ સજાઓ કેટલાને થઈ અને અપીલોમાં કેટલા છૂટી ગયા એ તો માત્ર ઉપરવાળો જ જાણે ! જુગાર, સત્તાખોરી, આંકડા વ્યાપાર સામાજિક અપરાધ છે. તેની રોકથામ માટે ઘણા કાયદાઓ બન્યા છે પણ આ ધંધાઓ પણ ધમધોકાર ચાલતા જ રહે છે. દેખાવ ખાતર અને ખાનાપુરી માટે તથા કેસોની સંખ્યાના આંકડા ઉપરલબ્ધ બનાવવા માટે ઘણીવાર દરોડાઓ પણ પડે છે, કેસો પણ બનાવાય છે પણ સરવાળે મીંડું જેવો ઘાટ થતો જાવા મળે છે. વહાલાં-દવલાની નીતિરીતિ અહીં પર અસરઅંદાજ થતી હોય છે.

પ્રજાપ્રજાઓ વચ્ચે ખટરાગ અને વિભાજનને હવા આપવા માટે કમજારોને દબાવી દેવા તેમના ઉપર દબાણ વધારવા માટે, અશકતોને પોતાના માનસિક ગુલામ બનાવીને તેમની પાસેથી ધાર્યું કામ લેવા માટે વિરોધીઓને કચડી નાંખવા માટે અને અન્યો ઉપર પોતાનો પ્રભાવ કાયમ કરીને પોતાની મનમાની ચલાવવા માટે કાયદા-કાનૂનોનો સહારો લઈને વિશ્વસ્તરે જે અતિરેકો અને જબરજસ્તીઓ થઈ રહી છે તે જગજાહેર છે ‘ગરીબ ઘરની સ્ત્રી આખા ગામની વહુ’ એ ઉક્તિ જેવો ઘાટ વિશ્વભરમાં જાવા મળે છે.  બળીયાઓ જ્યાં ફાવે ત્યાં છાશવારે આક્રમણો અને અતિક્રમણ કર્યે જાય છે પણ કમજાર અને માનસિક રીતે ગુલામ બની ગયેલા દિમાગો તેમની સામે અવાજ ઉઠાવવાની હિંમત કરતા નથી. તેમના કાયદાભંગના કૃત્યોને વખોડવાની વાત તો દૂર રહી, ઘણીવાર તેમના એવા કૃત્યોને સમર્થન આપીને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કાયદા-કાનૂનોની માન-મર્યાદાનો ભંગ કરાવાવાળા લોકોને પ્રોત્સાહન આપવાનું કારણ પણ બને છે. અને એવું બને છે ત્યારે એ સવાલ જરૂર મનમાં થાય છે કે આખરે કાયદા-કાનૂનો બન્યા છે કોના માટે ? અમીર-ગરીબ, સશકત અને કમજાર પ્રજા અને સત્તાધિશો, વગદાર અને વગ વગરના લોકો શું દરેકને આ કાયદાઓ એક સરખી રીતે લાગુ પડતા નથી ? કરસનદાસ લુહારના એક ગીતની પંક્તિઓ અહીં યાદ આવે છે. તેઓ એક ગઝલમાં લખે છેઃ

દંડ પામે દેવડીઓ,

ચોર મુઠી જારના

ને લાખ ખાંડી લુટનારા

મેહફિલો મંડયા છે !

(જારઃ જુવાર)

મને એ જ સમઝાતું નથી કે આવું શાને થાય છે !

રોહિંગ્યા મુસ્લિમાનો નિર્દયતાપૂર્વકના મૂલોચ્છેદન અને તેમના ઉપર કરવામાં આવેલા અમાનવીય અત્યાચારોની વિગતવાર માહિતીઓ આપતા એક પુસ્તકની ઈન્ટરનેટ ઉપરથી ઉપલબ્ધ કરવામાં આવેલી એક પ્રત હાલ મારા વાંચવામાં આવી.

વર્ષોથી સ્થાનિક કક્ષાએ જબરજસ્ત સમાજસેવાઓ આપી રહેલ એક સમાજસેવી સંસ્થાના સેક્રેટરી મૌલાના સાહબે મને એ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવાની જવાબદારી સોંપી છે જે કામ હાલ હું કરી રહ્યો છું. બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯થી ૧૯૪પ) દરમ્યાન યુદ્ધ ગ્રસ્ત દેશોમાં કરોડો લોકો મૌતને ઘાટ ઉતરી ગયા. એક જાતિ કે એક વિચારધારાના લોકોએ અન્ય પ્રતિસ્પર્ધી જાતિ અને વિચારધારાના નાગરિકોની વસ્તીઓ અને દેશો ઉપર હુમલા કરીને તેમના લાખો-કરોડો નિર્દોષ લોકોને બર્બરતાપૂર્વક  હણી નાંખ્યા. યુદ્ધો ઉભાં કરનારા રાજનેતાઓ હતા અને તેને ચલાવનારા સૈન્યબળો હતા. રાષ્ટ્રોના સામાન્ય લોકો અને શાંતિ-સલામતી ઝંખતા આમ નાગરિકોને એની કંઈ પડી ન હતી. તેઓ તો માત્ર પોતાના અને પોતાના સ્નેહીઓના જીવનને સુખરૂપ ચલાવવામાં જ વ્યસ્ત હતા. તેમનો કોઈ વાંક ગુનો ન હતો. પણ અમાનુષી કત્લેઆમનો શિકાર મોટેભાગે એ જ લોકો બન્યા. તેમની વસ્તીઓ તબાહ થઈ ગઈ. તેમના શરીરો ધૂલ અને લોહીમાં રગદોળાઈ ગયા. હસતી-રમતી-ખેલતી આબાદીઓ પલકવારમાં ભૂતિયા ખંડેરો જેવી બની ગઈ. તો બીજી તરફ બેઉ પક્ષોના તે લાખો સૈનિકો આપસમાં લડીને મરાયા જે પોતાના અને પોતાના બાળ-બચ્ચાઓના જીવનનિર્વાહને ચલાવવા માટે સરકારી સૈન્યદળોમાં જાડાયા હતા. આ મહાવિનાશક સંહારના અસલ જવાબદાર આખરે કોણ લોકો હતા ? અને તેમને તેમના આ દુષ્કૃત્યો બદલ શું નુકસાન વેઠવું પડયું ? કાનૂનની જાગવાઈઓએ તેમની પકડ કરી કે કેમ ? અને વિશ્વભરમાં એ વિભષીકા ઉભી કરનારાઓને સજાઓ મળી કે કેમ ? આ સવાલોના જવાબ હજી પણ અધૂરા છે ! જ્યાં ‘જા જીતા વો સિકંદર’ એવો જ કાનૂન ચાલતો હોય તો આવા સવાલોના જવાબો આપવાની દરકાર કોણ કરે ?

આ પુસ્તકમાં લખાયું છે કે બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી ‘વિશ્વ રાષ્ટ્ર સંઘ’ની રચના કરવામાં આવી. ૧૯ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ એક કાયદો પસાર કર્યો જેને ‘મૂલોચ્છેદ અટકાવ અને એમ કરનારાઓ ઉપર સજાની જાગવાઈ’ (ઁિીvીર્હૈંહ ટ્ઠહઙ્ઘ pેહૈજરદ્બીહં ર્ક ય્ીર્હષ્ઠૈઙ્ઘી) નામ આપવામાં આવ્યું જેમાં લખવામાં આવ્યું છે કે ‘કોઈપણ પ્રકારના આયોજિત કાવતરાના ભાગરૂપે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કોઈ વિશેષ જાતિ, વંશ, ગ્રુપ કે કબીલાના લોકોની થોડા યા વધુ પ્રમાણમાં નૃસંષ હત્યાઓ કરવી એ અપરાધને ‘મૂલોચ્છેદ’ અપરાધ ગણવામાં આવશે. આવા નૃસંષ હત્યાકાંડો માટે ઉશ્કેરનારા અને પ્રોત્સાહન આપનારા લોકો પણ એટલા જ અપરાધી ગણાશે. કોઈ વિશેષ, જાતિ, ગ્રુપ કે વંશના લોકોની હત્યાઓનો આ અપરાધ ચાહે સામાન્ય પરિસ્થિતિઓમાં થયો હોય અથવા યુદ્ધ દરમ્યાન કરવામાં આવ્યો હોય, આંતરરાષ્ટ્રીય કાયદા-કાનૂનો અનુસાર તેને અક્ષમ્ય અપરાધ ગણવામાં આવશે. દરેક રાષ્ટ્રોના સત્તાધિશોની એ ફરજ છે કે તેઓ આવા અમાનવીય કૃત્યોની સખ્તાઈપૂર્વક રોકથામ કરે અને એમ કરનારા અત્યાચારીઓને સખતમાં સખત સજાઓ આપે. નીચે જણાવેલ કૃત્યોને આ પ્રકારનો અપરાધ ગણવામાં આવશે.

(૧) કોઈપણ જાતિ ગ્રુપ, વંશ કે કબીલાના લોકોની હત્યાઓ કરવી.

(ર) કોઈપણ જાતિ, ગ્રુપ, વંશ કે કબીલાના લોકોને સખત શારીરિક કે માનસિક ત્રાસ આપવો

(૩) કોઈપણ જાતિ, ગ્રુપ, વંશ કે કબીલાના લોકોને એ આશયથી મારવા- ફટકારવા તેમના શરીરના અંગો ભાંગી તૂટી જાય અને તેમનું જીવવું મુશ્કેલ બની જાય.

(૪) કોઈપણ જાતિ, ગ્રુપ, વંશ કે કબીલાના લોકોના જન્મદર ઉપર કાપ મૂકી દેવો. તેમના ઉપર નિર્ધારિત સંખ્યાથી વધુ બાળકો પેદા કરવા ઉપર પ્રતિબંધ લગાવી દેવો.

(પ) કોઈ એક જાતિ, ગ્રુપ, વંશ કે કબીલાના લોકોના સ્ત્રી-બાળકોના જબરજસ્તીપૂર્વક અન્ય પ્રતિસ્પર્ધી જાતિ કે ગ્રુપના લોકોને હવાલે કરી દેવા.

યાદ રહે કે રાષ્ટ્રસંઘ (યુનો)ના તમામ સભ્ય રાષ્ટ્રોને આ કાયદો સમાન રીતે લાગુ પડે છે. રાષ્ટ્રસંઘના સભ્ય એવા તમામ દેશોએ એને ‘કસ્ટમરી ઈન્ટરનેશનલ લા’ તરીકે  શિરોમાન્ય ગણ્યો છે ત્યારે હવે આપણે જાઈએ કે વિશ્વભરના દેશોમાં સંયુકત રાષ્ટ્રસંઘના આ કાયદાનું ચોકસાઈપૂર્વક અને નિષ્ઠાપૂર્વક પાલન થાય છે ખરૂં ? તેની જાગવાઈઓ ઉપર ઈમાનદારીપૂર્વક અમલ થાય છે ખરો ? વીસમી સદીની વાત છોડો. હાલ ચાલુ એવી એકવીસમી સદીના પ્રથમ સત્તર વર્ષોની આવી માનવસંહારની ઘટનાઓ ઉપર દૃષ્ટિપાત કરો. દેશોના દેશો માનવહત્યાઓ અને મૂલોચ્છેદના અમાનવીય કૃત્યોથી ખદબદી રહ્યા છે. એક યા બીજા બહાને વિશ્વભરમાં એક કરોડ જેટલા લોકોની બર્બરતાપૂર્વકની હત્યાઓ થઈ છે અને હજી એ સિલસિલો ધમધોકાર ચાલી રહ્યો છે. ખુદ સંયુકત રાષ્ટ્રસંઘમાં એ કાયદાનો ખરડો મુકનારા અને એને પસાર કરાવવાળા રાષ્ટ્રોના ગર્વિષ્ઠ અને અભિમાની સત્તાધીશો સીધી કે પરોક્ષ રીતે આવા હત્યાકાંડો સર્જવાના અપરાધીઓ બન્યા છે. આ લખાય છે ત્યારે (ર૧-ર-૧૮)ના મીડિયા સમાચારોમાં એ દૃષ્યો બતાવાઈ રહ્યા છે જેમાં સીરિયામાં પ્રેસિડેન્ટ અસદના સૈન્યદળોએ પોતાના જ દેશના એક વિસ્તાર ઉપર કરેલા ભયંકર બોંબમારામાં મરણને શરણ થયેલ ૩૦૦ જેટલા લોકોની તસવીરો બતાવવામાં આવી છે. નાના-નાના ફૂલ જેવા લોહીમાં લથપથ બાળકોને કફન પહેરાવીને લાઈનસર મુકવામાં આવેલા બતાવાઈ રહ્યા છે. એમના ચેહરાઓ ખુલ્લા છે અને એમને ઢાંકવામાં આવેલું કફન પણ લોહીથી ખરડાયેલું જાવા મળે છે. (અલ્લાહની પનાહ)

જા કાયદાઓ અને કાનૂનો માત્ર ખાનાપુરી માટે જ બનાવવામાં આવતા હોય, એના સચોટ અમલીકરણમાં વહાલા-દવલાની બેધારી નીતિ-રીતિઓ અપનાવાતી હોય, ‘હમારા ખૂન ખૂન, તુમ્હારા ખૂન પાની’ એવી માનસિકતાના વ્યવહારો ચલાવવામાં આવતા હોય, પ્રતિપક્ષી અથવા વિરોધીઓને દબાવવા કચડવા માટે જ એનો ઉપયોગ થતો હોય, સંયુકત રાષ્ટ્રસંઘને એનું સચોટ પાલન કરાવવાની કોઈ સત્તા જ પ્રાપ્ત ન હોય, આવી ઘટનાઓમાં અપરાધીક રીતે આંખ આડા કાન કરવામાં આવતા હોય તો એવા કાયદા-કાનૂનોના ગઠનની આખરે શું કિંમત ? અને એનો અર્થ પણ

શું ? શું જંગલનું રાજ આમ જ ચાલતું રહેશે.

બાહર કી તુ માટી ફાકે,

મન કે ભીતર કયું ના ઝાંકે ?

ઉજલે તન પર માન કિયા,

પર મન કી મેલ ન ધોઈ !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here