કોલ-કરારને ભુલાવી દેવાના પરિણામો

0
260

(૭) જીવનધારા (વ્યવહારો અને આચરણો) અલ્લાહ-રસૂલના આદેશો મુજબ નહીં હોય તો એવો ઇસ્લામ અલ્લાહની નજરોમાં સ્વીકાર્ય નહીં રહે એ વિચાર લગભગ ભૂંસાઈ ગયો એટલે અલ્લાહની કિતાબને સમજીને પઢવાનું અને નબી સ.અ.વ.ના આદેશોના અધ્યયનનું મહત્વનું કામ લગભગ છૂટી ગયું.  એના પરિણામો કેવા ગંભીર આવી શકે છે તેની પછી કોઈ પરવા રહી નહીં. (આ બે કામોને છોડી દેવામાં આવશે તો તેના કેવા ગંભીર પરિણામો આવશે તે જાણવા માટે સૂરઃએ અન્‌આમની આયતો ૧પપથી ૧પ૭નો અભ્યાસ કરો) જે વિદ્યાર્થી કોર્સના પાઠયપુસ્તકોનો અભ્યાસ ન કરે અને શિક્ષકના માર્ગદર્શનને પણ ધ્યાન પર ન લે તે પરીક્ષામાં પાસ થાય ખરો ?

(૮) અસલ વાતો અને અસલ પદ્ધતિઓને કુઆર્ન-હદીસ તથા સીરતે નબવીના પ્રકાશમાં જાણવા સમજવાનું ચલણ છૂટી ગયું એટલે નકલી વાતો અને પદ્ધતિઓ ધર્મ આધારોના નામે દીને ઇસ્લમમાં ઘુસપેઠ કરી ગઈ. ઘુસાડનારા લાભેચ્છુ લોકોએ આવી બધી બનાવટી વાતો ઘુસાડી અને આમ મુસ્લિમ  સમુદાય અસલ વાતોથી અજ્ઞાન હોવાના કારણે તેમણે પણ એવી નકલી વાતો અને પદ્ધતિઓને કોઈ પણ જાતની જાંચપડતાલ કર્યા વગર  અપનાવી લીધી અને એક મોટો સમૂહ એને ‘ફોલો’ કરતો થઈ ગયો. સૂરઃ અન્આમની આયત નંબર ૧૧૯માં અલ્લાહતઆલા આવા લોકોને ચેતવણી આપતાં કહે છે ‘મોટાભાગના લોકોને હાલ એ છે કે તેઓ (કુઆર્ને હદીસના) કોઈ પણ જાતના જ્ઞાન વિના માત્ર પોતાની મનેચ્છાઓ, પ્રમાણે ભટકાવનારી વાતો કરે છે, આવા હદમર્યાદાઓ વળોટી જનારા લોકોને તમારો રબ ખૂબ જાણે છે.’

(૯) અલ્લાહ રસૂલ તરફ ધ્યાન કેન્દ્રીત રહેવાનું ઓછું થઈ  જવાના કારણે એ ધ્યાન પછી અન્યો તરફ વળી ગયું. અલ્લાહ-રસૂલને ‘મુતાઅ’ (આજ્ઞાપાલનના અધિકારી) માનવાના બદલે અન્યોને ‘મુતઆ’ બનાવી લઈ તેમના અનુસરણને વધુ મહત્વ આપવા લાગ્યું. આનો લાભ ઉઠાવીને અસલ ઇસ્લામી જ્ઞાનથી સાવ કોરા લોકો પણ ‘મુતાઅ’ બની બેઠા. પ્યારા નબી સ.અ.વ.ની એક હદીષમાં એવું વર્ણન થયું છે કે જ્યારે આવું થશે (એટલે કે ઇસ્લામી જ્ઞાનના માપદંડ અલ્લાહ-રસૂલથી લેવાવાનું ઓછું થઈ જશે) ત્યારે અજ્ઞાનીઓ ‘મુતાઅ (અનુસરણના અધિકારી) બની જશે. અસલ ઇસ્લામી જ્ઞાનના અભાવના કારણે મનફાવે તેવા આધારો અને પદ્ધતિઓ બતાવશે. પોતે પણ ગુમરાહ થશે અને અન્યોને પણ ગુમરાહ કરશે. (મૂળ હદીસનો ભાવાર્થ)

(૧૦) ઇસ્લામ માનવજીવનમાં અખ્લાકીયાત (સદાચારીતા) કાયમ કરવાનું ખાસ  મિશન ધરાવે છે. શિસ્તપાલન કાયમ કરીને જીવનનાં તમામ ક્ષેત્રોમાંથી અખ્લાકી બૂરાઈઓનો ખાત્મો અને ભલાઈઓનું સ્થાપન કરવું એનો ખાસ અલ્લાહ ઇચ્છિત પ્રોગ્રામ છે. અલ્લાહ તરફથી ધ્યાન હટી જવાના કારણે આ મહત્વનું કામ પણ કમજાર પડી ગયું અને  પ્રકાર પ્રકારની અખ્લાકી બૂરાઈઓ મુસ્લિમ સમુદાયના જનજીવનમાં વ્યાપ્ત થઈ ગઈ.

(૧૧) સંયમીતતા, ખુદાતરસી અને ‘તકવા’નો ગ્રાફ એકદમ નીચે ઉતરી ગયો. ખુદાના ડર વિના બિન્દાસ્તપણે ફાવે  તે કરી નાંખવાની માનસિકતાનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે ન પૂછો વાત. આનો ઈન્કાર જ થઈ શકે એમ નથી.

(૧ર) અલ્લાહ રસૂલને જ ‘મુતા’ (આજ્ઞાપાલનના અધિકારી) માનવાનું છોડીને અન્યોના પાછળ પડવાથી ઉમ્મતમાં ગીરોહબંદીઓ (જૈથવાદ)નું પ્રમાણ ખુબ વધી ગયું, જેના કારણે ઉમ્મતની એકતા ખંડિત થઈ ગઈ. સૂરઃ અન્આમની આયત નંબર ૧પ૯માં આ પરિÂસ્થતિઓ ઉપર પોતાની નારાજગી વ્યકત કરતાં અલ્લાહે કહ્યું ‘હે નબી, જે લોકોએ પોતાના દીન (અલ્લાહરસૂલ અર્પિત જીવન માર્ગ)ને ટુકડા-ટુકડા કરી નાંખ્યો અને અલગ-અલગ જૂથોમાં વિભાજિત થઈ ગયા તેમનાથી તમારો કોઈ સંબંધ નથી તેમનો મામલો અલ્લાહને સુપરત છે. (કયામતના દિવસે) તે તેમને જણાવશે કે (ખરેખર શું કરવાનું હતું) અને તેઓ શું કરતા રહ્યા હતા.’ (આ શબ્દો બની ઈસરાઈલના વલણ ઉર છે. પણ મુસ્લિમ સમુદાય પણ આજે એજ વહેણમાં વહી ગયો છે !) આના ઉપર મૌલાના મૌદૂદી દ્વારા લિખિત વિવરણ નોંધ-૧૪૧ (તફહીમુલ કુઆર્ન, ભાગ-૧, પેજ-૬૦૪) વાંચવા જેવી છે. જરૂરથી એકવાર વાંચી જજા.

(૧૩) જીવન તો જીવવાનું જ હતું અને તેની પદ્ધતિઓ માટે ‘ગાઈડલાઈન્સ’ની જરૂરત અનિવાર્ય હતી. અલ્લાહ-રસૂલ સાથેનો કોલ-કરાર ભૂલાઈ ગયો એટલે કે ઉમ્મતના લોકોનું ધ્યાન જીવન આધારો મેળવવા માટે બીજા માર્ગો શોધતું થઈ ગયું. ગૈરમુસ્લિમ સમાજા પ્રોગ્રામો બનાવીને જ ઉભા હતા, તેમણે જીવનધારા  ને શોધતા આ ટોળાઓને ઝડપી લીધો. નવા નવા વિચારો અને નવી નવી પદ્ધતિઓનો

આભાર – નિહારીકા રવિયા  તેમણે જારદાર મારો ચલાવ્યો. રોશનખ્યાલી અને પ્રગતિવાદના નામે માનવીય હદમર્યાદાઓનો દાટ વળી ગયો. તેમના સમાજાએ અપનાવેલી એ પદ્ધતિઓની ચમક-દમકમાં અલ્લાહ-રસૂલના માર્ગદર્શનથી દૂર થઈ ગયેલી ઉમ્મતની આંખો  એની રંગીનીઓથી ઝંખવાઈ ગઈ અને વિશ્વવ્યાપી ઇસ્લામી સમાજરચના તથા ઇસ્લામી સંયમી સભ્યતાને ભૂલી ચૂકેલી ઉમ્મત એની જાળોમાં ફસાઈ ગઈ. પ્યારા નબી સ.અ.વ.એ પોતાની કૌમ (કુરૈશ)ને સંબોધીને એક હદીસમાં જે કહ્યું  મફહુમ એ છે કે  તમે જહન્નમના કિનારે પહોંચી ગયા છો અને તેમાં પડવા જઈ રહ્યા છો. હું તમને ખેંચી ખેંચીને  બહાર લાવી તેનાથી દૂર કરૂં છું પણ તમે છો કે વળ વળીને તેના તરફ જઈ રહ્યા છો.’ (હદીસ ભાવાર્થ) આજની મોટાભાગની ઉમ્મતનો હાલ કંઈક આવો જ છે. અલ્લાહ-રસૂલ સાથેના કોલ-કરારથી ગફલતનું આ પરિણામ છે.

(૧૪) ગિરોહબંદીઓ અને જૂથવાદે ઉમ્મતની અકેતાને છિન્ન-ભિન્ન કરી નાંખી. મસલકી મતમતાંતરો એટલા બધા વકરી ગયા કે મતભેદોની વણઝાર લાગી ગઈ અને ઉમ્મત અંદરોઅંદર લડતી ઝઘડતી રહીને ખુવાર થવાના આરે પહોંચી ગઈ. કુઆર્નો-અહદીસની બુનિયાદ ઉપર એક જૂથ થઈને રહેવાનું સાવ ભૂલાઈ ગયું. જેના પ્રતાપે ઉમ્મતને વિશ્વભરમાં જીલ્લત અને રૂસ્વાઈનો સામનો કરવો પડી રહ્યો છે છતાં ‘દોરડી બળે પણ વળ ન છોડે’એ ઉÂક્ત પ્રમાણે કોઈ કંઈ સમજવા જ તૈયાર નથી ! (અલ્લાહની પનાહ) અલ્લાહે તો સ્પષ્ટ સૂચના આપી હતી કે ‘અલ્લાહ અને તેના રસૂલના આદેશોનું પાલન કરો અને આપસમાં વિવાદ-ઝઘડાઓ ઉભા કરશો નહીં નહિતર તમે કમજાર થઈ જશો અને તમારી હવા ઉખડી જશે.’ (૮:૪૬) શું આજે આ હાલત નથી ?

(૧પ) કોલ-કરાર ભુલાઈ ગયા એટલે અલ્લાહ-રસૂલથી દૂરી ઉભી થઈ ગઈ. ઇસ્લામી તેહઝીબ

અને ઇસ્લામી સભ્યતા ખતમ થઈ ગઈ. લોકોએ અલ્લાહ-રસૂલને રીફર કરવાનું જ છોડી દીધું. દુન્યવી જીવનના લાભાલાભ માટે લોકો મનફાવે એવા તરીકાઓ તરફ વળી ગયા. દુન્યવી જીવન ઉપર ઇસ્લામી આધારોનો પ્રભાવ સાવ ઓછો થઈ ગયો. એ પ્રમાણે જીવવું લોકોને મનભાવન બની ગયું એટલે અલ્લાહના દીનને ઈબાદતો અને વઝીફાઓ સુધી મર્યાદિત કરી લેવામાં આવ્યો. દુન્યવી જીવનમાંથી ઇસ્લામી બુનિયાદોની દખલઅંદાઝી ખતમ થઈ ગઈ. ઉમ્મતનું આ વલણ જાઈને દીની રેહબરોએ પણ પીછેહટ કરી લઈને ‘મર્યાદિત ઇસ્લામ’ને જ પ્રાધાન્ય આપી દઈને એટલા જ ભાગની તાલીમનો પ્રબંધ કરવાનું મુનાસિબ માની લીધું. ‘પૂરા ઇસ્લામ’ (હબ્લીલ્લાહ અને સીલ્મે કાફફહ)નો પ્રબંધ કરવાનું કામ ખોરંભે પડી ગયું. પૂરા કુઆર્નને હાઈલાઈટ કરવાનું કામ છોડી દેવાયું:

(૧૬) અસલ ભૂલાયું એટલે નકલની ઘુસપેઠ થવા માંડી. એવી પદ્ધતિઓ અને રીતરસમો જેને ઇસ્લામ સાથે કોઈ લેવા-દેવા નથી, કેટલીય એવી પદ્ધતિઓ જે ઇસ્લામી પ્રાવધાનોથી સાવ વિપરીત છે તે દીની આધારોના રૂપમાં મુસ્લિમ સમુદાયમાં ઘુસપેઠ કરી ગઈ જેણે ઇસ્લામના ‘અસલ સ્વરૂપ’ને સાવ બગાડી નાંખ્યું.

કોલ-કરાર ભૂલાઈ જવાથી અલ્લાહ-રસૂલ સાથેનો સંબંધ ક્ષીણ થવાના કારણે આવા બધા ફસાદ ઉમ્મતમાં ઉભા થઈ ગયા, જેનું નિવારણ કરવાનો કોઈ માર્ગ દેખાતો નથી. સિવાય કે ઉમ્મત ફરી અલ્લાહ-રસૂલ સાથેના કોલ-કરારને મજબૂત કરે. તેના ઉપર પૂરા ઉતરવા તૈયાર થઈ જાય. કિતાબુલ્લાહ અને અહાદીસે નબવી તથા સીરતે રસૂલ અને સીરતે સહાબાનો ગહનતાપૂર્વક અભ્યાસ કરવાનો પ્રબંધ કરે અને તેના દિશા-નિર્દેશો ઉપર ઉમ્મતની જીવન વ્યવસ્થાની ફેરરચના કરવા એકજૂથ થઈને ખંત અને ધગશથી કામ કરવા પ્રવૃત્ત થાય તો જ હવે કોઈ પરિવર્તન આવી શકે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here