ખિરાજે અકીદત- શબ્દાંજલિ

0
192

મૃદુભાષી, સરલ વ્યક્તિત્વ અને કવિહૃદયી, સ્મિત વેરતું મુખારવિંદ મર્હૂમ દાઊદભાઈ ખાંધિયા સાહેબની આ જ ઓળખ હતી.

ટપાલખાતાની સરકારી અધિકારીની નોકરીમાંથી નિવૃત્ત થયેલા એટલા શિસ્તના આગ્રહી તો ખરાં જ ! મેહમાનનવાજી તેમના સ્વભાવમાં વણાયેલી.

‘શાહીન’ સાપ્તાહિકના કટાર લેખક તરીકે તેમણે તેમની છાપ ઉભી કરી હતી. ‘શાહીન’ સાપ્તાહિકના દરેક અંકમાં દાઉદભાઈના લેખ જરૂર નજરે પડે. અલબત્ત તેમણે ઇસ્લામિયાત ઉપર જ લખ્યું. તેમના લેખોમાં મુસ્લિમો, સમાજનું અને વિશેષ કરી યુવાનોનું પ્રશિક્ષણ કુઆર્નના આદેશો મુજબ  થાય તેની ચિંતા જાવા મળતી. તેમના લેખોની વિશેષતા એ હતી કે તેમાં અલ્લામા ઇકબાલનો કોઈ ને કોઈ પ્રચલિત ‘શે’ર’ જાવા મળતો. બની શકે ‘ઇકબાલિયત’ તેમનો રૂચિનો વિષય રહ્યો હોય.

દાઉદભાઈએ ઉર્દૂ અને ગુજરાતીમાંસરળ ભાષામાં ગઝલ પણ લખી છે. ‘હમ્દ’ પણ લખી છે. તેનું સંકલન થાય તો ગુજરાતી સાહિત્યને પણ એક નજરાણું પ્રાપ્ત થાય.

જમાઅતે ઇસ્લામી હિદના રૂકન હતા. સક્રિય રીતે જમાઅતનું કાર્ય કરતા રહ્યા. જમાઅતના ગુજરાત રાજ્યના સેક્રેટરી હલ્કા તરીકે પણ  તેમણે સેવાઓ આપી. ર૦૦રના ગુજરાતના કોમી રમખાણોમાં ઇસ્લામી રિલીફ કમિટીના નેજા હેઠળ અસરગ્રસ્તોમાં રાહતકાર્ય કર્યું. વિસ્થાપિતોની કોલોની બનાવવામાં પણ તેઓ સક્રિય રહ્યા.

ગુજરાતી કવિના શબ્દોમાં લખું તો

ભરસભામાંથી અચાનક

કાંઈ ચાલી ગયંં!

કાંઈ ના પૂરી શકે તેવી

જગા ખાલી પડી

અલ્લાહતઆલાથી દુઆ છે, મર્હૂમ દાઊદભાઈની મગફિરત ફરમાવે, તેમને જન્નતમાં ઉચ્ચ સ્થાનથી નવાઝે, તેમના સ્વજનોને સબ્રે જમીલ અતા કરે. (આમીન)

અબ્દુલ લતીફ શેઠ, મોડાસા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here