ખુર્રમ મુરાદ

0
165

જા મઝા દિયા તડપને કે યે આરઝૂ હૈ યા રબ
મેરે દોનોં પહેલૂઓં મેં દિલે બે-કરાર હોતા

એકાંતપ્રિય ખુર્રમ મુરાદે ધીમે ધીમે તકરીર શરૂ કરી. પહેલા તો પુસ્તકોમાંથી કોપી કરી લઈ જતા અને વાંચી જતા. ધીમે ધીમે હાર્દને અદા કરવાનું સામર્થ્ય પેદા થયું. તે એટલે સુધી કે ઈ.સ.૧૯પરમાં પોતાના કોલેજના શ્રેષ્ઠ વકતાનું બિરુદ મેળવ્યું. ઇજિપ્તમાં ઈખ્વાન ઉપર અજમાયશકાળ હતો, તેથી સઈદ રમઝાને કરાચીમાં શરણ મેળવેલી હતી. ખુર્રમ મુરાદે તેમનાથી સંપર્ક કર્યો અને તેમની સાથે મળીને કરાચી જમીઅતે સામૂહિક રીતે કયામે લૈલ (તરાવીહ), શબ-બેદારી (રાતે જાગવું), નફિલો અને અઝ્કારનું આયોજન કર્યું, અને તેમને પોતાની તર્બિયતગાહો (પ્રશિક્ષણ શિબિરો)નો એક અભિન્ન અંગ બનાવી લીધા. આ મહેનતોથી જમીઅતનું કામ એટલું વધ્યું કે કયાં તો સાપ્તાહિક ઇજતિમાઅ એક નાના સરખા રૂમમાં થતો હતો અને કયાં મોટા મોટા કોલેજાના હોલ નાના પડવા લાગ્યા. રપ૦થી ૩૦૦ જેટલા છોકરા ઇજતિમાઅમાં આવવા લાગ્યા. સાપ્તાહિક ઇજતિમાઅમાં ખુર્રમ મુરાદે ઉમ્મતના ઇમામો અને મુજદ્દિદોના શીર્ષકથી એક સીરિઝ હેઠળ કેટનય તકરીરો કરી. ખુર્રમ મુરાદને થોડા જ સમયમાં અંદાજા આવી ગયો કે દા’વતનો કુદરતી (નેચરલ) મેદાન મહોલ્લો છે, કોલેજ નહીં, આથી મહોલ્વાવાર વર્તુળો બનાવવાનો સિલસિલો શરૂ કર્યો. આ રીતે રહેણાંક વર્તુળોમાં વ્યવસ્થા ઉભી થઈ.

ઈ.સ.૧૯પ૧માં તેમના જ વ્યવસ્થાકાળમાં અંગ્રેજી મેગેઝીન ‘સ્ટૂડન્ટ્‌સ વાઈસ’નું વિમોચન થયું. તેહરીકે ઇસ્લામીની હદ સુધી જાતાં અંગ્રેજીનો આ પ્રથમ મેગેઝીન હતો. આ મેગેઝીને કેટલીય સૂક્ષ્મ કે દુષ્કર ચર્ચાઓ ઉઠાવી અને વિદ્યાર્થીઓ માટે ‘ટ્રેન્ડ સેટર’ની ભૂમિકા ભજવી. મેગેઝીને ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી. ઇસ્લામી બંધારણ પરનો તેનો વિશેષાંક ૧૦ હજાર જેટલો છપાયો. અનેક વખત એવું થયું કે તેને વેચવા માટે ખુર્રમ મુરાદ પોતાના સાથીઓ સાથે પોતે અખબાર વિક્રેતા બન્યા. ટાઈ-કોટ અને સારો પોષાક પહેરેલ આ વિશિષ્ટ અખબાર-વિક્રેતા અખબારની સાથે સાથે ઇસ્લામની દા’વત પણ ફેલાવતા રહ્યા. એ જ જમાનામાં ‘ડાઉ મેડિકલ કોલેજ’એ ર૭ વિદ્યાર્થીઓને ફી ન ભરી શકવાના કારણે પરીક્ષા આપવાથી અટકાવી દીધા. ખુર્રમ મુરાદે વિવિધ વેપારીઓને મળીને એ બાળકોની ફીની વ્યવસ્થા કરી. ખિદમતે ખલ્ક (જનસેવા) અને તેહરીકના પરિચય માટે ખુર્રમ મુરાદે નીત-નવી રીતોના ઉપયોગ ઉપર ભાર મૂકયો. દા.ત. પરીક્ષાના પત્રો છાપીને વ્હેંચ્યા. મફત પુસ્તકાલાયની વ્યવસ્થા કરી. ફ્રી કાચિંગ કલાસિસની શરૂઆત કરી. પછી તેમણે વિદ્યાર્થીઓ માટે કરવામાં આવતી એ લાભદાયી પ્રવૃત્તિઓને સ્ટૂડન્ટસ સર્વિસ યુનિટ બનાવીને વિધિવત સ્વરૂપ આપી દીધો, અને ફંડ્‌ઝની કાયમી વ્યવસ્થા કરી દીધી. આ તમામ કાર્યોમાં પ્રમુખ કે જવાબદાર અથવા તો વ્યવસ્થાપક રૂપે ખુર્રમ મુરાદ ફકત હુકમ ચલાવવા પર જ સંતોષ માનતા ન હતા, બલ્કે એક કાર્યકર તરીકે એ તમામ કાર્યોમાં જમીની સ્તરે સામેલ પણ રહેતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here