ખુર્રમ મુરાદ

0
162
Waleed Eseily

જા મઝા દિયા તડપને કે યે આરઝૂ હૈ યા રબ

મેરે દોનોં પહેલૂઓં મેં દિલે બે-કરાર હોતા

રાતનો ‘રાહિબ’, દિવસનો એક્ટિવિસ્ટ

તેમણે હમીદિયા કોલેજ ભોપાલમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી લીધો. પ્રથમ વર્ષે જ ફર્સ્ટ પોઝીશન મેળવીને સ્કોલરશીપ હાસલ કરી. આ સ્કોલરશીપથી સાયકલ ખરીદી; કેમ કે ગત્‌ આખા વર્ષ પ કિ.મી. દૂર આવેલ કોલેજમાં પગપાળા જ જવું પડતું હતું. એ જ જમાનામાં જમાઅતના સાપ્તાહિક ઇજતિમાઓમાં જવાનું શરૂ કરી દીધું હતું, અને ‘તર્જુમાનુલ કુઆર્ન’ની આખી ફાઇલ વાંચી નાખી હતી.

ઓકટોબર ૧૯૪૮માં ખુર્રમ મુરાદનો પરિવાર પાકિસ્તાન હિજરત કરી ગયો. કરાચીના ડી.જે.કોલેજમાં વિજ્ઞાન પ્રવાહના બીજા વર્ષમાં પ્રવેશ મેળવી લીધો. પાકિસ્તાન પહોંચતા જ તેમને જમાઅત સાથે સંબંધ બહાલ-યથાવત્‌ કરવાની ચિંતા થઈ, પરંતુ હિજરતના લીધે સર્જાયેલ ખાનગી સમસ્યાઓના કારણે તેમાં થોડોક સમય લાગી ગયો. ત્યાં જ તેમને ઝફર ઇસ્હાક અન્સારી, ઝમીર અહમદ અને ખુરશીદ અહમદ જેવા મિત્રો-સાથીઓ મળી ગયા; જેમની સાથે ભાઈ-બંધુત્વનો રિશ્તો જીવનપર્યંત સ્થપાયેલ રહ્યો. ઇસ્લામી જમીયતે તુલ્બા સાથેનો સંબંધ પણ સ્થપાયેલ ડી.જે. કોલેજનું ઈસ્લામ વિરોધી વાતાવરણ ખૂબ જ મજબૂત હતું આથી દા’વત (નિમંત્રણ)નું કાર્ય એવું થઈ શકતું ન હતું જેવું કે ખુર્રમ મુરાદઈચ્છતા હતા. પરંતુ ખુર્રમ મુરાદ અને તેમના શ્રેષ્ઠ સાથીઓ બંધ ઓરડા કે કયારેક લોનમાં બેસીને ઇજિતિમાઅ કરી લેતા હતા. હિજરત, નવું વાતાવરણ અને નવા અભ્યાસક્રમના કારણે ઇન્ટરમાં તેમનું પરિણામ થર્ડ ડિવિઝન રહ્યું. ત્યાર પછી શું થાય ? આમ તો ખુર્રમ મુરાદની દિલચસ્પી પૂરી રીતે દીની તથા શરઈ ઉલૂમ (જ્ઞાન)માં હતી અને વિજ્ઞાન તથા ગણિતના શુષ્ક પુસ્તકોમાં તેમનું દિલ સ્હેજ પણ લાગતું ન હતું, પરંતુ ઘરવાળાઓના આગ્રહથી તેમણે સિવિલ એન્જિનિયરીંગમાં પ્રવેશ લીધો.

થોડાક જ દિવસો બાદ ખુર્રમ મુરાદને કરાચી જમિઅતના નાઝિમ બનાવી દેવામાં આવ્યા. જવાબદારીના અહેસાસે ખુર્રમ મુરાદનું વ્યક્તિત્વ અને તેમની કાબેલિયતોમાં ચારચાંદ લગાવી દીધા. (અર્થાત્‌ ખૂબ જ નિખાર લાવી દીધો) તેમણે જવાબદારી મળતાં જ નવીનતા આ અપનાવી કે કરાચીની જમિઅત, તેનું માનવબળ (સંખ્યા), સંસાધનો તેમજ સંજાગોથી સંબંધિત આયોજન કર્યું. આ રીતે આયોજનબદ્ધ કાર્યોની શરૂઆત કરી.

 સ્ટડી સર્કલ બનાવવામાં આવ્યા, પ્રશિક્ષણ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા, દા’વત (નિમંત્રણ)ના કાર્યોના વિસ્તૃતિકરણનું કામ થયું અને જમાનામાં રસ્મી (પરંપરાગત) ઇજતિમાઓ ટૂંકા થતાં, પરંતુ બિન-રસ્મી (બિન-પરાંપરાગત્‌), સંબંધો સારા સાનુકૂળ (સમતળ) બનાવવા માટેના દરેક શકય પ્રયત્નો કરવામાં આવ્યા, કેમ કે આ જ પ્રકારના સંબંધો વધુ ટકાઉ હોય છે. ખુર્રમ મુરાદે હોંશિયાર-તેજસ્વી બાળકોને તેહરીકની નજીક લાવવા માટે આયોજન કર્યું, અને અખબારમાંથી મેટ્રિકના પરિણામો જાઈને સારા છોકરાઓ પર પોતાના દા’વતી પ્રયત્નો કેન્દ્રીત કર્યા. તેમના ઘરે પહોંચીને તેમને મુબારકબાદ આપી.

તેહરીકી લિટ્રેચર-સાહિત્ય આપ્યું, અને ઇસ્લામી જમિઅતુતલબાનો પરિચય કરાવડાવ્યો. આ રીતે ખૂબ જ તેજસ્વી પ્રતિભાઓ તેહરીકે ઇસ્લામીના કારવામાં સામેલ થઈ ગઈ. (ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here