જન્નત અને દોઝખ • સ્વર્ગ અને નર્ક

0
233

(૧ર) અનુવાદઃ

હઝરત જાબિર રદિ. કહે છે કે એક વ્યક્તિએ પૂછયુંઃ યા રસૂલુલ્લાહ સ.અ.વ.! શું જન્નતવાસીઓ ઉંઘશે પણ ? ફરમાવ્યું: ઉંઘ મૃત્યુની બહેન છે, જન્નતવાસીઓ મૃત્યુ નહીં પામે.૧ર (અલ બયહકી, ફી શો’બુલ ઈમાન)

સમજૂતીઃ

૧ર એટલે કે તેઓ હંમેશા જાગતા રહેશે. આ જાગવું તેમના માટે રાહતરૂપ હશે તેઓ હંમેશા તાજગીમાં રહેશે. તેમને ન તો કોઈપણ પ્રકારનો થાક નહીં લાગશે અને ન તો તેમના પર ઉંઘ છવાશે… દુનિયામાં પણ મધમાખીઓ વિશે જાણીતું છે કે તેઓ જીવનભર જાગતી જ  રહે છે. કયારેય ઉંઘતી નથી. અલબત્ત તેઓ આરામ જરૂર કરે છે.ઉંઘવાની તેમને જરૂર નથી પડતી.

(૧૩) અનુવાદઃ

અબૂ સઈદ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લા સ.અ.વ.એ ફરમાવ્યું કે અલ્લાહતઆલા જન્નતવાસીઓને ફરમાવશેઃ હે જન્નતવાસીઓ ! તેઓ અરજ કરશે કે હાજર છીએ અમે હે અમારા રબ ! તારી સેવામાં હાજર છીએ તમામ ને’મતો તારા હાથમાં છે. પછી તે ફરમાવશેઃ શું તમે રાજી અને ખુશ છો ? તેઓ કહેશે : અમે કેમ રાજી નહીં હોઈએ, જ્યારે કે આપે અમને એ બધું આપ્યું છે કે જે પોતાની (બીજી) કોઈ પણ મખ્લૂકને આપ્યું ન હતું. તે ફરમાવશેઃ શું હું તમને આનાથી પણ વધુ બહેતર એક વસ્તુ ન આપું ? તેઓ અરજ કરશે : હે રબ ! એ કઈ વસ્તુ છે જે આનાથી પણ વધીને (બહેતર) હશે ? અલ્લાતઆલા ફરમાવશેઃ હું તમને મારી પ્રસન્નતા અને ખુશી એનાયત કરૂં છું. ત્યાર પછી હવે કયારેય પણ હું તમારાથી નારાજ નહીં થાઉં.૧૩ (બુખારી, મુસ્લિમ)

સમજૂતીઃ

૧૩ અલ્લાહની કાયમી પ્રસન્નતા અને તેની ખુશી સૌથી મોટી દૌલત છે જે જન્નતવાસાઓને પ્રાપ્ત હશે. કુઆર્નમજીદમાં પણ આ ને’મતનું વર્ણન બીજી ને’મતોની સાથે આ શબ્દોમાં કરવામાં આવ્યું છે : ઈમાનવાળા પુરૂષો અને ઈમાનવાળી †ીઓ સાથે અલ્લાહનો વાયદો છે કે તેમને એવા બાગો આપશે જેમની નીચે નહેરો વહેતી હશે અને તેઓ તેમાં હંમેશાં રહેશે. આ સદાબહાર બાગોમાં તેમના માટે રહેવાની સ્વચ્છ જગ્યાઓ હશે અને સૌથી વધીને એ કે અલ્લાહની પ્રસન્નતા તેમને પ્રાપ્ત હશે. આ જ મોટી સફળતા છે. (સૂરઃ તૌબા, આયત-૭ર)

(૧૪) અનુવાદઃ

નૌમાન બિન બશીર રદિ. કહે છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું : દોઝખવાસીઓમાં સૌથી હળવા અઝાબવાળી વ્યક્તિ એ હશે જેની ચપ્પલો (જાડા, પગરખાં) તથા તેની દોરી આગની હશે, જેમનાથી તેમનું ભેજું એવી રીતે ઉકળશે કે જેવી રીતે દેગચી (તપેલી, હાંડી) (ચૂલા પર) ઉકળે છે, અને તે આ નહીં સમજે કે કોઈ આનાથી વધારે અઝાબમાં છે. જા કે એ તમામ દોઝખવાસીઓ કરતાં (સૌથી) હળવા અઝાબમાં હશે.૧૪

 (બુખારી, મુસ્લિમ)

સમજૂતી :

૧૪ જ્યારે સૌથી હળવા અઝાબની તીવ્રતા અને પીડાની આ સ્થિતિ છે તો  સખત અઝાબની કૈફિયત કેવી હશે. અલ્લાહ આપણા સહુને દોઝખના અઝાબથી સુરક્ષિત રાખે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here