જન્નત અને દોઝખ • સ્વર્ગ અને નક

0
221

(૯) અનુવાદઃ

(૯) અનુવાદઃ

હઝરત અબૂ હુરૈરહ રદિ. કહે છે કે રસૂલૂલલાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ જે વ્યÂક્ત જન્નતમાં દાખલ થશે તે ખુશ અને ચેન તથા રાહતથી રહેશે. ન તો ગમ તથા તકલીફનો સામનો કરશે અને ન તો તેના કપડા જીર્ણ તથા જૂના થશે, અને ન તો તેનો શબાબ, (યુવાની/યુવાવસ્થા) સમાપ્ત થશે.’ (મુસ્લિમ)

(૧૦) અનુવાદઃ

હઝરત અનસ રદિ.નું નિવેદન છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ જન્નતમાં એક બજાર છે  જેમાં દરેક જુમ્આના દિવસે જન્નતવાસીઓ એકત્ર થશે, અને ત્યાં ઉત્તરીય પવન ફૂંકાશે, જે તેમના મોઢા તથા વ†ો પર સુગંધ પ્રસરાવી (ફેલાવી) દેશે, અને તેમના સૌંદર્યમાં વૃદ્ધિ થઈ જશે. જ્યારે તેઓ પોતાના કુટુંબીજનો પાસે એ Âસ્થતિમાં જશે કે તેમના સૌંદર્યમાં વૃદ્ધિ થયેલ હશે, તો તેમના કુટુંબીજનો તેમને કહેશેઃ અલ્લાહના સોગંધ ! અમારાથી અળગા થઈને તો તમે પોતાના સૌંદર્યમાં વૃધ્ધિ કરી લીધી. આના પર તેઓ કહેશેઃ અને તમે પણ અલ્લાહના સોગંધ, અમારા પછી સૌંદર્ય વધી ગયા.૧૦’ (મુસ્લિમ)

સમજૂતીઃ

૧૦ એટલે કે તેમના બાળ-બચ્ચાં તથા તેમની પત્નીઓનું સૌંદર્ય પણ અગાઉની તુલનામાં વધેલું હશે.

(૧૧) અનુવાદઃ

હઝરત મઆઝ બિન જબલ રદિ.થી રિવાયત છે કે નબી સ.અ.વ.એ ફરમાવ્યુંઃ જન્નતવાળા-જન્નતવાસીઓ જન્નતમાં એવી રીતે દાખલ થશે કે તેમના શરીર વાળથી સાફ હશે. તેઓ અમુર્દ (કિશોરાવસ્થાવાળો છોકરો) હશે, સુરમો લગાવેલી આંખો હશે, અને ૩૦-૩ર વર્ષની વય હશે.૧૧ (તિર્મિઝી)

૧૧. તે હંમેશ નવયુવાન અને સુંદર રહેશે. શરીર વાળોથી સાફ હશે.   મૂછોના દોરા ફૂટી ગયા હશે પરંતુ દાઢી ફૂટી (નીકળી) નહીં હોય. તેઓ એકદમ ગોરા હશે. શરીર કસાયેલા હશે. આંખો સુંદર અને સુરમાવાળી હોય એવી હશે. તેમની સુંદરતા તથા યુવાવથા કયારેય સમાપ્ત નહીં થાય. તિર્મિઝીમાં આ રિવાયત હઝરત અબૂ સઈદ રદિ.થી પણ રિવાયત કરવામાં (વર્ણવવામાં) આવી છે અને મુસ્નદ અહમદમાં અબૂ હુરૈરહ રદિ.ની રિવાયતોમાં પણ આ હદીસ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here