જ્યુડિશરીમાં મુસલમાનોની રુચિ

0
181

મુસલમાનોને જા સૌથી વધુ ફરિયાદ હોય તો તે અન્યાય વિશેની હોય છે, કે તેમની ઉપર જુલ્મ અને અત્યાચાર તો બહુ થાય છે પરંતુ તેમની સાથે ન્યાય નથી થતો. આ ઉપરાંત પણ કેટલીક સમસ્યાઓ છે કે જેમાં મુસલમાનો ન્યાયની રાહ જાઈ રહ્યા છે, પરંતુ કયાંયથી પણ તેમને ન્યાયની કિરણ દેખાતી નથી. મોબલિંચિંગ કે ટોળા-હિંસાની ઘટનાઓને જ જુઓ. મુસલમાનો પર કેટલા હુમલા થયા છે અને હજુ પણ થઈ રહ્યા છે. કેટલાય મુસલમાનોના મૃત્યુ થયા છે, પરંતુ એક પણ બનાવમાં ન્યાય નથી થયો. મારપીટ તથા હત્યા કરનારાઓને સજા નહીં બલ્કે ઉલ્ટાનું જે મુસલમાનો મૃત્યુ પામ્યા કે મારપીટના ભોગ બન્યા તેમની જ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે, અને ટોળા-હિંસા માટે તેમને જ જવાબદાર ઠેરવવામાં આવતા હોય છે.

હાલમાં આ એક સારી કે આવકારદાયક બાબત છે કે મુસલમાનોમાં હવે શૈક્ષણિક જાગૃતિ આવી છે તો સાથોસાથ અન્ય ક્ષેત્રોની જેમ તેઓ જ્યુડિશિયલ સર્વિસિસમાં પણ રૂચિ દાખવી રહ્યા છે અને તેમાં સારા પરીણામો પણ આવી રહ્યા છે. થોડાક દિવસો પહેલા પણ આ સમાચાર આવ્યા હતા કે દિલ્હી જ્યુડિશિયલ સર્વિસ એકઝામિનેશન ર૦૧૮માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી શિક્ષણ પામેલ અનમ રઈસખાને ૭૧ અને ઈસરાઅ અબ્બાસ ઝૈદીએ ૧૦૧ ક્રમ મેળવ્યો છે. પરીક્ષાના પરિણામો મે-ર૦૧૯માં આવ્યા. આનાથી વધુ ચોંકાવનારા પરિણામો ઉત્તરપ્રદેશ જ્યુડિશિયલ સર્વિસિસ (સિવિલ જજ જુનિયર ડિવિઝન) પરીક્ષાઓ ર૦૧૮ના રહ્યા, જે લેખિત તથતા મૌખિક ઇન્ટરવ્યૂના રૂપમાં થયા હતા. તેમાં ૧૮ મુસ્લિમ મહિલાઓ સહિત કુલ ૩૮ મુસલમાનોએ સફળતા મેળવી હતી. વિવિધ તબક્કાઓમાં યોજાયેલ આ પરીક્ષાઓમાં આમ તો ૬૪૬૯૧ ઉમેદવારો હતા, પરંતુ છેલ્લે ૬૧૦ ઉમેદવારોને જ સફળ થયેલ જાહેર કરવામાં આવ્યા. દેખીતી વાત છે કે ૩૮ મુસલમાનોની સફળતા એક મોટી વાત છે. એ સફળ થયેલ મુસ્લિમ ઉમેદવારોમાં મુહમ્મદ શાહનવાઝ સિદ્દીકી ૧૧મા અને જસીમખાન ૩૬મા ક્રમે રહ્યા. એકસો (૧૦૦) નીચેના ક્રમે પાંચ મુસલમાનો સફળ રહ્યા. જ્યારે કે બસ્સો (ર૦૦)ના અંદરમાં ૧પ મુસલમાનોના ક્રમ ૧૧થી શરૂ થઈને પ૯૭ પર પૂરો થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી જાવામાં આવી રહ્યું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મુસલમાનોની સામેલગીરી વધતી જઈ રહી છે. આ સિવાય તેમની પાસે બીજા કોઈ ઉપાય પણ નથી. જા કે હજી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મુસલમાનોની સફળતાનું પ્રમાણ તેમની વસ્તીના પ્રમાણમાં બહુ ઓછું છે. બહુ ઓછા મુસલમાનો ચૂંટાઈ શકે છે, જે અંગે ગંભીરતાપૂર્વક વિચારવાની અને પૂરતું ધ્યાન આપવાની જરૂરત છે. યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓ ર૦૧૮માં રેકોર્ડરૂપ પ૦ મુસલમાનો સફળ થયા હતા. તેમાં જેમાં સઅદમિયાં ખાનને રપમો ક્રમ પ્રાપ્ત થયો હતો. તેમના ઉપરાંત ટોપ-૧૦૦માં ૪ અન્ય મુસલમાને ફઝલ અલ-હસીબ (૩૬મા ક્રમે) જમીલ ફાતિમા ઝૈબા (૬રમા  ક્રમે), હસીન ઝોહરા  રિઝવી (૮રમા ક્રમે, આઝરઝિયાં (૯૭મા ક્રમે) સામેલ હતા.

આ બાજુ જ્યુડિશિયલની પરીક્ષાઓ તરફ મુસલમાનોનું વલણ કે ઝૂકાવ વધતો જઈ રહ્યો છે. આની પાછળ કારણ શું છે એ તો બતાવવું મુશ્કેલ છે પરંતુ આ વલણ-ઝુકાવના સારા પરિણામો આવી રહ્યા છે, અને મુસલમાનો આવી પરીક્ષાઓમાં સફળ થઈને  જજ બની રહ્યા છે. જા કે શરૂઆતમાં તેઓ સિવિલ જજ જૂનિયર ડિવિઝ જ બનશે પરંતુ બાદમાં પદોન્નતિ (પ્રમોશન) થતાં આગળ અવશ્ય વધશે. હવે જાવાનું આ છે કે માત્ર જ્યુડિશરી જ નહીં બલ્કે પોલીસ અને વહીવટીતંત્રમાં પણ મુસલમાનોની ભરતી જરૂરી છે, અને ત્યારે જ તેમની ઉપર ઉલ્લેખિત ફરિયાદ દૂર થઈ શકે છે.

ખૈર ! જ્યુડિશરીમાં મુસલમાનોની સફળતા અને મુસલમાનોનું જજ બનવું સારી અને આવકારદાયક વાત છે. આ સ્થિતિ વત્તા-ઓછા અંશે દેશના અનેક રાજ્યોમાં પણ છે. આ અંગે મિલ્લતે વધુ મહેનત, વધુ જાગૃતિ અને વધુ સજાગતા દાખવવાની આવશ્યકતા છે. આવી જ રીતે બાકીના પણ તમામ ક્ષેત્રે એવી જ જાગૃતિ તથા મહેનતની જરૂરત છે. હવે સ્હેજેય ગફલત કે બેદરકારી ખૂબજ નુકસાનકારક પુરવાર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here