તવબા તવબા, યે વો નશા હૈ, જા બતાઉં કૈસે ! લુટ ગયે હોશ તો, ફિર હોશ મેં આઉં કૈસે ? !

0
203

અગાઉના એક લેખમાં સ્વહિત, સ્વમોટાઈ અને સ્વસર્વોપરિતાના લાલચુ લોકો તરફથી માનવસમાજાને સ્વરચિત વૈચારિકતાઓની ભાંગ પીવડાવીને લોકસમૂહોને એ નશામાં ધૂત કરી, પોતાના કપટી કારખાનાઓ અંજામ આપનારા ઢોંગી અને ગર્વિષ્ઠ લોકોની માનસિકતા અને જગતમાં તેમણે મચાવેલા ઉદ્યમ વિશે થોડી વાત કરી હતી. આના પાછળનો આશય માત્ર એ જ છે કે માનવસમૂહો અને લોકટોળાંઓ સારાસારનો વિચાર કરીને વાસ્તવિકતા (ઓરીજનલ રિયાલિટી)ને શોધવાનો પ્રયાસ કરે. માનવી તરીકેના પોતાના સર્વોચ્ચ સ્થાનની ગરીમાને ઓળખે અને અધમતા તરફ ઢળી જવાના બદલે સર્વોત્તમ માનવીના પદ સુધી પહોંચવાના માર્ગો શોધી એ પંથે પ્રયાણ કરે. યાદ રહે આ ધરતીને આપણે સ્વર્ગસમાન બનાવવી છે એને નર્કાગારમાં બદલી નાંખવાની ભૂલ આપણને હરગીઝ પાલવે એમ નથી. માનજીવનના દરેક યુગોમાં એવા મહ¥વાંકાક્ષી લોકો આવતા જ રહ્યા છે જેમણે પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટે પોતપોતાના યુગના માનવસમાજાને વૈચારિકતાના નશાઓમાં ધૂત કરી દઈને પોતાની શંકુચિત મનેચ્છાઓ મુજબના કામો કઢાવી લીધા છે. તેઓ તેમની ચાલોમાં સફળ રહ્યા પરંતુ તેમના સંમોહનમાં ગરક થઈ જઈને માનવસર્જિત એ ઉધમાતોમાં ફસાયેલા પેલા લોકટોળાઓને આખરે પીડાઓ અને યાતનાઓ સિવાય આખરે શું મળ્યું ? ઇતિહાસ હવે અજાણો રહ્યો નથી. લોકો જાણે જરૂર છે પણ બોલતા નથી ! જરૂરત એ દુઃખદાયક ઐતિહાસિક ઘટનાઓથી બોધ લઈને સીધા અને સરળ માર્ગ તરફ પ્રયાણ કરવા તૈયાર થવાની છે. માનવતા ફરીથી જગતને પોકારી રહી છે. પેલા મહત્વાકાંક્ષી લોકો પહેલાં પોતાની ઈચ્છાઓને પાર પાડવા નજીકના અને દૂરના પ્લાન બનાવે છે. પ્રચાર-પ્રસારનો સહારો લઈને માનવસમૂહોના દિમાગોને પોતાના વશમાં કરવાના પ્રયોજનો કરે છે અને એ સંમોહિત લોકટોળાઓનો પોતાના એ પ્રયોજનોની જાળમાં ફસાવીને પોતાનું ધાર્યું કરાવી લે છે. મેવા-મલાઈ એ લોકોના હાથ લાગી જાય છે અને તેમનો હાથો બનેલા લોકોને, હંઈશો-હંઈશોમાં જાણે-અજાણ્યે સહભાગી બની ગયેલા માનવસમાજાને પીડા-યાતનાઓ સિવાય કંઈ જ હાથ લાગતું નથી. આખું મધ્યપૂર્વ આજે આ જ માયાજાળમાં ફસાઈને ભયંકર ખુવારીનો શિકાર બની રહ્યું છે. છતાં પેલો નશો ઉતરતો નથી પેલા મહત્વાકાંક્ષીઓ બરાબર વોચ રાખતા રહે છે.  કામણ જરા ઓછું થયું, નશો જરા હલ્કો પડયો કે ભાંગના બીજા ડોઝ લઈને મેદાનમાં આવી જાય છે, નવી નવી જામગીરીઓ ચાંપે છે અને ઠંડી થઈ પડવા જઈ રહેલી આગને ફરીથી ભભૂકતી કરવાના પેંતરાઓ અજમાવે છે. એવાં એવા કારસ્તાનો અને યુક્તિઓ અજમાવે છે કે માનવદિમાગો પલકવારમાં ભ્રમિત થઈ જાય છે અને પેલી આગનું ઈંધણ બનવા તૈયાર થઈ જાય છે. પોતાની મહત્વાકાંક્ષા પ્રમાણે માની લીધેલી સિદ્ધિઓને પ્રાપ્ત કરવા અન્યોને પછાડવા, હણી નાંખવા, ભસ્મીભૂત કરી દેવાની આ ગંદી માનસિકતા એ દરેક યુગમાં અજબ-ગજબના ખેલો કર્યા છે. માનવજાતે આવાં સંમોહનોથી મુકત થઈને સારાસાચનો વિચાર કરવાની બૌદ્ધિકતા કેળવવી જ પડશે. હંમેશ હંમેશથી જગતમાં ફસાદો ફેલાવવાનું અને માનવસમાજાને બૂરાઈઓથી ભરી દેવાનું કારણ એ જ મહત્વાકાંક્ષી શક્તિઓ બની છે જેઓ શક્તિ, સત્તા અને સંગઠનના જાર ઉપર બદઈરાદાપૂર્વકના પ્રયોજનો દ્વારા પ્રજામતને સંમોહિત કરીને જનસમર્થન મેળવી લઈ પોતાના એજન્ડાને પાર પાડવા ગમે તે કરી નાંખવા તૈયાર રહે છે. આવા લોકોને ન્યાય, પ્રજાહિત, રાષ્ટ્રહિત કે વિશ્વહિતની કંઈ પડી હોતી નથી. જા કે પોતાના સંબોધનોમાં તેઓ સર્વના હિતોની જાળવણીના ભરપૂર દાવાઓ કરતા રહે છે. જગતમાં ભલાઈ અને બૂરાઈની શક્તિઓ વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલતો જ રહે છે. ભલાઈને સ્થાપિત કરવા માંગતા લોકો કોઈપણ જાતના ભેદભાવ વગર તમામ માનવજાતના હિતની ખેવના લઈને કાર્યરત રહે છે. જગતમાં શાંતિ, સલામતી અને સુખાકારીનો માહોલ કાયમ કરવો, અતિરેકો અને અત્યાચારોનો ખાત્મો કરવો, માનવસમાજાને સદગુણીતાઓની દિશાઓ બતાવીને તેમને માનવતાના ઉચ્ચતમ દરજ્જા તરફ આગળ વધવા આહવાન કરવું એ જ તેમનો એજન્ડા હોય છે. જ્યારે બૂરાઈની શÂક્તઓ હંમેશાં ભાતભાતની સંકુચિતતાઓથી ગ્રસ્ત રહે છે. તેઓ હંમેશાં ભૌતિકતા પ્રચૂર જીવનસંરચનાની (meterialistic  civilization)ની ઝંખનામાં ગ્રસ્ત રહે છે અને તેના માટે ભયંકર વિધ્વંશ અને માનવસંહારના મહાપાપો કરતા પણ તેઓ સ્હેજે ખચકાટ અનુભવતા નથી. તેમની આ પાપલીલાઓને તેમનું પ્રચારતંત્ર બરાબરનું બેકગ્રાઉન્ડ પૂરું પાડતું રહે છે અને સંમોહન તરફ સહેલાઈથી ઢળી જતાં દિમાગો તેમની વાતોને સાચી માની લે છે. માનવજાતને આવી શયતાની શક્તિઓ આજ રીતે પરાપર્વથી છેતરતી આવી છે.

પ્રથમ વિશ્વયુદ્ધ ( ૧૯૧૪થી ૧૯૧૮)ના અંતે પોતાના વિરોધીઓને પછાડી દીધા પછી આ શક્તિઓને ખયાલ આવી ગયો હતો કે તેમની આ પાપલીલાઓના સામે જા કોઈ પડકારરૂપ બની શકે એમ હોય તો તે પેલી વિશ્વવ્યાપી ભલાઈની તે વિચારધારા છે જેના પાઠો ઇસ્લામે માનવજાતને આપ્યા છે. આ કોઈ માનવ રચિત વિચારધારા ન હતી જેમાં કોઈ કચાસ કે ઉણપની શકયતા બાકી રહે. બલ્કે આ તે સનાતન સત્ય વાસ્તવિકતાનો પ્રોગ્રામ હતો જે બ્રહ્માંડ, વિશ્વસૃષ્ટિ અને જીવસૃષ્ટિના સર્જનહારે તે માનવજાતને આપ્યો હતો. જેને તે તમામ જીવોમાં સહુથી પ્રિયપાત્ર માને છે. આમાં વ્યક્તિગત અને સામૂહિક આચારસંહિતાના તે પ્રાવધાનો બતાવવામાં આવ્યા હતા

જેનું પાલન કરીને માનવજાત નૈતિકતા અને સંયમિતતાના આધાર ઉપર સદગુણીતાઓના પંથે આગળ વધીને માનવતાના શ્રેષ્ઠતમ સોપાનો સર કરે. આલોક અને પરલોકની ભલાઈ અને સફળતાના આ ઈશઅર્પિત પ્રોગ્રામ સામે અગાઉના યુગોની જેમ જ સ્વએષણાઓને જ મહત્વ આપનારી એ શક્તિઓએ મોરચો માંડવો શરૂ કરી દીધો. તેમનો એજન્ડા તેમની પોલિસીઓ અને પ્રોગ્રામ, તેમની જાસૂસી સંસ્થાઓ, કહેવાતા ચિંતકોની ફૌજા અને પ્રચારતંત્રો સામૂહિક રીતે આ કામે લાગી ગયા. ઇસ્લામના ઉપસાકોની સંગઠનશક્તિ અને તેમની એકતાને તોડી પાડવાનું કામ તેમની આ મુહીમમાં પ્રાથમિકતાના સ્થાને હતું.

વિશ્વના તમામ મુસ્લિમ દેશો અને મુસ્લિમ સત્તાઓ તે સમયે તુર્કસ્તાનની ઉસ્માની ખીલાફતના તાબા હેઠળ એકજૂથ રહીને પોતપોતાનો રાજકારભાર ચલાવવામાં મશગુલ હતા. મુસ્લિમ સમુદાયના તમામ મામલાઓનું સંચાલન કેન્દ્રીય ખિલાફતના સ્થાનેથી ચાલતું, નિર્ણયો ત્યાંથી લેવાતા અને તમામ મુસ્લિમ રાષ્ટ્રો કેન્દ્રિય ખિલાફતના એ નિર્ણયો અને હુકમોનું પાલન કરતા કોઈ ગંભીર પરિસ્થિતિઓ ઉભી થતી દેખાય તો તમામ મુસ્લિમ રાષ્ટ્રો અને સત્તાઓના વડાઓ કેન્દ્રીય નેતૃત્વના નેજા હેઠળ એકજૂથ થઈ ચર્ચાવિચારણા કરતા અને આ વિચારણાના અંતે કેન્દ્રીય ખિલાફતના સ્થાનેથી જે નિર્ણય લેવાય તેનું અક્ષરસઃ પાલન કરવા તૈયાર રહેતા. જુદા જુદા રાષ્ટ્રોના મુસ્લિમ સત્તાધિશો પોતપોનાના દેશની સત્તા ભલે પોતે સંભાળતા હોય પણ ઇસ્લામ અને મુસ્લિમોના હિત-અહિત અને તેમના પ્રશ્નોના બારામાં તેઓ હંમેશા એકજૂથ રહેતા અને ખલીફાનો નિર્ણય અંતિમ નિર્ણય ગણાતો જેનું પાલન તમામ મુસ્લિમ રાષ્ટ્રો બરાબર કરતા. તેમની આ સંગઠનાત્મક એકતા પેલા મહત્વકાંક્ષી  ભૌતિકતાવાદીઓની આંખમાં કણાની જેમ ખટકી રહી હતી. મુસ્લિમોના આ સંઘબળની સામે તેમના બદઈરાદાઓને સફળતા મળવી અત્યંત મુશ્કેલ છે એ વાતનું તેમને બરાબર ભાન થઈ ગયું હતું. તેમના એજન્ડાનું સર્વપ્રથમ કામ મુસ્લિમોના આ સંઘબળને તોડી પાડીને તેમની શક્તિઓને છિન્ન-ભિન્ન કરી દેવાનું હતું.  ન રહે બાંસ ન બજે બાંસરી ! એ તેમની સર્વપ્રથમ નેમ હતી.

પણ આ કામ એટલું સરળ ન હતું. મુસ્લિમો પોતાની ધાર્મિક આસ્થાઓ અને વ્યવસ્થા ઉપર મજબૂતાઈથી કાયમ રહેવાને પ્રાથમિકતા આપતા હતા. ખિલાફતની કેન્દ્રીય વ્યવસ્થાએ વિવિધ મુસ્લિમ રાષ્ટ્રોના મણકાઓને દોરીની જેમ બરાબર બાંધી રાખ્યા હતા. પેલી શક્તિઓએ વિચાર્યું કે પ્રથમ પગલા તરીકે ખિલાફતની કેન્દ્રીય વ્યવસથ્ની તે દોરને જ તોડી નાંખવામાં આવે તો મણકાઓ પછી આપોઆપ વેરણ થઈ જશે અને જા એમ થઈ જાય તો પછી આપણા એજન્ડાને આગળ વધારવામાં ભાગ્યે જ કોઈ અડચણ ઉભી થશે. ઉપર કહ્યું તેમ આ કામ સરળ ન હતું. તેઓ સીધેસીધા ટકરાવમાં ઉતરે તો મુસ્લિમ રાષ્ટ્રો વધુ સંગઠિત થઈને તેમનો પ્રતિકાર કરવા મેદાનમાં ઉતરી આવે એ નિશ્ચિત હતું. તેમણે બીજા સરળ રસ્તો અપનાવ્યો.

હિટલરની રાષ્ટ્રવાદની વિચારધારા સામે તેઓ જે મહાયુદ્ધ ખેલ્યા હતા તે જ રાષ્ટ્રવાદની ભાંગના નશાનો આ કામમાં સહારો લેવાનું તેમણે નક્કી કર્યુ. અરબો પહેલેથી સ્વમાની સ્વભાવના હતા. પોતાના અરબ હોવાનો ગર્વ તેમના અંદર એટલો બધો કૂટીકૂટીને ભર્યો હતો કે બાકીના જગતને તેઓ ‘અજમ’ (અબૂધ) ગણતા. સ્વમાન એટલું તેજ કે છંછેડાઈ જતાં જરાય વાર ન લાગે અને એકવાર સ્વમાન ઘવાયાની લાગણીનું ભૂત મન ઉપર સવાર થઈ જાય એટલે તેઓ બીજા કશાનો જરાય વિચાર ન કરે. પેલા કપટીઓએ પ્લાન બનાવ્યો કે અરબોની આ સ્વાભિમાની માનસિકતાને રાષ્ટ્રવાદની ભાંગ પીવડાવીને એવી ભડકાવવામાં આવે કે તેઓ ઇસ્લામી ભાતૃભાવની ઐસીતૈસી કરી નાંખીને ઉસ્માની ખિલાફતના સામે બાંયો ચઢાવી લે. અને જા એમ થઈ જાય તો તેમનું કામ બિલકુલ સરળ થઈ જાય.

પણ અરબોને રાષ્ટ્રવાદની આ ભાંગ પીવડાવે કોણ ? અરબો તેમનો તો જરાય વિશ્વાસ ન કરે. (આ તે સમયના અરબોની વાત છે, આજના નહીં !) બલ્કે ઉલ્ટા સચેત થઈ જાય અને તેમના કારસ્તાનને સમજી જાય. બાવળને કાપવા માટે કુહાડીનો હાથો તો બાવળની ડાળમાંથી જ બનાવવો પડે ! આ તે સમય હતો જ્યારે પ્રચાર-પ્રસારના માધ્યમો પોતાના વિચાર લઈને પલભરમાં  દુનિયાના ખૂણેખૂણે પહોંચી જવા સક્ષમ ન હતા. તેમને સમજાઈ ગયું હતું કે આ ભાંગ લઈને તો આપણામાંથી જ સહુપ્રથમ કોઈકે જવું પડશે. અને તે પણ યહુદ કે નસારાના વેશમાં જશે તો કામ નહીં બને. જે કોઈપણ આ કામ માટે જવા તૈયાર થાય તેણે ‘મુસ્લિમનો’ વેશ લઈને જ તેમના અંદર ઘુસવું પડશે અને પછી રાષ્ટ્રવાદની ભાંગના નશાને તેમના વચ્ચે ફેલાવવો પડશે. આ કામ માટે મૈદાનમાં ઉતારવા તેમણે જે માણસના ઉપર પસંદગી ઉતારી તેને વીસમી સદીના જગતનો ઇતિહાસ ‘લોરેન્સ ઓફ અરેબિયા’ના નામથી ઓળખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here