ત્રણ તલાકને અપરાધ બનાવવાનો કાયદો પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે અતિરેક છે

0
139

(ગતાંકથી ચાલુ)
ભારતીય ફોજદારી કાયદામાં કયા કયા અપરાધ માટે ત્રણ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે ? રાજદ્રોહ જેવા ગંભીર ગુના (કલમ-૧૨૪-અ) માટેની એક સજા ત્રણ વર્ષની છે અને તેમાં દંડનો ઉમેરો પણ કરી શકાય છે. ઘાતક શસ્ત્રો સાથે રમખાણ કરવા માટે ત્રણ વર્ષની સજા અથવા દંડ અથવા બંને (કલમ-૧૪૮) લોકોના વર્ગો વચ્ચે દુશ્મનાવટ-શત્રુતાને- પ્રોત્સાહન આપવા માટે ત્રણ વર્ષની જેલ અથવા દંડ અથવા બંને (કલમ-૧૫૩અ) .ભારતીય સિક્કાઓ બનાવવા, ખરીદવા અને વેચવા માટેના સાધનોના ઉત્પાદન સિક્કાઓ બનાવવા માટે ત્રણ વર્ષની સજા અને દંડ (કલમ-૨૩૩) બનાવટી સિક્કાઓની આયાત અને નિકાસ ત્રણ વર્ષની જેલ અને દંડ (કલમ-૨૩૭) કોઈપણ વર્ર્ગની ધાર્મિક માન્યતાઓનું દુષ્ટ હેતુથી અપમાન કરવા માટે ત્રણ વર્ષની જેલ અને દંડ અથવા બંને (કલમ-૨૯૫એ) આ ગંભીર ગુનાઓની સરખામણી કોઇપણ રીતે એક વ્યક્તિના ગુના સાથે કરી શકાય નહીં જેણે પોતાની પત્નીને તલાક આપવા માટે ત્રણ માસનો સમય લેવાને બદલે એક જ મિનિટ લઇ ત્રણ તલાક ઉચ્ચારી દીધી છે.
અન્ય ગુનાઓ અને તેના માટેની સજાઓ ઉપર ઉપરછલ્લી નજરી નાખીશુ તો પણ આ શિક્ષા-સજાના પ્રમાણ અંગે ખ્યાલ આવી જશે. બેફામ અને બેદરકાર્પૂર્વક વાહન હંકારીને મૃત્યુ નિપજાવવા માટે બે વર્ષની સજા અથવા દંડ અથવા બંને (કલમ-૩૦૪-એ), હુલ્લડ માટે હિંસાનો ઉપયોગ તાકાત દ્વારા ગેરકાયદેસર મંડળી રચવા માટે બે વર્ષની જેલ અથવા દંડ સાથે અથવા બંને (કલમ-૧૪૭) હુલ્લડ માટે અને હિંસાનો ઉપયોગ અને તાકાત દ્વારા ગેરકાયદેસર મંડળી રચવા માટે બે વર્ષની જેલ અથવા દંડ સાથે અથવા બંંને (કલમ-૧૪૭) હુલ્લડ કરવાના ઇરાદાથી પ્રોત્સાહન પુરૃં પાડયું, એક વર્ષની સજા અથવા દંડ અથવા બંને (કલમ-૧૧૭-ઇ) કોઇપણ કૃત્ય બેદરકારી પૂર્વક એવી રીતે કરવુ જેના વિષે એવી જાણ હોય કે તે જીવન માટે ભયરૃપ એવો ચેપ ફેલાવવાની શકયતા ધરાવતું હોય, છ મહિનાની સજા અથવા દંડ અથવા બંને (કલમ ૨૬૯), કોઇપણ વર્ગની વ્યક્તિઓના ધર્મનું અપમાન કરવાના ઇરાદે સાથે ઉપાસના સ્થળ અથવા પવિત્ર વસ્તુનો નાશ, નુકસાન અને તેને અપવિત્ર કરવાનું કૃત્ય બે વર્ષ માટેની સજા અથવા દંડ અથવા બંને (કલમ-૨૯૫) ચૂંટણી વખતે ગેર વ્યાજબી પ્રભાવ પાડવો- એક વર્ષની સજા અથવા દંડ અથવા બંને (કલમ-૧૭૧-એફ) ચૂંટણી સંબંધી ખોટુ નિવદેન દંડ (કલમ-૧૭૧-જી) ,ચૂંટણીઓ સંબંધી ગેરકાયદેસર ચુકવણી રૃપિયા પાંચસો સુધીનુ દંડ (કલમ-૧૭૧-એચ) વેચાણના આશયથી રાખવામાં આવેલ ખાદ્ય પદાર્થો । પીણાઓમાં તેને પીડાકારક બનાવવાના આશયથી ભેળસેળ – છ માસની સજા અથવા રૃ।.એક હજારનો દંડ અથવા બંને (કલમ-૨૭૨) કોઇપણ સ્ફોટક પદાર્થોના વેપાર , છ માસની સજા અથવા રૃ.૧૦૦૦ દંડ અથવા બંને (કલમ-૨૮૬), જાહેર ત્રાસ-રૃ।.૨૦૦નો દંડ (કલમ-૨૯૦), કોઇપણ ઝેરી દ્રવ્ય પદાર્થનો વેપાર જેના કારણે માનવ પ્રાણ માટે જોખમ ઉભું થાય – છ માસની સજા અથવા રૃ।.૧૦૦૦નો દંડ અથવા બંને બનાવટી દસ્તાવેજ ।સહી – બે વર્ષ માટેની સજા અથવા દંડ અથવા બંને (કલમ-૪૬૫). કોઇ કૃત્ય દ્વારા ઇજા પહોંચાડવી જેના કારણે માનવ જીવન જોખમમાં મૂકાય. છ માસની સજા અથવા દંડ અથવા બંને (કલમ-૩૩૭), કોઇપણ વ્યક્તિને ખોટી રીતે અટકાવવી-એક માસની જેલ અથવા દંડ અથવા બંને (કલમ-૩૪૧), હુમલો અથવા અપરાધિક તાકાતના ઉપયોગ દ્વારા ત્રણ માસની સજા અથવા રૃ।.૫૦૦ નો દંડ અથવા બંને (કલમ-૩૫૨), અપરાધિક અનધિકૃત પ્રવેશ -ત્રણ માસની સજા અથવા રૃ।૫૦૦નો દંડ અથવા બંને (કલમ-૪૪૭), છેતરપીંડી એક વર્ષની સજા અથવા દંડ અથવા બંને (કલમ-૪૨૦)
આની વાસ્તવિકતા તો એ છે કે (ફરીયાદ માંડવામાં આવશે એ બીકે ઘણા મુસ્લિમ પુરુષો હિન્દુ પુરુષોની જેમ પોતાની પત્નીને તલાક આપવાને બદલે હવે તેમને છોડી દેશે. આપણા ગુના વિષયક ન્યાય તંત્રની ગતિ ઘણી ધીમી છે. આથી વર્ષો પસાર થઈ જશે ત્યારે એક વ્યક્તિ જેણે ત્રણ તલાક આપી હોય એને આખરે સજા થશે અને એ પણ અપીલ અને રિવિઝનના તમામ ઉપાયોે ખુટી પડયા પછી.આમ આ નવા કાયદાથી કોઈ ઉપયોગી હેતુ સરવાનો નથી. સામાજિક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં કોઇ સામાજિક કાયદો સફળ થઇ શકતો નથી. લગ્ન એક દીવાની કરાર છે એ બીજા કોઇપણ કરારની જેમ બંને સંબંધિત પક્ષોના હિતમાં દીવાની કાયદાના પૂરતા રક્ષણ સાથે અંત લાવી શકાય છે.
ત્રણ તલાકને વધુમાં વધુ દીવાની અપકૃત્ય ગણી શકાય.જો આપણે ત્રણ તલાક આપનારને ખરેખર જેલમા ધકેલવા જ માંગતા હોઇએ તો દીવાની કાયદા હેઠળ એ શકય છે આપણા કાયદા ઘડનારાઓએ જાણવું જોઇએ કે દીવાની કેસોમાં પણ વ્યક્તિને જેલ થઈ શકે છે. દેવુ । ખાધાખોરાકી નહી ચુકવવા માટે પણ જેલ થઇ શકે છે.
કાયદો સામાજિક અંકુશ માટેની મોટી શક્તિ નથી. શું બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અને દહેજ પ્રતિબંધક અધિનિયમ નિષ્ફળ નીવડયાં છે ? આદર્શની દ્રષ્ટિએ જોઈએ તો તલાકને તલાક પામેલ મહિલાઓ માટે વિશ્વનો જાણે અંત આવી ગયો હોય એ રીતે જોવો ન જોઈએ. પરંતુ તલાકશુદા સાથે જે કલંકનો ખ્યાલ જોડાઇ ગયો છે તેને દૂર કરવો જોઈએ. આપણી મહિલાઓ જીવનમાં કોઇપણ પુરુષના ટેકા વિના આગળ વધી શકે છે. એ જો તેઓ લગ્ન કરવાની ઇચ્છુક હોય તો તેમને નવી શરૃઆત કરવા પ્રોત્સાહન આપવું જોઈએ. લગ્નની પવિત્રતા ઉપર વધુ ભાર મૂકવાની જરૃર નથી.
આમ ત્રણ તલાકને સર્વોચ્ચ અદાલતના દીવાની અનાદર કરતા વિશેષ દરજ્જો આપવો જરૃરી નથી.
ફૈઝાન મુસ્તફા (રંંૅજઃ//ંરીુૈિી.ૈહ/ટ્વેંર્રિ/કર્દૃૂ)-)નાલ્સર યુનિવર્સીટી ઓફ લો, હૈદ્રાબાદના વાઇસ ચાન્સેલર છે.આમા વ્યકત કરાયેલ અભિપ્રાયો અંગત છે. આ લેખ હિન્દુમાં પ્રકાશિત થયેલ લેખની વિસ્તૃત અને સંશોધિત આવૃત્તિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here