ત્રણ તલાક અંગે સરકાર દ્વારા રજૂ કરાયેલ વર્તમાન ખરડો ભારતીય બંધારણ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ આક્રમક અને કાળો કાયદો

0
134

કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં ત્રણ તલાકનો ખરડો પસાર થયા પછી ફરી એકવાર દેશમાં રાજકીય પારો વધી ગયો છે. આ સંદર્ભે મિલ્લતના નેતાઓ અને બુદ્ધિજીવીઓએ આકરી પ્રતિક્રિયા વ્યકત કરતાં સરકારના આશય સામે પ્રશ્નો ઉભા કર્યા છે કે આને આટલી ઉતાવળે સંસદમાં રજૂ કરવાની શી જરૃરિયાત ઉભી થઈ, કેમ કે આ ખરડા અંગે ન તો કોઈનો અભિપ્રાય લેવામાં આવ્યો છે અને ન કોઈના સલાહ-સૂચનો લેવામાં આવ્યા છે. આ ખરડા અંગે જાહેર ચર્ચા પણ નથી થઈ એટલું જ નહીં બલ્કે આ ખરડો ભારતના બંધારણની જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને સુસંગત પણ નથી.
ઈસ્લામિયાતના નિષ્ણાત પદ્મશ્રી અખ્તરુલ વાસેએ જણાવ્યું હતું કે, સરકારે ત્રણ તલાકનો ખરડો સંસદમાં રજૂ કરાવવા બાબતમાં જે ઉતાવળ દાખવી છે તે શંકાથી પર નથી. તેમણે જણાવ્યું કે એ કેવી વિચિત્રતા છે કે ભારતની મહિલાઓને ધારાસભાઓમાં ૩૩ ટકા પ્રતિનિધિત્વનો ખરડો અત્યાર સુધી નહીં કરનારી વર્તમાન સરકાર માત્ર મુસ્લિમ મહિલાઓ અંગે આટલી મહેરબાન શા માટે છે ? પ્રોફેસર અખ્તરુલ વાસેએ જણાવ્યું કે પ્રશ્ન એ પણ છે કે ધાર્મિક આલિમો અને શરિઅતના નિષ્ણાતોની આ બાબતે શા માટે સલાહ લેવામાં નથી આવી. એ પણ જણાવ્યું કે સરકાર ગુજરાતમાં મૃત્યુ પામનારા પુરૃષોની વિધવાઓ માટે આટલી ચિંતા શા માટે નથી દાખવતી. મુશાવરતના ઓલ ઇન્ડિયા મજલિસે પ્રમુખ નવીદ હામિદે જણાવ્યું કે આ ખરડો જાણી જોઈને પાછલા બારણેથી સમાન દીવાની ધારો લાવવાનો પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે આ ખરડો મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ છે અને સ્પષ્ટ રીતે સુપ્રીમ કોર્ટના એ ચુકાદાની પણ વિરુદ્ધ છે જે તેણે ત્રણ તલાક અંગે આપ્યો હતો. નવીદ હામિદે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે તો માત્ર ત્રણ તલાક ઉપર જ પ્રતિબંધ મૂકયો હતો. પરંતુ આ ખરડો તો કોઈપણ પ્રકારે તલાક આપવા અંગે પ્રશ્ન ચિહ્ન ઉભા કરે છે. નવીદ હામિદે જણાવ્યું કે આ ખરડા દ્વારા ન તો મુસ્લિમ મહિલાઓ અને ન તેમના બાળકોને કોઈ રાહત મળી શકશે, બલ્કે તેમને કોર્ટ-કચેરી અને ધક્કા ખાવા પડશે અને હાજારો કુટુંબો બરબાદ થઈ જશે.
શાહી મસ્જિદ ફતેહપુરીના ઈમામ ડોકટર મુફતી મુકર્રમ અહમદે જણાવ્યું કે આ ખરડામાં ઘણી બધી ખામીઓ છે અને રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે વર્તમાન સરકારે આ ખરડો ઉતાવળે સંસદમાં રજૂ કર્યો છે.

મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવકતા મૌલાના ખલીલુર્રહમાન સજ્જાદ નો’માનીએ ત્રણ તલાક અંગે ખરડો રજૂ કરવા અને તેને ઉતાવળે પસાર કરવા અંગે તીવ્ર પ્રતિક્રિયા વ્યકત કરતા જણાવ્યું છે કે સરકાનો હેતુ મુસ્લિમ પુરૃષોથી જેલો ભરી દેવાનો છે જેથી મુસ્લિમ સમાજ વેર-વિખેર થઈ જાય. મૌલાના નોઆમાનીએ જણાવ્ય કે આવા સંવેદનશીલ મુદ્દા અંગે ઉતાવળમાં ખરડો રજૂ કરવામાં આવ્યો છે અને એવી જ રીતે તેને તાત્કાલિક પસાર કરાવી લેવામાં આવ્યો. આનાથી સરકારનો એ ઇરાદો જાહેર થાય છે કે તે મુસ્લિમ સમાજ સાથે શું કરવા માંગે છે. તેમણે જણાવ્યું કે સરકારનો આશય શુદ્ધ હોત તો તેણે મુસ્લિમ વિદ્વાનો અને મુસ્લિમ કાયદા નિષ્ણાતો સાથે સલાહ-મસ્લત જરૃર કરી હોત.
શીઆ, જામિયા મસ્જિદ, દિલ્હીના ઇમામ મૌલાના સૈયદ
પરિણામદાયક નીવડશે એવું લાગી રહ્યું છે.

આમેય ટ્રમ્પના પ્રમુખપદના ઉમેદવાર બનવાથી લઈ ચૂંટાયા અને આજ સુધી આ હોદ્દા માટેની તેમની લાયકાત હંમેશા ચર્ચામાં જ રહી છે અને સમય પસાર થવાની સાથે સાથે તેમના વિરોધ માટેના કારણો ઉચિત હોવાનું પુરવાર થતું જઈ રહ્યું છે. તેમનો આ વિરોધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે મોટાપાયે પ્રતિદિન વધતો જ જઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here