દેશનો (અ)સહિષ્ણુતાના એક નવા યુગમાં પ્રવેશ ?

0
357

આપણો દેશ ભારત – મિશ્રિત સમાજ ધરાવતો દેશ ઃ

વિશ્વમાં ભારત એ રીતે વિશિષ્ટ છે કે જેટલા ધર્મો અને સંસ્કૃતિઓ અહીં છે, તેટલા બીજે ક્યાંય નથી. ગામો અને શહેરોના મહોલ્લાઓમાં, શિક્ષણધામો અને દવાખાનાઓમાં, કાર્યાલયો અને કારખાનાઓમાં, ખેતરો અને બજારોમાં બધા લોકો સાથે-સાથે હોય છે. તેમના Îારો અને દુકાનોની દિવાલો આજે પણ પરસ્પર મળેલી છે. બસોમાં, ગાડીઓમાં અને વિમાનોમાં સાથે જ સફર કરે છે. મસ્જિદોના મિનારાઓ, મંદિરોના કળશ, ગિરજાઘરોના ક્રોસ અને ગુરુદ્વારોના બુરજા અહીં સાથે-સાથે આકાશને ચૂમે છે. અહીં લોકોના જીવનના પ્રશ્નો પણ એક જેવા છે, જેને બધા સાથે મળીને હલ કરતા હોય છે. બંધારણે તમામ ધર્મો-સંપ્રદાયો અને સંસ્કૃતિઓ અને ધર્મમાં ન માનતા હોય એવા તમામ લોકોને સમાન અધિકારો આપેલ છે. રાજ્ય તરફથી કોઈ વિશેષ ધર્મ કે સંપ્રદાયને માન્યતા પ્રાપ્ત નથી અને ન તો કોઈને કોઈની સાપેક્ષમાં કે તુલનામાં વિશેષ અધિકારો છે. ઉપખંડ જેવા આ દેશમાં વસી રહેલા કરોડો લોકોમાંથી આશરે ૨૦% લોકો મુસલમાનો પણ છે, જેઓ પોતાની આસ્થા અનુસાર ધાર્મિક-સામાજિક જીવન વીતાવે છે અને અહીંની શેષ વસ્તી સાથે હળીમળીને રહે છે. જા દૂરના પ્રદેશના કોઈ સમજદાર વ્યક્તિને એવું કહેવામાં આવે કે આ સામીપ્ય છતાં તેઓ એકબીજાથી ખૂબ દૂર છે, પરસ્પર અપરિચિત છે તેમજ શંકા-કુશંકા, અવિશ્વાસ અને ગેરસમજામાં રચ્યા-પચ્યા રહે છે, તો સાચે જ તે વ્યક્તિને આશ્ચર્ય થશે કે શું આવું પણ હોઈ શકે છે ? કડવું સત્ય એ છે કે અહીંના બહુમતી લોકોના મનમાં જેટલો અવિશ્વાસ અને આશંકા મુસલમાનો અને તેમના ધર્મ ઇસ્લામ પ્રત્યે છે તેવું બૌદ્ધો, જૈનો, ખ્રિસ્તીઓ, સિખો કે પારસીઓ પ્રત્યે નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here