દેશમાં આર્થિક કટોકટી જેવી સ્થિતિઃઅભિષેક મનુ સંઘવી

0
190

નવી દિલ્હી,

કોંગ્રેસે આર્થિક ક્ષેત્રે નરેન્દ્ર મોદી સરકાર પર ‘દિશા-હિનતા’ અને ‘સુસ્ત વલણ’નો આરોપ મૂકતા કહ્યું કે તેણે દેશના અર્થતંત્રની વાસ્તવિક સ્થિતિ પ્રજા સમક્ષ મૂકવી જાઈએ. અભિષેક મનુ સંઘવીએ હાલમાં જ પત્રકાર પરિષદને સંબોધન કરતાં મોદી સરકાર ઉપર દેશમાં આર્થિક કટોકટી જેવા સંજાગો સર્જવાનો આરોપ મૂકતા કહ્યું કે સરકારના દાવાઓની તદ્દન વિરુદ્ધ રાષ્ટ્રીય અર્થતંત્રનું વાસ્તવિક ચિત્ર ખૂબ જ ચિંતાજનક છે.

કોંગ્રેસના પ્રવકતા અભિષેક મનુ સંઘવીએ પક્ષના મુખ્યમથકે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે સરકારની આર્થિક નીતિઓ સુસ્ત-વલણની ભોગ બનેલ છે, અને સાથે જ દિશા-વિહીન પણ છે. તેમણે વિવિધ ક્ષેત્રો સંબંધિત વિસ્તૃત વિગતો રજૂ કરતા કહ્યું કે સરકારે વાસ્તવિક ચિત્ર લોકો સમક્ષ મૂકવું જાઈએ. સરકાર આમ તો સાતમા આસમાને પહોંચાડવાની વાત કરી રહી છે, જ્યારે કે વાસ્તવમાં અર્થતંત્ર પાતાળ તરફ જઈ રહ્યું છે.

દેશની દિન-પ્રતિદિન વણસતી જતી આર્થિક પરિસ્થિતિ અંગે વિરોધ પક્ષ કોંગ્રેસે જારદાર પ્રહાર કર્યા છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારે ટીકાના ભોગ બનાવ્યા છે. તેમણે કહ્યું કે ‘રૂપિયો ડૂબી ગયો, અર્થતંત્ર ડૂબકીઓ લગાવી રહ્યું છે, મોદીજી ! શું આવી જ રીતે સૌનો વિકાસ થાય છે ?’ આગળ તેમણે કહ્યું કે ભાજપની દાદાગીરીનો યુગ દેખાય છે, પરંતુ સાથે જ આતંકવાદની ઋતુ પણ માનવભક્ષી બની હોય તેવું લાગી રહ્યું છે.

આની સાથે જ સંઘવીએ કહ્યું કે હું એવા મુદ્દાઓ તમારી સમક્ષ રજૂ કરીશ કે જેનાથી અંદાજા લગાવી શકાય છે કે મોદી સરકારની કારકિર્દી શું રહી છે અને હાલમાં દેશ કયાં ઊભો છે, અને દેશના અર્થતંત્રનું ભાવિ શું છે ? તેમણે કહ્યું કે ઓટો ઈન્ડસ્ટ્રીમાં ૩૧ ટકાનો ઘટાડો થયો છે, જે ૧૭ વર્ષ પછી થયો છે. સંઘવીના જણાવ્યા મુજબ મોદી સરકારનું કહેવું છે કે તે ખેડૂતોની આવક બમણી કરશે, પરંતુ પ્રશ્ન એ છે કે જા ખેડૂતોની સ્થિતિ સુધરી છે તો પછી તેઓ ટ્રેકટર કેમ નથી ખરીદી રહ્યા કે જેના વેચાણમાં ૧૪.૧ ટકાનો ઘટાડો થયો છે. શું ભારત આ રીતે પ ટ્રિયલિયન ડોલરવાળો દેશ આ રીતે બનશે ?

આ બધું જાતા દેશનું અર્થતંત્ર કેટલું ખાડે ગયું છે એ સ્પષ્ટ થઈ જાય છે. ઓટો સેકટરની સ્થિતિ સૌથી ખરાબ છે. તેનાથી જાડાયેલા લાખો લોકો બેરોજગાર થઈ ગયા છે. આવામાં ૬.પ ટકાનો આર્થિક વૃદ્ધિ દર બે અંક સુધી કેવી રીતે પહોંચશે એ એક મોટો પ્રશ્ન છે. ઉલ્ટાનું તે ઘટી ન જાય તે અંગે વધુ કાળજી લેવાની જરૂરત છે.

પરંતુ હાલમાં એવું લાગી રહ્યું છે કે અર્થતંત્ર પર રાજકારણ છવાઈ ગયું છે. લોકસભાની ચૂંટણીઓ વખતે જ્યારે એક અહેવાલ ખુલ્લો પડી ગયો હતો અને તેનાથી આ સમાચાર બહાર આવ્યા કે દેશમાં બેરોજગારીનું પ્રમાણ છેલ્લા ૪પ વર્ષમાં સૌથી વધુ છે તો તેના કારણો વિશે ચર્ચા થવી જાઈતી હતી, અને તે ચર્ચામાં દેશની મોટી મોટી કંપનીઓએ ભાગ લેવો ખૂબજ જરૂરી હતો, જેમનો રોજગાર ઉપલબ્ધ કરાવવામાં મોટો ફાળો છે. તેમણે આ બતાવવું જાઈતું હતું કે જા રોજગાર ઘટયું છે તો તેના કારણો શી  છે ? વધુ બેરોજગારીની આશંકાને કેવી રીતે ટાળી શકાય ? પરંતુ અનેક લોકો ત્યારે ખામોશ રહ્યા, એ વખતે ચૂંટણી હોવાથી એ લીક થઈ ગયેલ અહેવાલને નકારી કાઢવામાં આવ્યો હતો. હવે ચૂંટણીઓ પતી ગઈ તો એ અહેવાલ બહાર આવ્યો છે. જ્યારે અર્થતંત્ર પર રાજકારણ સવાર થઈ જાય છે તો આવું જ બનતું હોય છે.

આજે ફેરિયાઓ, નાના દુકાનદારો, મોટા કારખાનાઓ, કંપનીઓ અને ઔદ્યોગિક ક્ષેત્રો જ્યાં જુઓ ત્યાં મંદી, સુસ્ત વલણ, બેરોજગારી, અનિશ્ચિતતા વિ.વિ. જેવી સ્થિતિ જાવા મળી રહી છે, પરંતુ આ અંગે મોઢું ખોલવા કોઈ તૈયાર નથી. લોકજીભે આ બાબતો ચર્ચાય છે, પરંતુ જે તે જવાબદારો જાહેરમાં આ અંગે કાંઈ પણ કહેવા તૈયાર નથી. હવે જાઈએ કે આ વસ્તુ કયાં જઈને અટકે છે !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here