ધાર્મિક તથા સામાજિક નફરત વિરુદ્ધ ધાર્મિક જન-મોરચાની રચના

0
207
A man walks past a vandalised shop following clashes between supporters and opponents of a new citizenship law, at Bhajanpura area of New Delhi on February 24, 2020, ahead of US President arrival in New Delhi. - Fresh clashes raged in New Delhi in protests over a contentious citizenship law on February 24, hours ahead of a visit to the Indian capital by US President Donald Trump. India has seen weeks of demonstrations and violence since a new citizenship law -- that critics say discriminates against Muslims -- came into force in December. (Photo by Sajjad HUSSAIN / AFP)

નવી દિલ્હી, દેશમાં ધાર્મિક તથા સામાજિક નફરતના વધતા જતાં વલણને અટકાવવા માટે વિવિધ ધર્મો તથા વિચારધારાઓના અગ્રણીઓના સાથ-સહકારથી ‘ધાર્મિક જન મોરચા’ની એ શાખા કલકત્તામાં સ્થાપવામાં આવી. આમાં દેશના જુદા જુદા ભાગોમાંથી ધાર્મિક આગેવાનોએ ભાગ લીધો. એ પ્રસંગે દેશમાં વધતી જતી સામાજિક ભેદભાવ, વર્ગીય પક્ષપાત, ધર્મના નામે હિંસા, ભ્રષ્ટાચાર તથા લાંચ- રુશ્વતના સામાન્ય બનતા જતા વલણો અંગે ચિંતા વ્યકત કરવામાં આવી અને પરસ્પર ઐકયને વિકસાવવા અને હળી-મળીને કામ કરવાની શકયતાઓ અંગે વિચારોની આપ-લે થઈ. આ કાર્યક્રમમાં મર્કઝ, જમાઅતે ઇસ્લામી હિંદનું એક પ્રતિનિધિ મંડળ સામેલ થયું. એ પ્રતિનિધિ મંડળમાં નાયબ અમીર પ્રોફેસર મુહમ્મદ સલીમ એન્જિનિયર, જનસંપર્ક વિભાગના ડાયરેકટર જનાબ મુજતબા ફારૂક, નેશનલ સેક્રેટરી મલિક મો’તસિમખાન અને આસિસ્ટન્ટ સેક્રેટરી જનાબ નદીમખાન સામેલ હતા. એ પ્રસંગે કલકત્તાના અમીરે હલ્કાના મૌલાના અબ્દુલ રફીક અને પશ્ચિમ બંગાળના મીડિયા સેક્રેટરી મસીહુર્રહમાન પણ મૌજૂદ હતા. ઉપસ્થિતજનોને સંબોધન કરતાં નાયબ અમીર પ્રોફેસર મુહમ્મદ સલીમે પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં કહ્યું કે આ દેશમાં વિવિધ ધર્મો તથા વિચારધારાના લોકો જુદી જુદી ભાષા તથા સભ્યતા-સંસ્કૃતિ સાથે રહે છે. આ આપણા દેશનું વૈવિધ્ય છે અને આને યથાવત કે જાળવી રાખવાની આપણા સહુની જવાબદારી છે, પરંતુ કેટલાક કટ્ટરવાદી પરિબળો આ વૈવિધ્યને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આને આપણે સહુએ મળીને અટકાવવો પડશે. ઉપરોકત કાર્યક્રમમાં ફાધર સંજીવદાસ, સ્વામી પરમાનંદજી ગીરી મહારાજ, સ્વામી આત્માનંદજી મહારાજ, ડોકટર વચનસિંહ સરલ, વરૂણ જ્યોતિ, માનનીય ઈન્દ્રાણીદાસ ગુપ્તા, આચાર્ય ગોપાલ ક્ષત્રિય અને ઓલ ઈન્ડિયા મુતવલ્લી એસોસિએશનના પ્રમુખ સૈયદ ઈરફાન બશીરે ભાગ લીધો અન પોતાના વિચારો વ્યકત કરતાં સંયુકત રીતે કહ્યું કે કોઈપણ ધર્મમાં હિંસાને ‘જાઈઝ’ (યોગ્ય, ઉચિત) ઠેરવવામાં નથી આવી, પરંતુ કેટલાક સ્વાર્થી લોકો આને ઉત્તેજન આપી કે ઉભારીને દેશની એકતા અને સૌહાર્દને હાનિ પહોંચાડી રહ્યા છે. દેશની અખંડતાને યથાવત (જાળવી) રાખવા માટે તમામ ધર્મોના આગેવાનોને મળીને તેને અટકાવવા પડશે. મોરચાના કન્વીનર તરીકે રામકૃષ્ણ મિશનથી જાેડાયેલા સ્વામી આત્માનંદજી મહારાજને નિયુકત કરવામાં આવ્યા. અહીં આ વાત ઉલ્લેખનીય છ કે જમાઅતે ઇસ્લામી હિંદના પ્રતિનિધિ મંડળે ઉલ્લેખિત મોરચાની રચના બાદ કલકત્તામાં જ ઝારખંડના જાણીતા સામાજિક કાર્યકર અશોક વર્મા, આદિવાસી સમાજના પ્રતિનિધિ પ્રેમચંદ મૂર્મૂ અને ટનલ મૂર્મૂ, ડોકટર એફ.કે. બર્સા, હિંદી મુક્તિ કમિટીના સેક્રેટરી છોટનદાસ વિ.એ ભાગ લીધો હતો, અને બંગાળ તથા દેશના અન્ય ભાગોમાં લઘુમતીઓ તથા આદિવાસીઓના અધિકારોના રક્ષણ પર ચિંતન-મનન કે ચર્ચા-વિચારણા કરી અને જળ, જંગલ અને જમીનને કોર્પોરેટ સેકટરના ચુંગાલમાં જવાથી બચાવવા માટે કાર્યપદ્ધતિ તૈયાર કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ચાર મીટિંગો દેશના વિવિધ ભાગોમાં યોજાઈ ચૂકી છે, અને વધુ મીટિંગો યોજીને દેશના વિવિધ ભાગોમાંથી લોકોને સામેલ કરી ભાવિ કાર્ય-પદ્ધતિ તૈયાર કરવાની યોજના ઘડી કાઢવામં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here