નજીબ અહમદ અને સાહિલસિંઘની માતાઓ અને સુબોધકુમારસિંઘની પત્નીએ ન્યાયની લડત સાથે હાથ મિલાવ્યા

0
146

તા.૭

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના ગુમ થયેલા વિદ્યાર્થી નજીબ અહેમદની માતાએ અન્ય કર્મશીલો સાથે મળીને ગુરૂવારે જાહેરાત કરી હતી કે તેઓ ૧પ ઓકટોબરના રોજ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાન સાથે બુલંદ શહેરમાં ટોળાની હિંસાનો ભોગ બનનાર ઇન્સ્પેકટર સુબોધકુમારસિંઘની પત્ની રજનીસિઘ, મુસ્લિમ હોવાની ગેરસમજના કારણે હુમલાનો ભોગ બનનાર સાહિલસિંઘની માતા સંગીતાસિંઘ, જે.એન.યુ.ની પ્રોફેસર ગઝાલા જમીલ, સામાજિક કાર્યકર નદીમખાન અનેક અલીગઢ મુસ્લિમ યુનિ.ના પ્રતિનિધિઓ જાડાશે. તેમણે જાહેરાત કરી હતી કે મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતિથી સમગ્ર દેશમાં શરૂ થયેલો આ અભિયાન ૧પ ઓકટોબર સુધી ચાલશે. નદીમખાને કહ્યું હતું કે અમે ૧પ ઓકટોબરના રોજ અમિત શાહના નિવાસ સ્થાન તરફ કૂચ કરીશું. અમે શકય તેટલા લોકોને આ રેલીમાં અમારી સાથે જાડવા માંગીએ છીએ. ફાતિમા નફસ ઉપરાંત ગૌરીલંકેશ અને તબરેજ અન્સારીનો પરિવાર પણ અમારી સાથે આ રેલીમાં જાડાશે. ખાને કહ્યું હતું કે જા ૧પ ઓકટોબર પહેલા અમારી માગણીઓ સ્વીકારી લેવામાં આવશે તો અમે આ રેલી નહીં કરીએ. ખાને કહ્યું હતું કે અમારી ત્રણ માગણીઓ છે. નજીબ અહેમદના કેસમાં ફરી તપાસ શરૂ કરવામાં આવે, સુબોધસિંઘના કેસમાં આરોપીના જામીન રદ કરવામાં આવે અને સાહિલના કેસમાં આરોપીઓની જામીન અરજી રદ કરી યોગ્ય તપાસ કરવામાં આવે. નજીબના કેસમાં નિષ્પક્ષ તપાસની માગણી કરી રહેલા સંગઠન યુનાઈટેડ અગેઈન્સ્ટ હેટ દ્વારા આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here