નાગરિકતા સુધારા બિલ અને એન.આર.સી.

0
125

કુઆર્નનું માર્ગદર્શન

પ્રિય ભાઈઓ! સદીઓ સુધી ભારતમાં મુસ્લિમોએ હકુમત કરી. અંગ્રેજોના યુગમાં પણ ધાર્મિક સ્વતંત્રતા હતી. સ્વતંત્રતા પછી પણ આ જ સુધી આ ધાર્મિક સ્વતંત્રતા રહી. પરંતુ ઉમ્મતે મુસ્લિમાએ આ સ્વતંત્રતાને દાવતે ઇલલ્લાહના હકમાં કર્યો. આજે સંજોગો બદલાઈ રહ્યા છે અને આ માટે બદલી રહ્યો છે કે મુસ્લિમોએ પોતાના દાવતી કામને એક લાંબા સમયથી અંજામ નથી આપ્યો. આજે પરિસ્થિતિઓ આપણા ઉપર તંગ થઈ રહી છે તો આ કોઈ અનોખી વાત નથી. અંબિયા અને સહાબાનો આ નગમો ‘ફસ્લે ગુલો લા કા નહીં પાબંદ… બહાર હો કે ખિઝાં લા ઇલાહા ઇલલ્લાહ.’

અમુક ક્ષણ માટે માની લેવામાં આવે કે દ્ગઇઝ્ર ને મુસ્લિમો વિરુદ્ધ ઉપયોગ કરવા શરૂ પણ કરી દેવામાં આવે અને બધાને જેલોમાં નાંખી દેવામાં આવે, તે સમય પણ મુસ્લિમો પોતાના દાવતી મિશનને ન ભૂલે અને તેના અંજામની પરવા કર્યા વિના આ દાવતના કાર્ય ઉપર લાગ્યો રહે તો અલ્લાહ અવશ્ય કોઈ માર્ગ દેખાડશે જેવી રીતે ‘શોબે અબી તાલિબ’માં અલ્લાહે રાસ્તો બતાવ્યો હતો. યાદ રાખો ‘દાવત ઇલલ્લાહ’ દરેક બંદ ગલીને ખોલવાનો માધ્યમ બને છે. હઝરત યુસુફ અલે. પોતાના ભવિષ્યથી બેનિયાઝ જેલમાં પોતાના કેદી સાથીઓમાં ‘દાવત ઇલલ્લાહ’ને પોતાના જીવન ઉદેશ્ય બનાવી લીધો હતો. અને આ  ‘દાવત ઇલલ્લાહ’ આપ સ.અ.વ. માટે ગલબએ ઇસ્લામ સુધી પોહચવાની સીડી સાબિત થઈ. રસુલુલ્લાહ સ.અ.વ. જ્યારે તાઈફથી મક્કા જઈ રહ્યા હતા તો મક્કામાં આપને પ્રવેશવા મનાઈ ફરમાવવામાં આવી એટલે આપની નાગરિકતા (ષ્ઠૈંડીહજરૈp) સમાપ્ત કરી દેવામાં આવી. એક વ્યક્તિ મુતઇમ બિન અદીના શરણમાં આપ મક્કામાં પ્રવેશ્યા અને પછી દાવતી મિશનમાં લાગી ગયા અને હજના કાફલામાં ‘દાવત ઇલલ્લા’નો કાર્ય અંજામ દેતા રહ્યા. આ જ દાવત પ્રયત્નો મદીનાના આરબોના દિલના દરવાજા ખોલવાનો અને ગલબએ દીનનો કારણ બન્યો.

સહાબા કિરામને આ અનુભૂતિ હતી કે તેમનો માન-સન્માન ઇસ્લામના ગલબાના કારણે હતી. હઝરત ઉમર રદી. એક વાર પોતાના ભૂતકાળને યાદ કરીને પોતાને જ ફરમાવવામાં લાગ્યા કે અય ઉમર! ઇસ્લામ સ્વીકારર્યા પેહલા તારી હેસિયત શું હતી, અને ઇસ્લામે મને માન-સન્માન અને દબદબો અતા ફરમાવ્યો. ‘લાઇઝઝલના ઇલલા બિલઇસ્લામ’. જ્યારે ઇસ્લામ મજબૂત થશે તો મુસલમાન પણ મજબૂત બનશે, અને ઇસ્લામ મજબુત બનશેવ્‌‘દાવત ઇલલ્લાહ’થી. આ વાસ્તવિક્તા દરેક મુસ્લિમની અંદર પૈદા થવી જોઈએ. આ જ પ્રોસેસથી આપણને નવી કાબેલિયત અને વ્યૂહરચના મળતી રહેશે. નબળાઇથી તાકાત સુધીની યાત્રા આ જ દાવતથી પુરી થશે. ઇસ્લામની દાવતમાં સત્યની શક્તિ છે, જે સાચા વ્યક્તિઓને ચુંબકની જેમ પોતાની બાજુ ખેંચી લે છે.  જો ઇસ્લામનો ફેલાવો ધીમો હતો તો ફકત એ માટે કે અંબિયા અલૈ.ના યુગોમાં અને મુહમ્મદ સ.અ.વ.ના જમાનામાં ખૂબ દમનનો માહોલ હતો. આ સમયગાળો પૂરો થતાંની સાથે જ સુલૈહ-હુદૈબિયાહ પછી લોકો ટોળે-ટોળાં અલ્લાહના દીનમાં દાખલ થઈ રહ્યા હતા. આપણે ખરેખર ઇસ્લામની શક્તિ નથી જાણતા, અને તેને આપણે ેહઙ્ઘીિીજૈંદ્બટ્ઠીં કરી રાખ્યા છે. જો આપણે પોતાનામાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને ર્ષ્ઠહકૈઙ્ઘીહષ્ઠી અને નિષ્ઠાપૂર્વક ઇસ્લામને રજૂ કરીશું તો જબરદસ્ત પરિણામો બહાર આવશે.

પ્રિય સજ્જનો! આવો રસુલુલ્લાહ સ.અ.વ.ની મહાન સુન્નત, દાવતની સુન્નત ઉપર આજથી જ અનુસરણ કરવાનું શરૂ કરી દઈએ જેનો પરિચય અલ્લાહ તઆલા પોતે ર્કુઆનમાં આ અંદાજથી રજૂ કર્યોઃ

“તમે તેમને સ્પષ્ટ કહી દો કે, ”મારો માર્ગ તો આ છે, હું અલ્લાહ તરફ બોલાવું છું, – હું પોતે પણ સંપૂર્ણ પ્રકાશમાં પોતાનો માર્ગ જોઈ રહ્યો છું અને મારા સાથીઓ પણ, અને અલ્લાહ પવિત્ર અને ઉચ્ચ છે, અને શિર્ક કરનારાઓથી મારો કોઈ સંબંધ નથી.” (સૂરઃ યૂસુફ-૧૦૮)

સારાંશ આ છે કે આપણે ખરાબ સંજોગોથી જરાય ભયભિત થવાની જરૂરત નથી. ચાહે આપણા શત્રુઓ કેટલાય બિલો આપણા વિરુદ્ધ લોકસભા અને રાજ્યસભામાં પસાર કરી લે આપણે નિર્ભિક બનીને પોતાના દઅવતી મિશન ઉપર દૃઢતા સાથે લાગી જઈએ અને આ વિશ્વાસ સાથે આગળ વધીએ કે આ જ માર્ગમાં ચાલવાથી આપણે માન-સન્માન, સ્થિરતા અને સફળતા મળી શકે છે. ચાહે આ ક્ષણિક દુનિયામાં આપણી સાથે જે કંઈ પણ થયું શાશ્વત જન્નતની નેઅમતો ઉપર આપણે દૃષ્ટિ જમાવીને રાખીએ. “હકીકત એ છે કે અલ્લાહે ઈમાનવાળાઓ પાસેથી તેમના પ્રાણ અને તેમના ધન જન્નતના બદલામાં ખરીદી લીધા છે” (સૂરઃતૌબા-૧૧૧). જે ઉમ્મતની અંદર સાચી શહાદતની ઇચ્છા હશે તે ઉમ્મતને કોઈ પરાજિત કરી શકતો નથી. એક અલ્લાહનો ડર અને ભય પોતાની અંદર સમાવી લઈએ તો આપણા શત્રુઓ ઉપર આપણો ભય છવાઈ જશે.

કોઈ અંદાઝા કર સકતા હૈ

ઉસ કે ઝોરે બાઝુ કા

નિગાહે મર્દે મોમિન સે

બદલ જાતી હૈં તકદીરેં

અલ્લાહે પુનરાવર્તન સાથે ર્કુઆનમાં કહ્યું છેઃ “તો તેમનાથી તમે ન ડરો, બલ્કે મારાથી ડરો”

જો આપણે આપણા શત્રુઓથી ડરવાનું શરૂ કરીશું  તો પછી મૃત્યુ આપણું ભાગ્ય હશે.

અલ્લાહ તઆલાથી દુઆ છે કે ઉમ્મતે મુસ્લિમાના એક-એક વ્યક્તિની અંદર કુર્બાની આપવાનો શોક પેદા થાય. દઅવતનો કાર્ય

આભાર – નિહારીકા રવિયા  જીવન-ઉદ્દેશ્ય બની જાય. બધા ભયથી છૂટકારો મળી જાય અને ફકત અલ્લાહનો જ ભય દિલમાં સમાવી જાય. અલ્લાહ અમોને તોફીક આપ, હિંમત અને કાર્ય કરવાની શૈલી અતા કર. અલ્લાહનો પૈગામ અલ્લાહના બંદાઓ સુધી પહોંચાડવાની શક્તિ આપ.

ઉરૂજ દે હમેં નેઅમતે

 લાઝવાલ દે

દિલો કો જીતને કા

યા રબ કમાલ દે.

આમીન.               

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here