પહેલુખાનના હત્યારા કોણ ?

0
430

રાજસ્થાનની અદાલતે ડેરી-ખેડૂત પહેલુખાનના હત્યારાઓને મુકત કરી કે છોડી મૂકી મૃતકના કુટુંબીજનો, અન્ય સંબંધિતો તેમજ ન્યાયપ્રિય લોકોને ખૂબજ આંચકો આપ્યો છે, જેઓ ખૂબ જ વ્યાકૂળતાથી ન્યાયની રાહ જાઈ રહ્યા હતા. તેમને ખૂબજ નિરાશા થઈ છે.

૧લી એપ્રિલ ર૦૧૭ના રોજ જ્યારે ક્રૂર ને ઘાતકી ટોળું પહેલુંખાન તથા તેમના બે પુત્રો પર ગાયની દાણચોરીના બહાને તૂટી પડયું અને ઢોરોની ખરદીના તમામ પ્રમાણભૂત દસ્તાવેજા બતાવ્યા છતાં પપ વર્ષીય વ્યક્તિને ટ્રકમાંથી ઢસડીને બહાર કાઢીને તેમને જંગાલિયતપૂર્વક લાઠીઓ, દંડાઓ, લાતો અને મુક્કાઓથી મારપીટ કરી, અને તેનો વીડિયો જ્યારે બહાર પાડયો તો ક્રૂર હિંદુત્વવાદીઓ તથા તેમના સરપરસ્ત રાજકારણીઓ સિવાય દેશના દરેક દર્દમંદ નાગરિક ચિત્કારી ઉઠયો. પહેલુખાનને દવાખાને તો લઈ જવાયા પરંતુ જખ્મોની તીવ્રતા સહન ન થતાં જીવી ન શકયા. એ વખતે રાજસ્થાનમાં ભાજપની સરકાર હતી, જેણે અનિચ્છાએ ૯ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો, જેમાં ૩ સગીર વયના છોકરા હતા અને ૧૪ ઓગસ્ટ ર૦૧૯ના રોજ ‘સ્વતંત્રતા દિવસ’થી બરાબર એક દિવસ અગાઉ આ કેસના ૬ આરોપીઓને  ‘શંકાનો લાભ’ આપતાં તેમના પર મૂકાયેલા તમામ આરોપોમાંથી મુકત કરી દીધા.

આમ તો ‘કાયદાની દૃષ્ટિમાં સૌ સમાન છે.’ દર્શાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જાહેર કર્યું, પરંતુ વાસતવમાં તો ‘જેની લાઠી તેની ભેંસ’ના ચલણમાં દરેક પસાર થતાં દિવસની સાથે ચિંતાજનક વધારો થતો જઈ રહ્યો છે.

અહીં પ્રશ્ન આ ઉદભવે છે કે અંતે અદાલતે મૃતક પહેલુખાનને મારપીટ કરતો વીડિયો પુરાવા તરીકે સ્વીકાર્યો કેમ નહીં ? જ્યારે કે તેમાં હત્યારાઓ તથા હત્યા કરાયેલ (મૃતક)ના ચહેરાઓ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત એક જાણીતા ટીવી-ચેનલે પહેલુખાનના એક ‘હત્યારા’ના અપરાધની સ્વીકૃતિનો સ્ટીંગ ઓપરેશન કર્યો હતો, તેને પણ કબૂલ કરવાથી અદાલતે ઇન્કાર કરી દીધો. અંતે કેમ ? આ વાતની પણ તપાસ થવી જાઈએ કે જે વ્યક્તિએ ટોળા-હિંસાની વીડિયોગ્રાફી કરી હતી, તેણે અદાલતમાં કોના ભયથી સાક્ષી ન આપી ? બીજી વીડિયો બનાવનાર વ્યÂક્ત અંતે પોતાના નિવેદનથી ફરી કેમ ગઈ ? આરોપીઓના વકીલ જ્યારે આ દાવો કર્યો કે સામા પક્ષ (સરકાર)એ વીડિયોને તપાસ માટે એફએસએલ મોકલ્યો ન હતો. તો આવામાં શું સામા પક્ષની ભૂમિકા ઉપર પણ પ્રશ્ન નથી ઉઠતો કે કેસના આવા મહ¥વના પુરાવાને એફએસએલમાં મોકલી મજબૂત પૂરાવા સાથે રજૂ કરી શંકાને દૂર કેમ ન કરી ? અને કેસને મજબૂત કેમ ન બનાવ્યો ?

અહીં આ પણ ખૂબ દુઃખની અને અફસોસની વાત છે કે ગયા વર્ષે આ જ કેસના એક આરોપી બીપિન યાદવને ક્લિનચીટ આપી દેવામાં આવી હતી, જે એક ખાનગી ન્યૂઝ ચેનલના સ્ટીંગ ઓપરેશનમાં પોતાના અમાનવીય કૃત્યને કોઈ પરાક્રમની જેમ રજૂ કરી રહ્યો હતો. વીડિયોમાં તે સ્પષ્ટપણે આ કહેતો સંભળાઈ રહ્યો હતો કે તેણે પહેલુખાનને દોઢ કલાક સુધી મારપીટ કરી હતી. આ વાત કાયદાનો અદના વિદ્યાર્થી પણ જાણે છે કે હત્યા કરાયેલ કે કોઈપણ મૃતક વ્યક્તિના મૃત્યુ પહેલાના નિવેદનને કોઈપણ પ્રકારની શંકા-કુશંકા વિના સ્વીકારી લેવામાં આવે છે અને પહેલુખાને પોતાના મૃત્યુ પહેલાના નિવેદનને કોઈપણ પ્રકારની શંકા-કુશંકા વિના સ્વીકારી લેવામાં આવે છે અને પહેલુખાને પોતાના મૃત્યુ પહેલાના નિવેદનમાં એ તમામ આરોપીઓના નામ લીધા હતા કે જેમને અદાલતે છોડી મૂકયા છે. સૌથી વધુ મહત્વનો પ્રશ્ન તો આ છે કે અંતે અદાલતે આ મહત્વના પુરાવાની અવગણના કેમ કરી ? હવે જ્યારે કે તમામ આરોપીઓ મુકત થઈ ગયા છે તો શું આ સ્વીકારી લેવામા આવે કે પહેલુખાનનું મૃત્યુ નથી થયું ? કે પછી તેમણે આત્મહત્યા કરી હતી ? જા અદાલત વીડિયો અને સ્ટીંગ ઓપરેશનને પુરાવારૂપ નથી માનતી તો પછી સમગ્ર દેશમાં જગ્યા-જગ્યાએ લગાવવામા આવેલા ‘સીસીટીવી’ કેમેરાઓનો શો અર્થ છે ? પહેલુખાનના હત્યારાઓની મુક્તિ જેટલી ચિંતાજનક છે, એટલી જ ચિંતાજનક આ અદાલતી ચુકાદા બાદ ‘હત્યારાઓ’ના સાથી હિંદુત્વવાદીઓનો અદાલતના સંકુલમાં જ સૂત્રોચ્ચાર છે. તેમના સૂત્રોચ્ચારમાં ‘વિજયની’ એ પ્રસન્નતા ખુલ્લેઆમ અનુભવાઈ જેને હાસલ કરવા માટેના પ્રયત્નો આ કેસના પ્રથમ દિવસથી જ શરૂ કરી દેવામાં આવ્યા હતા. હત્યારાઓને છાવરવા તથા મજલૂમોને ભાંડવાનું વલણ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબજ વધતું જઈ રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આના અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે.

આવામાં રાજસ્થાનની

 વર્તમાન કોંગ્રેસ સરકારે આરોપીઓની મુક્તિને હાઇકોર્ટમાં પડકારવાનો નિર્ણય તો કર્યો છે, પરંતુ તેને આ પણ નિશ્ચિત કે વિશ્વસનીય બનાવવું પડશે કે જે ખામીઓ કે ઉણપો પ્રત્યે નીચલી અદાલતે નિર્દેષ કર્યા છે, તેમને દુરસ્ત કરી લેવામાં આવે અને પહેલુખાન તથા પરિવારજનોને ન્યાય અપાવવામાં કોઈ કમી રાખવામાં ન આવે.

મેં કિસકે હાથ પે અપના લહૂ તલાશ કરૂં

તમામ શહેરને પહેને હુવે હૈં દસ્તાને

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here