પ્રથમ મુલાકાતનો પ્રભાવ

0
205

મિસ્રના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પ્રાચીન જમાનાથી એક રિવાજ જાેવા મળે છે. જેમાં દુલ્હો (વરરાજા) સુહાગરાતથી પહેલાં પોતાના રૂમમાં એક બિલાડીને સંતાડી રાખે છે, જ્યારે દુલ્હનને લાવીને રૂમમાં બેસાડવામાં આવે છે, પછી દુલ્હો આવે છે અને ખુરશીને હલાવે છે, જેથી નીચે સંતાડેલી બિલાડી બહાર નીકળી જાય છે. હવે વરરાજા પોતાની મર્દાનગી દેખાડવા માટે બિલાડીને પકડીને તેની ગરદન મરોડીને મારી નાંખે છે. ફકત એટલા માટે કે પહેલી જ મુલાકાતમાં પતિનો રોબ અને દબદબો પત્નીના મનમાં સ્થાપિત થઈ જાય. હું આ વાત લખી રહ્યો હતો ત્યારે
મને યાદ આવ્યું કે જે દિવસોમાં હું યુનિવર્સિટી અભ્યાસથી નિવૃત્ત થઈને એક સ્થાનિક કોલેજમાં પ્રોફેસર તરીકે નિયુકત થયો ત્યારે કોલેજના એક જૂના પ્રોફેસર મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા. આપના પ્રાથમિક પ્રવચનમાં વિદ્યાર્થીઓ ઉપર ખૂબ કડકાઈ બતાવજાે અને આપના ચહેરા ઉપર ગુસ્સો છવાયેલો રાખજાે. આ રીતે પ્રથમ દિવસથી જ એમના ઉપર આપની ધાક બેસી જશે અને તેઓ હંમેશા આપનાં અંકુશમાં રહેશે. યાદ રાખો ! પ્રથમ મુલાકાતનો પ્રભાવ આપના વ્યક્તિત્વના સંપૂર્ણ પ્રભાવના સિત્તેર ટકા જેટલો હોય છે. એના પાયા ઉપર જ સામેના
વ્યક્તિના માનસ પર આપની છાપ અંકિત થઈ જાય છે. સરકારી ઓફિસરોના એક ગ્રુપે શૈક્ષણિક વર્કશોપમાં ભાગ્‌ લેવા માટે અમેરિકાનો પ્રવાસ ખેડયો. વર્કશોપનો વિષય હતો. ‘કાર્યકર સાથીઓનો પરસ્પર વ્યવહાર’ પ્રથમ દિવસે બધા વિદ્યાર્થીઓ વહેલી સવારે જ તૈયાર થઈને અભ્યાસખંડમાં હાજર થઈ ગયા અને એકબીજાને પોતપોતાનો પરિચય આપવા લાગ્યા. અચાનક
પ્રોફેસર ખંડમાં દાખલ થયા. ખંડમાં સન્નાટો છવાઈ ગયો. પ્રોફેસરની નજર એક વિદ્યાર્થી ઉપર પડી જે હજુ સુધી હસી રહ્યો હતો. પ્રોફેસર ક્રોધિત સ્વરે કહ્યું ‘તમે કેમ હસી રહ્યા છો ?’ માફ કરજાે સર ! હું નથી હસ્યો.’ વિદ્યાર્થીએ શાંતિપૂર્વક જવાબ આપ્યો.’ નહીં તમે હસી રહ્યા હતા ! પ્રોફેસર સાહેબે એ જ મુદ્રામાં કહ્યું, પછી તે વિદ્યાર્થીને ધમકાવવા લાગ્યા.’ તમે એક અસભ્ય માણસ છો, યોગ્ય ગણાશે જાે તમે પ્રથમ ફલાઈટથી ઘેર જતા રહો. હું તમારા જેવા ને ભણાવવા નથી માગતો.’
બીચારા વિદ્યાર્થીનો ચહેરાનો એક રંગ આવતો અને એક રંગ જતો, તે થોડીક નિર્દોષભાવે પ્રોફેસર તરફ જાેતો અને ઘડીક બીજા વિદ્યાર્થીઓ તરફ ભલામણની ઈચ્છાએ નજર ફેરવતો. છેવટે પ્રોફેસર સાહેબે તેવર બદલીને દરવાજા તરફ ઈશારો કરતા કહ્યું, ‘બહાર નીકળી જાવ કલાસમાંથી.’ વિદ્યાર્થી પરેશાનીની સ્થિતિમાં હોલમાંથી બહાર નીકળી ગયો. હવે પ્રોફેસર સાહેબ,
પરેશાનીની સ્થિતિમાં વિદ્યાર્થી તરફ સંબોધિત થયા અને કહ્યુંઃ ‘હું ફલાણો ડોકટર છું અને આપને ફલાણા વિષય શીખવાડીશ, પરંતુ તેના પહેલાં આપને આ ફોર્મ ભરવુંપડશે. યાદ રહે કે કોઈ વિદ્યાર્થી ફોર્મમાં પોતાનું નામ ના લખે. આમ કહીને તેમણે શિક્ષકના વર્તન વિશેનું ફોર્મ તમામ
વિદ્યાર્થીઓના હાથમાં વહેંચી દીધું. ફોર્મમાં નીચે પ્રમાણે પાંચ પ્રશ્નો હતાઃ
૧. તમારા શિક્ષકના સ્વભાવ વિશે તમે શું કહો છો ?
ર. શિક્ષકના પાઠ શીખવાડવા વિશે તમે શું કહો છો ?
૩. શું શિક્ષક વિરોધ મતનો સ્વીકાર કરે છે ?
૪. શું આપ ઈચ્છો છો કે બીજી વખત આ જ શિક્ષક તમને ભણાવે ?
પ. કેમ્પસની બહાર આપ શિક્ષકને મળીને આનંદ અનુભવશો ?
દરેક પ્રશ્નની સામે ચાર ઓપ્શન આપવામાં આવ્યા હતાઃ
(૧) સુંદર (ર) સરળ, (૩) સ્વીકૃત (૪) અશકત.
આ પૈકી કોઈ એકને પસંદ કરવાનું હતું. તમામ વિદ્યાર્થીઓએ પોતપોતાના ફોર્મ ભરી દીધા અને
પ્રોફેસરને આપી દીધા. પ્રોફેસર સાહેબે બધા ફોર્મને એક બાજુ મૂકયા અને કાર્યાલયમાં કાર્યકરો
વચ્ચેના પરસ્પર વર્તન અને તેની અસરો વિશે પ્રવચન આપવાનું શરૂ કર્યું. પછી અચાનક બોલ્યા ઃ ‘ઓહ ! આપણે આપણા સહાધ્યાયીને લાભાન્વિત થવાથી કેમ વંચિત રાખીએ ! આમ કહીને હોલમાંથી બહાર આવ્યા. તે વિદ્યાર્થી જેને થોડીવાર પહેલા વર્ગમાંથી બહાર કાઢી મૂકયો હતો, બહાર બેંચ ઉપર બેઠો પ્રથમ મુલાકાતનો પ્રભાવ હતો. પ્રોફેસર સાહેબ તેની પાસે ગયા અને હસીને તેની સાથે હાથ મિલાવ્યો અને પરત વર્ગમાં લઈને આવ્યા. વિદ્યાર્થી પોતાની બેઠક ઉપર બેસી ગયો એટલે તેમણે સસ્મિત ચહેરે કહ્યું ‘કદાચ હું આપના ઉપર નાહક નારાજ થયો હતો. વાસ્તવમાં હુ એક અંગત સમસ્યાના કારણે પરેશાન હતો, પરંતુ મને દુઃખ છે કે મેં બીજા કોઈનો ક્રોધ આપના ઉપર ઉતાર્યો. હું આપની ક્ષમા ચાહું છું. આપ ચોક્કસ વિદ્યા શીખવા માટે ખૂબજ ઉત્સાહી છો. આ જ કારણથી આપ પોતાના ઘર-બાર છોડીને અહીં આવ્યા છો. હવે હું
આપનો અને આપના સૌ વિદ્યાર્થીઓનો આભારી છું. આ કાર્ય માટે ગૌરવનું કારણ છે કે હું આપના જેવા પરિશ્રમી વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છું. પ્રોફેસર સાહેબ આ જ પ્રમાણે વિદ્યાર્થીઓ પ્રત્યે પોતાની સહાનુભૂતિ પ્રગટ કરતા રહયા અને સ્મિત ફરકાવતા રહ્યા. પછી તેમણે થોડા નવા ફોર્મ લીધા અને સ્મિત કરીને કહ્યું આપનો આ સહધ્યાયી આ ફોર્મ ભરી શકયો નથી તેથી તેની સાથે આપ સૌ પણ આ ફોર્મ ફરીથી ભરો, તો કેવું રહેશે ? આમ કહીને તેમણે તે ફોર્મ
વિદ્યાર્થીઓમાં વહેંચી દીધા. વિદ્યાર્થીઓએ તે ફોર્મ ભરીને પ્રોફેસર સાહેબને પરત આપ્યા. પ્રોફેસર સાહેબે પહેલી વખત ભરેલા ફોર્મ પોતાના ટેબલના ડ્રોઅરમાંથી બહાર કાઢયા અને તેની સાથે બીજી વખત ભરેલા ફોર્મની તુલના કરી. પ્રથમ વખત ફોર્મમાં નિર્બળ ખાના ભરેલા હતા, પરંતુ બીજી વખતના ફોર્મમાં બધાએ ઉજ્જવળ અને ઉત્તમ ખાના ભર્યા હતા. તે હસ્યા અને વિદ્યાર્થીઓને સંબોધીને કહ્યું, ‘જે કંઈ આપે જાેયું તે આ વાતનું પ્રાયોગિક પ્રમાણ છે કે વર્તન અને નકારાત્મક સ્વભાવની નકારાત્મક અસર સામૂહિક વાતાવરણ ઉપર જરૂર પડે છે. આપના સહાધ્યાયી સાથે મેં જે વર્તન દાખવ્યું એ એક દૃષ્ટાંત માટે હતું. ફકત વર્તમાનમાં ફેરફારથી મારા
વિશેનો આપ સહુનો અભિપ્રાય થોડાક જ મિનિટોમાં બદલાઈ ગયો. વાસ્તવમાં આ માનવીની પ્રકૃતિ છે. એટલા માટે તેનો આદર કરવો જરૂરી છે. ખાસ કરીને જે લોકો સાથે આપની મુલાકાત પ્રથમ જ થઈ રહી હોય, તેમના માટે આપનું વર્તન ઘણું જમહત્ત્વ ધરાવે છે. અંતિમ માર્ગદર્શક
હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પહેલી જ મુલાકાતમાંલોકોના દિલ મોહી લેતા હતા.
હવે પ્રોફેસર સાહેબ,પરેશાનીની સ્થિતિમાં વિદ્યાર્થી તરફ સંબોધિત થયા અને કહ્યુંઃ ‘હું ફલાણો ડોકટર છું અને આપને ફલાણા વિષય શીખવાડીશ, પરંતુ તેના પહેલાં આપને આ ફોર્મ ભરવુંપડશે. યાદ રહે કે કોઈ વિદ્યાર્થી ફોર્મમાં પોતાનું નામ ના લખે. આમ કહીને તેમણે શિક્ષકના વર્તન વિશેનું ફોર્મ તમામ વિદ્યાર્થીઓના હાથમાં વહેંચી દીધું. ફોર્મમાં નીચે પ્રમાણે પાંચ પ્રશ્નો હતાઃ
૧. તમારા શિક્ષકના સ્વભાવ વિશે તમે શું કહો છો ?
ર. શિક્ષકના પાઠ શીખવાડવા વિશે તમે શું કહો છો ?
૩. શું શિક્ષક વિરોધ મતનો સ્વીકાર કરે છે ?
૪. શું આપ ઈચ્છો છો કેબીજી વખત આ જ શિક્ષક તમને ભણાવે ?
પ. કેમ્પસની બહાર આપશિક્ષકને મળીને આનંદ અનુભવશો ?
દરેક પ્રશ્નની સામે ચાર ઓપ્શન આપવામાં આવ્યા હતાઃ
(૧) સુંદર (ર) સરળ, (૩)સ્વીકૃત (૪) અશકત.
આ પૈકી કોઈ એકને પસંદ કરવાનું હતું. તમામ વિદ્યાર્થીઓએ પોતપોતાના ફોર્મ ભરી દીધા અને પ્રોફેસરને આપી દીધા. પ્રોફેસર સાહેબે બધા ફોર્મને એક બાજુ મૂકયા અને કાર્યાલયમાં કાર્યકરો વચ્ચેના પરસ્પર વર્તન અને તેની અસરો વિશે પ્રવચન આપવાનું શરૂ કર્યું. પછી અચાનક બોલ્યા ઃ ‘ઓહ ! આપણે આપણા સહાધ્યાયીને લાભાન્વિત થવાથી કેમ વંચિત રાખીએ ! આમ કહીને હોલમાંથી બહાર આવ્યા. તે વિદ્યાર્થી જેને થોડીવાર પહેલા વર્ગમાંથી બહાર કાઢી મૂકયો હતો, બહાર બેંચ ઉપર બેઠો પ્રથમ મુલાકાતનો પ્રભાવ હતો. પ્રોફેસર સાહેબ તેની પાસે ગયા અને હસીને તેની સાથે હાથ મિલાવ્યો અને પરત વર્ગમાં લઈને આવ્યા. વિદ્યાર્થી પોતાની બેઠક ઉપર બેસી ગયો એટલે તેમણે સસ્મિત ચહેરે કહ્યું, ‘કદાચ હું આપના ઉપર નાહક નારાજ થયો હતો. વાસ્તવમાં હુ એક અંગત સમસ્યાના કારણે પરેશાન હતો, પરંતુ મને દુઃખ છે કે મેં બીજા કોઈનો ક્રોધ આપના ઉપર ઉતાર્યો. હું આપની ક્ષમા ચાહું છું. આપ ચોક્કસ વિદ્યા શીખવા માટે ખૂબજ ઉત્સાહી છો. આ જ કારણથી આપ પોતાના ઘર-બાર છોડીને અહીં આવ્યા છો. હવે હું આપનો અને આપના સૌ વિદ્યાર્થીઓનો આભારી છું. આ કાર્ય માટે ગૌરવનું કારણ છે કે હું આપના જેવા પરિશ્રમી વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છું. પ્રોફેસર સાહેબ આ જ પ્રમાણે વિદ્યાર્થીઓ પ્રત્યે પોતાની સહાનુભૂતિ પ્રગટ કરતા રહયા અને સ્મિત ફરકાવતા રહ્યા. પછી તેમણે થોડા નવા ફોર્મ લીધા અને સ્મિત કરીને કહ્યું આપનો આ સહધ્યાયી આ ફોર્મ ભરી શકયો નથી તેથી તેની સાથે આપ સૌ
પણ આ ફોર્મ ફરીથી ભરો, તો કેવું રહેશે ? આમ કહીને તેમણે તે ફોર્મ વિદ્યાર્થીઓમાં વહેંચી દીધા. વિદ્યાર્થીઓએ તે ફોર્મ ભરીને પ્રોફેસર સાહેબને પરત આપ્યા. પ્રોફેસર સાહેબે પહેલી વખત ભરેલા ફોર્મ પોતાના ટેબલના ડ્રોઅરમાંથી બહાર કાઢયા અને તેની સાથે બીજી વખત ભરેલા ફોર્મની તુલના કરી. પ્રથમ વખત ફોર્મમાં નિર્બળ ખાના ભરેલા હતા, પરંતુ બીજી વખતના ફોર્મમાં બધાએ ઉજ્જવળ અને ઉત્તમ ખાના ભર્યા હતા. તે હસ્યા અને વિદ્યાર્થીઓને સંબોધીને કહ્યું, ‘જે કંઈ આપે જાેયું તે આ વાતનું પ્રાયોગિક પ્રમાણ છે કે વર્તન અને નકારાત્મક સ્વભાવની નકારાત્મક અસર સામૂહિક વાતાવરણ ઉપર જરૂર પડે છે. આપના સહાધ્યાયી સાથે મેં જે વર્તન દાખવ્યું એ એક દૃષ્ટાંત માટે હતું. ફકત વર્તમાનમાં ફેરફારથી મારા વિશેનો આપ સહુનો અભિપ્રાય થોડાક જ મિનિટોમાં બદલાઈ ગયો. વાસ્તવમાં આ માનવીની પ્રકૃતિ છે. એટલા માટે તેનો આદર કરવો જરૂરી છે. ખાસ કરીને જે લોકો સાથે આપની મુલાકાત પ્રથમ જ થઈ રહી હોય, તેમના માટે આપનું વર્તન ઘણું જ મહત્ત્વ ધરાવે છે. અંતિમ માર્ગદર્શક હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિવસલ્લમ પહેલી જ મુલાકાતમાં લોકોના દિલ મોહી લેતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here