પ૦ બુદ્ધિજીવીઓ વિરુદ્ધના કેસ સામે દેશભરમાં ભારે આક્રોશ

0
156

મોબલિન્ચિંગ અર્થાત્‌ ટોળાહિંસાના મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખનારા દેશના પ૦ જેટલા બુદ્ધિજીઓની વિરુદ્ધ ગદ્દારીનો કેસ દાખલ થવા અને એ કેસમાં ‘એફઆઈઆર’ નોંધવા બદલ સરકાર પર ચારે તરફથી ટીકાઓ થઈ રહી છે. આ બાબતમાં સમગ્ર દેશ એ બુદ્ધિજીવીઓની સાથે પુરી રીતે સમર્થનમાં દેખાઈ રહ્યો છે. આના લીધે સરકારે પણ ખુલાસો કરવા મજબૂર થવું પડયું. આ પ્રકારની કાર્યવાહીને જ્યાં એક તરફ દેશમાં લાગુ બિન-ઘોષિત કટોકટી સમાન ગણવામાં આવી રહ્યું છે ત્યાં જ બીજી બાજુ સરકાર વિરુદ્ધ પણ તીવ્ર આક્રોશ  વ્યકત કરવામાં આવી રહ્યો છે. સ્વયં એ બુદ્ધિજીવીઓએ પણ આ પગલા સંદર્ભે ભારે આશ્ચર્ય વ્યકત કર્યો છે અને સાથોસાથ સરકાર સામે લડી લેવાની ઘોષણા કરી છે.

આ બાબતે દેશના સેકયુલર પક્ષો તરફથી પણ તીવ્ર પ્રતિક્રિયા વ્યકત કરવામાં આવી રહી છે. સપીઆઈએ એફઆઈઆર નોંધવા અંગે તીવ્ર ટિપ્પણી કરતાં કહ્યું છે કે આ અભિવ્યક્તિની આઝાદી અને દેશના બંધારણની વિરુદ્ધ છે. સીપીઆઈએ અહીં બહાર પાડેલ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે મોબલિન્ચિંગ-ટોળા હિંસાની વિરુદ્ધ દેશના જાણીતા કલાકારો, શિક્ષણવિદો અને બુદ્ધિજીવીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેને અટકાવવાની માગણી કરી હતી જે કોઈપણ રીતે ખોટી કે ગુનાઇત નથી; પરંતુ પોલીસે તેમના પર રાષ્ટ્રદ્રોહનો આરોપ મૂકતાં તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.

એ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અદાલતનું કાર્ય બંધારણ અને લોકશાહીનું રક્ષણ કરવાનું છે પરંતુ હાલમાં સમાજના એ પ૦ જેટલા બુદ્ધિજીવીઓ વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો કેસ કરી ખોટું દૃષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું છે. પાર્ટીએ દેશદ્રોહનો કાયદો તેમના પરથી રદ કરવા અને કેસ પણ પાછો ખેંચવાની માગણી કરી છે.

કોમ્યુનિસ્ટ પાર્ટીના વિદ્યાર્થી સંગઠન સ્ટૂડન્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસએફઆઈ)એ આ અંગે વિરોધનો નવો માર્ગ શોધી પોતાના તમામ સભ્યો અને દેશના લાખો વિદ્યાર્થીઓને અપીલ કરી છે તે તેઓ વિરુદ્ધરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે પત્ર લખે તથા એફઆઈઆર રદ કરવાની માગણી કરે. એસએફઆઈના જણાવ્યા મુજબ ‘મતભેદ’ લોકશાહીની રૂહ છે અને વર્તમાન સરકાર તેને દરેક રીતે ખતમ કરવા પ્રયત્ન કરી રહી છે. આથી જ અમે અને અમારા સભ્યો પત્ર લખીને વડાપ્રધાનને આ જણાવવા ઈચ્છીએ છીએ કે તેઓ મત કે અભિપ્રાય પ્રત્યેક મતભેદ કરવાનો આદર કરે.’ બીજું બાજુ આ બાબતમાં દેશના અનેક અખબારોએ પણ પોતાપતાના અગ્રલેખો તથા તંત્રીલેખો દ્વારા આ પ૦ જેટલા બુદ્ધિજીવીઓ અને તેમના હેતુને સમર્થન આપ્યું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એકસપ્રેસ, ધી હિંદુ અને ટેલિગ્રાફ જેવા જાણીતા અખબારોએ તદ્દન સ્પષ્ટ રીતે એ બુદ્ધિજીવીઓનું સમર્થન કરતાં સરકારથી માગણી કરી છે કે તે આ મામલાને  તેમના પરિણામ સુધી પહોંચાડે છે.

આ અંગે રવિશકુમારે પણ કહ્યું છે કે એ પ૦ જેટલા બુદ્ધિજીવીઓએ મુસ્લિમ, દલિતો અને અન્ય લઘુમતીઓ પર થતાં અત્યાચારોને અટકાવવા સંબંધે વડાપ્રધાનને પણ લખ્યો છે. હવે તમે જ જણાવો કે શું એ લોકોએ પત્ર લખીને કોઈ ગુનો કર્યો છે. કદાચ મોબલિન્ચિંગના સમર્થકો સમીપ આ ગુનો છે. આ જ કારણ છે કે આ શાંતિપ્રિય બુદ્ધિજીવીઓ અને દેશની જાણીતી વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. એ લોકો ઉપર કોમવાદ, ધાર્મિક અકીદાને વધારવા અને શાંતિને ડહોળવાના આરોપ મૂકવામાં આવ્યા છે. શું દેશની શાંતિ-સલામતીને જાળવી રાખવા માટે મોબ-લિન્ચિંગને અટકાવવા માટે દેશના વડાપ્રધાને પત્ર  લખવો એ કોમવાદકે શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરી શકાય ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here