બાબરી મસ્જિદ કેસની સુનાવણી ફરી એકવાર મુલત્વી રહી

0
391

સુપ્રિમ કોર્ટમાં બાબરી મÂસ્જદ કેસની સુનાવણી તા. ૨૯મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ બંધારણીય બેન્ચ દ્વારા થનારી હતી તે ફરી એકવાર મુલત્વી થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રવિવાર, તા. ૨૭મી જાન્યુઆરી ૧૯ના રોજ બહાર પડાયેલ નોટીસમાં જણાવાયું છે કે જસ્ટીસ બોબડેની અનુપÂસ્થતિના કારણે આ બંધારણીય બેન્ચમાં આ (બાબરી મÂસ્જદ) કેસની સુનાવણી નહીં થઈ શકે. આ અગાઉ ૧૦મી જાન્યુઆરીએ એક અલગ બંધારણીય બેન્ચે કેસની સુનાવણી કરી હતી, પરંતુ એ બેન્ચમાં સામેલ જસ્ટીસ ઉદય ઉમૈશ લલિત દ્વારા આ કેસમાંથી પોતાને અળગા કરી લેવાને કારણે તેની સુનાવણી તા. ૨૯ જાન્યુઆરી ૧૯ના રોજ નક્કી કરાઈ હતી, અને એ બેન્ચની નવેસરથી રચના કરવામાં આવી હતી.

                તા. ૧૦મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ચીફ જસ્ટીસ ઓફ ઇÂન્ડયા રંજન ગોગાઈ, જસ્ટીસ એસ.એ.બોબડે, જસ્ટીસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ એસ.એ.નઝીર આ નવી બેન્ચમાં સામેલ છે. અગાઉની બેન્ચમાં જસ્ટીસ એન.વી.રામન્ના અને જસ્ટીસ ઉદય ઉમેશ લલિત સામેલ હતા. સુન્ની વકફ બોર્ડ તરફથી રજૂ થયેલ સીનિયર વકીલ રાજીવ ધવને પાછલી આ કેસની બંધારણીય બેન્ચમાં જસ્ટીસ ઉદય ઉમેશ લલિતની ઉપÂસ્થતિ અંગે પ્રશ્ન ઉઠાવ્યા હતા. મિ. ધવને દલીલ આપી હતી કે અયોધ્યા વિવાદ સંબંધિત અદાલત તિરસ્કારના એક કેસમાં જસ્ટીસ લલિત વકીલ તરીકે માજી મુખ્યમંત્રી કલ્યાણસિંહ તરફથી હાજર હતા. આવા સંજાગોમાં તેમણે આ કેસમાંથી ખસી જવું જાઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here