બાળકો પ્રત્યે વડીલોની જવાબદારી

0
190

અલ્લાહના રસૂલ સ.અ.વ.એ ફરમાવ્યું કે જ્યારે કોઈને ત્યાં કોઈ બાળકનો જન્મ થાય તો તેના જમણા કાન પાસે અઝાન અને ડાબા કાન પાસે ઈકામત આપો અને બાળકનો સારો અને અર્થસભર નામ રાખો. બાળકોને નર્સરી કે જુનિયર કે.જી.માં પ્રવેશ અપાવવાના બદલે જાે માતા-પિતા ઘરમાં જ નાનપણથી જ તેને સારા સંસ્કારોનું સિંચન કરે. ધાર્મિક વાર્તાઓ સંભળાવી તેના દિલો-દિમાગને સ્વચ્છ રાખવાના પ્રયત્નો કરે તો બાળકમાં આગળ જતાં માનવતાના ગુણોની મહેક સદાય બાકી રહેશે. શૈક્ષણિક અભ્યાસક્રમ (સેલેબસ)માં પણ શિસ્ત અને નૈતિકતાના વિષયોને અગ્રતા આપવામાં આવે તો સામાજિક સુધાર જરૂર આવી શકે તેમ છે. આપણા દેશમાં કેટલીક સંસ્થાઓ-શાળાઓમાં જઈ બાળકોને દ્વેષ-ભાવના અને સમાજ-સમાજ વચ્ચે વૈમનસ્ય કે નફરત ઉભી કરવાના પાઠ છેલ્લા ઘણા વર્ષોથી ભણાવી રહ્યા છે તે તમામ સંસ્થાઓ પર રોક લગાવવી ખૂબજ જરૂરી છે. કારણ કે આજના ભારતમાં વ્યાપેલ નફરત આવી જ સંસ્થાઓએ વાવેલ નફરતના બીજનું જ દુષ્ટ પરિણામ છે. વાલીઓએ પોતાના બાળકોને આવી પ્રવૃત્તિ કરતી સંસ્થાઓથી દૂર રાખવા જાેઈએ. વધુમાં આજના સત્તા લાલચુ રાજકારણીઓ સત્તા હસ્તગત કરવા દેશમાં નફરતનું વાતાવરણ ઉભું કરવા નીત-નવા પ્રોપેગન્ડા ચલાવી રહ્યા હોય છે જેને મીડિયા મારફત ફેલાવી સમાજના વાતાવરણને કલૂષિત કરવામાં આવી રહેલ છે. દેશના શાણા લોકો આ બધું સમજી રહ્યા હોવાથી તેમને ધારી સફળતા મળતી નથી. પણ યુવાનો કે જે બેકારીના કારણે અકળાઈ ગયા છે તે આ લોકોના આસાનીથી શિકાર બની જાય છે. અહીંથી જ વડીલોની જવાબદારી શરૂ થાય છે. તેમણે પોતાના બાળકોને એ સારી રીતે સમજાવવા પડશે કે તેમની શૈક્ષણિક લાયકાત સરકારી નોકરી મેળવવા માટે નહીં પણ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવા ઉપયોગી થાય તેવા વિષયો પસંદ કરવા જાેઈએ. ફકત ડિગ્રી મેળવવા માટે નહીં પણ આજીવિકા ઉત્પન્ન કરી શકે તેવા શિક્ષણ તરફ દૃષ્ટિ કરવી જાેઈએ. આજે દેશ આર્થિક મંદીના સંક્રમણ-ગ્રસ્તતાના અતિ ખરાબ દોરમાંથી પસાર થઈ રહેલ છે, સરકારી સંસ્થાનો રેલવે, એરપોર્ટ વગેરેનું ખાનગીકરણ કરવું સરકારની મજબૂરી બની ગઈ છે, બેંકોનું મર્જર થઈ રહ્યું છે, કેટલીક પ્રાઈવેટ બેંકોનું ઉઠમણું થઈ ગયું છે, આ બેંકોએ મોટા-મોટા ઉદ્યોગપતિઓને મસમોટી લોનો આપી નાગરિકોના ખૂન-પસીના કે પરસેવાનાની કમાણીના પૈસા ડૂબાડી દીધા છે. આ ઉદ્યોગપતિઓએ લીધેલ લોન પરત નહીં કરતા હોવા છતાં તેમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જે આશ્ચર્યજનક છે, ઉલ્ટાનું જે નાગરિકોએ પૈસા જમા કરાવેલ છે, તેમના ઉપાડ ઉપર લિમિટ બાંધી દેવામાં આવી રહેલ છે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ બિહાર વિધાનસભાના ચૂંટણી પરિણામોએ નવયુવાન તેજસ્વી યાદવને બદલે વડીલ એવા નીતિશકુમાર તથા ડાપ્રધાનના હાથમાં દેશ વધુ સલામત અને સુરક્ષિત હોવાનો ચુકાદો લોકોએ આપ્યો છે, દસ લાખ સરકારી નોકરીને તરછોડી ઓગણીસ લાખ રોજગારી ઉત્પન્ન કરવાના ‘ચૂંટણી મુદ્દા’ ઉપર મહોર લગાવી યુવાનોએ એ દર્શાવી આપેલ છે કે તેમને રોજગારીની કેટલી જરૂર છે, આશા છે કે નવી સરકાર નવયુવાનોની આકાંક્ષાઓ પૂર્ણ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here