ભારતની પરિસ્થિતિ પર એક નજર

0
534

(પ્રિય દેશની વર્તમાન પરિÂસ્થતિ આ વાતનો ખૂબ જ તીવ્રતા સાથે તકાદો કરે છે કે દેશની વર્તમાન રાજકીય-સામાજિક Âસ્થતિનું વિશ્લેષણ, ભારતીય મુÂસ્લમો સામે પડેલા પડકારો અને  તેના સંદર્ભમાં ઇÂચ્છત વ્યૂહરચના ઉપર કોઈ એવો લેખ સામે આવે, જેમાં ટૂંકાણ અને વ્યાપકતા પણ હોય, જમીની વાસ્તવિકતાઓ ઉપર દૃષ્ટિપાત પણ હોય, વ્યવહારિક માર્ગદર્શન પણ હોય, અને ભારતીય મુÂસ્લમો માટે સારો સંદેશો પણ હોય. આ હેતુ સમક્ષ આદરણીય સૈયદ સઆદતુલ્લાહ હુસૈની સાહેબ લિખિત પુસ્તક  હિંદુસ્તાની મુસલમાન ઃ ચેલેન્જ ઔર રાહે અમલનો ગુજરાતી અનુવાદ અહીં રજૂ કરતા ઘણી ખુશી થઈ રહી છે. આ પુસ્તકમાં ભારતીય મુÂસ્લમો માટે એક જબરજસ્ત પૈગામે અમલ છે. આમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પરિÂસ્થતિની પૃષ્ઠભૂમિ અને તેના મૂળભૂત કારણો ઉપર પ્રકાશ નાખવામાં આવ્યો છે, નિરાશાજનક Âસ્થતિમાં ઉત્સાહ પૂરૂં પાડવાની કોશિશ કરવામાં આવી છે, અને અજમાયશભર્યા સંજાગોમાં ઇÂચ્છત પ્રતિક્રિયાના સંદર્ભમાં પણ માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું છે. પુસ્તકના અંતે દસ મુદ્દાઓ ઉપર આધારિત એકશન-પ્લાન રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય મુÂસ્લમોની ઇÂચ્છત સામાજિક ભૂમિકાના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. અમારો પ્રયાસ છે કે શાહીન સાપ્તાહિકનો વાચક વર્ગ પણ આ લેખોથી ફાયદો ઉઠાવે. આશા છે કે આ લેખો ભારતીય મુÂસ્લમોને સાચી દિશા અપનાવવા માટે મદદ કરશે અને તેમાં જે ચર્ચાઓ કરવામાં આવી છે તેના ઉપર મિલ્લતના વિદ્વાનો અને ચિંતિત લોકો ધ્યાન કેન્દ્રિત કરશે.      તંત્રી)

જ્યાં સુધી ભારતની પરિÂસ્થતિનો સંબંધ છે  તો એક બાજુ પરિÂસ્થતિ આ છે કે આપણો દેશ ઝડપથી વિકાસશીલ બની રહ્યો છે અને અંદાજા આ જ છે કે આવનારા દિવસોમાં આપણા દેશની, અને અહીંના નાગરિકોનું આંતરરાષ્ટ્રીય મહ¥વતા ખૂબ વધી જશે. ઈ.સ.૨૦૨૨ સુધી ભારત વસ્તી અનુસાર દુનિયાનો સૌથી મોટો દેશ બની જશે અને દરેક પાંચમાંથી એક વ્યÂક્ત ભારતીય હશે. ૨૫ ટ્રીલિયન રાષ્ટ્રીય ઉત્પાદનની સાથે આપણું અર્થતંત્ર દુનિયાનું ત્રીજા સૌથી મોટું અર્થતંત્ર હશે. (Gros Daniel and Alcidi Cinziz (ed.) ; The Global Economy in 2030 : Trends and Strategies for Europe; Centre for European Policy Studies; Brussels, 2013)ઈ.સ.૨૦૩૦માં દુનિયાની સૌથી વધારે યુવાન વસ્તી ભારતમાં હશે, અને સૌથી વધારે કામદારો પણ Working Age Population ભારતમાં હશે. યુરોપ, રૂસ વિ.ની વૃદ્ધ વસ્તીના કારણે વિકસિત દુનિયાના અર્થતંત્રનો સૌથી મોટો ભાગ ભારતીય નિષ્ણાતો અને કામદારોના માધ્યમથી ચાલશે. (સંદર્ભ ઉપર મુજબ)

આ બધી બાબતો ભારત અને ભારતીયોની વૈશ્વિક મહ¥વતા અને પ્રભાવમાં જબરદસ્ત વધારો કરશે.

આક્રમક અને સંસ્થાગત સાંપ્રદાયિક વલણ

બીજી તરફ, પરિÂસ્થતિ આ છે કે આપણો દેશ આ સમયે ગંભીર સાંપ્રદાયિક આક્રમણ હેઠળ છે. હિંદુ રાષ્ટ્રવાદ હવે ન ફકત સત્તાની ભરપૂર શÂક્ત સાથે કાર્યરત્‌ છે બલ્કે તેના પાછળ પુષ્કળ સામાજિક દળો પણ મોજૂદ છે. આનાથી વધુ આ કે પહેલા પણ કહેવામાં આવ્યું કે, આ કટોકટીને વધારે મજબૂતી આપવા માટે વૈશ્વિક સ્તરે ઇસ્લામ વિરોધી વાતાવરણ પણ  હાજર છે.

આપણા દેશ માટે સાંપ્રદાયિકતા અને કોમી હિંસા કોઈ નવી વસ્તુ નથી. સાંપ્રદાયિકતાનો દેશમાં એક માધ્યમ (Instrument)ની જેમ ઘણા સમયથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અને રાજકીય, સામાજિક, આર્થિક અને બીજા ફાયદાઓ માટે અને વાસ્તવિક સમસ્યાઓથી લોકોના ધ્યાન ભટકાવવા માટે સાંપ્રદાયિક લાગણીઓ ભડકાવવામાં આવે છે, અને તોફાનો પણ કરાવવામાં આવે છે, પરંતુ ઘટના આ છે કે આ સમયે જે સાંપ્રદાયિક વલણનો સામનો છે તે આટલો સરળ નથી. એકેએક ઊંડા વિચારધારા ધરાવે છે અને આ વાતમાં વજન છે કે તે એક પ્રકારનો ફાસીવાદ છે. હંગામી ઉદ્દેશ્યો અને રૂચિઓ પ્રાપ્ત કરવા માટે હંમેશાં હંગામી માધ્યમોનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે. કોઈ ઇબાદતના સ્થળનો અનાદર કરવો, ક્યારેક મંદિર-મÂસ્જદની સમસ્યા, કોઈ છોકરીની છેડછાડનો મામલો, ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ વિગેરે જેવી ઘટનાઓ સામાન્ય રીતે કોમી હિંસા માટે ઉપયોગમાં લેવામાં આવતી રહી છે. આ પ્રકારની ઘટનાઓથી પેદા થનારી ઉત્તેજના હંગામી હોય છે. લાગણીઓ ભડકાવવામાં આવે છે, તોફાન થાય છે, આનાથી ઇÂચ્છત ફાયદાઓ પ્રાપ્ત કરી લેવામાં આવે છે, પછી આગ ઠંડી થઈ જાય છે અને જીવન સામાન્ય બની જાય છે, અને બંને પક્ષો ફરી હળી-મળીને રહેવા લાગે છે. છેલ્લા બસો વર્ષથી કોમી અથડામણોનો સામાન્ય રીતે આ જ ઇતિહાસ રહ્યો છે, પરંતુ હવે બંને પક્ષો દરમ્યાન અંતર માટે કાયમી બુનિયાદો શોધવામાં આવી રહી છે. ઇતિહાસ અને પાઠોને નવેસરથી લખવાના આયોજન  પ્રક્રિયા હેઠળ છે. વૈશ્વિક રાજકારણને એક ખાસ રંગથી રજૂ કરવા માટે મીડિયાનો સંપૂર્ણ બળ ઝોકવામાં આવી રહ્યો છે. આતંકવાદી ઘટનાઓ પેદા કરવા અને તેને એક ખાસ રંગ આપવા માટે સંગઠિત અને સંકલિત પ્રયત્નો થઈ રહ્યા છે. એવી સમસ્યાઓ પેદા કરવામાં આવી રહી છે જે સંપ્રદાયો વચ્ચે તાણ અને દૂરીઓની કાયમી બુનિયાદો બની શકે. એવી કોમી અથડામણો બની રહી છે જેના પરિણામે ગામડાઓની ડેમોગ્રાફી બદલવામાં આવી રહી છે. હિંદુઓ અને મુÂસ્લમો વચ્ચે કાયમી બુનિયાદો ઉપર માનસિક અને ભાવનાત્મક તફાવત પણ પેદા કરવામાં આવી રહ્યો છે અને આવી ક્રિયાઓ તેમની વસ્તીઓમાં જુદી રીતે કરવામાં આવી રહી છે. આનાથી ખબર પડે છે કે સાંપ્રદાયિકતા હવે એક મોટો પ્રોજેક્ટ બની ચૂકી છે.

હવે દેશના ઘણા વિસ્તારોમાં વ્યવહારિક પરિÂસ્થતિ આ છે કે સાંપ્રદાયિક તફાવતના કારણે એક જ શહેરમાં રહેવા  છતાં બંને સમુદાયોની દુનિયા જુદીજુદી છે. આ તફાવત અને કોમ્યુનિકેશન ગૅપના પરિણામે એ ગુણવત્તા પેદા થાય છે જેને સોશ્યલ સાઇક્લોજીની પરિભાષામાં ‘વલણોમાં તફાવત’ (attitude polarization) કહેવામાં આવે છે. Attitude Polarization આ છે કે બે સમુદાયો, વિવિધ વિચારોમાં તીવ્રતાપૂર્વક આ Âસ્થતિએ પહોંચી જાય છે કે દરેકે દરેક ઘટનાને પોતાના વિચારના આધારે અર્થ પહેરાવવા શરૂ કરી દે છે. નક્કર પુરાવા ન હોય તો પણ

આભાર – નિહારીકા રવિયા  પોતપોતાના દૃષ્ટિકોણથી અર્થઘટન થવા લાગે છે. અને બંને સમુદાયો વચ્ચે અર્થપૂર્ણ સંવાદ અશક્ય બની જાય છે. દા.ત. આતંકવાદના હવાલાથી આ સમયે પણ પરિÂસ્થતિ આ છે કે એક બાજુ બિનમુÂસ્લમોની ઘણી મોટી બહુમતી છે જેમની આ ખાતરી છે કે ‘દરેક મુÂસ્લમ આતંકવાદી નથી પરંતુ દરેક આતંકવાદી મુÂસ્લમ છે.’ બીજી બાજુ મુÂસ્લમોની ઘણી મોટી બહુમતી છે જેને વિશ્વાસ છે કે કોઈ  પણ મુÂસ્લમ દોષિત નથી, બધી ઘટનાઓ ષડયંત્ર માત્ર છે અને સરકાર જૂઠ બોલી રહી છે. આ ઝઘડામાં સત્ય ક્યાંક ગાયબ થઈ જાય છે અને કોઈને દેખાતું નથી. અને સત્ય ઉપર જ્યારે જાડો પડદો પડી જાય છે તો અસરકારક ત¥વો દરેક જૂઠને ઘણી સરળતાથી ફેલાવી શકે છે.

કેટલાક સમાજશા†ના નિષ્તાંણોનો વિચાર ઠીક માલૂમ પડે છે કે હિંદુસ્તાનમાં સાંપ્રદાયિકતાની એ જ દિશા છે જે યુરોપમાં ક્યારેક જાતિવાદ (Racism)ની હતી.

સાંપ્રદાયિકતા હવે અમુક લોકોની અથવા જૂથોની માનસિક Âસ્થતિ નથી રહી બલ્કે સમગ્ર વ્યવસ્થામાં સમાઈ (Embed) ગઈ છે. અને આવી પરિÂસ્થતિનું નિર્માણ થઈ રહ્યું છે જેને સંસ્થાગત સાંપ્રદાયિકત વલણ (Institutional Communalism) કહેવામાં આવે છે. (Pritam Singh; Institutional Communalism in India; In Economic and Political Weekly; Mumbai; Vol – L No. 28, July 11, 2015)

સંસ્થાગત સાંપ્રદાયિકતાનો અર્થ આ હોય છે કે કોમી માનસિકતા દેશની સિવિલ સર્વિસ, સંસદીય અને કાયદા ઘડતરની સંસ્થાઓ, બ્યુરોક્રેસી, ન્યાયતંત્ર, જેલો, પોલીસ અને સુરક્ષાની સંસ્થાઓ, જ્ઞાન અને ડહાપણ અને સંશોધન કેન્દ્રો, શૈક્ષણિક વ્યવસ્થા, મીડિયા, વાણિÂજ્યક સંસ્થાઓ, અહીં સુધી કે એનજીઓ અને સિવિલ સોસાયટી સુધીનો પણ સમાવેશ થઈ જાય છે. અને સાંપ્રદાયિકવાદના નુકસાનો કોમી હિંસાની અમુક ઘટનાઓ સુધી સીમિત નથી રહેતા બલ્કે સાંપ્રદાયિકતા એક એવી વૈશ્વિક રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક શÂક્તનો રૂપ ધારણ કરી લે છે જે કાયમી વિરોધી સંપ્રદાયો ઉપર દબાવ બનાવતી રહી છે અને તેને નુકસાન પહોંચાડતી રહી છે. છેલ્લા થોડા વર્ષોમાં જે ઘટનાઓ સતત સામે આવી રહી છે, તેનાથી ખબર પડે છે કે દેશ આ જ સંસ્થાગત સાંપ્રદાયિકતાની તરફ ઝડપથી વધી રહ્યો છે.

 સાંપ્રદાયિક વલણ સાથે  તેને મજબૂતી પ્રદાન કરનારી એક મોટી સમસ્યા આતંકવાદ અને આતંકવાદના આરોપો છે. આ પણ એક વૈશ્વિક સમસ્યા છે જેનો પ્રભાવ આપણા દેશ ઉપર પણ છે. પરિÂસ્થતિ આ છે કે એક સામાન્ય મુÂસ્લમ યુવાન ખૂબ જ હેરાન છે. તેની અંદર અસુરક્ષાની ભાવના છે. પોતાના ભવિષ્ય વિશે વિવિધ પ્રકારની ચિંતાઓમાં છે. આ અસુરક્ષાની ભાવના ક્યાંક ગંભીર જાખમો અને નિરાશા પણ પેદા કરી દે છે. અને આ અસુરક્ષાની ભાવનાથી પણ વધારે ગંભીર છે, જે તોફાનોના પરિણામે પેદા થતો રહ્યો છે.

આતંકવાદ અને આતંકવાદીઓ સામે લડત વિશે જે વાતાવરણ દેશભરમાં ઉત્પન્ન થઈ ગયો છે તેના પરિણામે આ વિચાર સામાન્ય બની ગયો છે કે કોઈ પણ મુÂસ્લમ યુવાનને ક્યારેય પણ ફસાવવામાં આવી શકે છે. યાતના ગૃહોમાં ભયાનક દમન પણ ગુજારવામાં આવી શકે છે અને તેમના ભવિષ્યનો વિનાશ કરી શકાય છે. આ ભય અને આ અસુરક્ષાની ભાવના ખૂબ જ ખતરનાક વસ્તુ છે. જા તેને રોકવામાં નહીં આવે તો આપણો વિકાસ, આપણો ઉત્સાહ અને મહ¥વકાંક્ષાઓ અને લડત આપવાની ઉમંગ અને આગળ વધવાના રોમાંચને રોક લગાવી શકે છે. આપણી હિંમતને ઓછી અને ઇરાદાને ઝાંખો કરી શકે છે. તેથી હું હંમેશાં આપણા યુવાન મિત્રોને કહું છું કે, હારની લાગણી અને નિરાશાવાદી ભાવના સૌથી મોટો આતંકવાદ છે, અને સૌથી ભયાનક એન્કાઉન્ટર છે, જેમાં આપણો જુસ્સો અને હિંમતને નિશાનો બનાવવામાં આવે. ધરપકડનો સૌથી ભયાનક પ્રકાર તે છે જેમાં આપણને આગળ વધવાના આત્માને સમાપ્ત કરી દેવામાં આવે. (ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here